Home> Sports
Advertisement
Prev
Next

Player Profile : વર્લ્ડ કપના મેદાનમાં ઉતરશે સૌથી મોટી વયનો ખેલાડી, રેકોર્ડ છે આંખો પહોળી થઈ જાય એવો

સાઉથ આફ્રિકન ક્રિકેટ ટીમનો લેગ સ્પિનર ઇમરાન તાહિર 2019ના વર્લ્ડ કપમાં ભાગ લેનાર સૌથી મોટી વયનો ખેલાડી હશે.

Player Profile : વર્લ્ડ કપના મેદાનમાં ઉતરશે સૌથી મોટી વયનો ખેલાડી, રેકોર્ડ છે આંખો પહોળી થઈ જાય એવો

મુંબઈ : સાઉથ આફ્રિકન ક્રિકેટ ટીમનો લેગ સ્પિનર ઇમરાન તાહિર 2019ના વર્લ્ડ કપમાં ભાગ લેનાર સૌથી મોટી વયનો ખેલાડી હશે. આઇપીએલ સીઝન 12માં 26 વિકેટ લઈને પર્પલ કેપ જીતનાર ઇમરાન તાહિર વર્લ્ડ કપમાં સાઉથ આફ્રિકાનું સૌથી મોટું હથિયાર હશે. 40 વર્ષીય ઇમરાન તાહિર પ્રવર્તમાન આઇસીસી વન ડે રેન્કિંગમાં દુનિયાનો ચોથા નંબરનો બોલર છે. 

27 માર્ચ, 1979ના દિવસે જન્મેલો ઇમરાન તાહિર જમણેરી લેગ બ્રેક  બોલર છે અને તેનો સમાવેશ દુનિયાના સૌથી શ્રેષ્ઠ સ્પિનરમાં થાય છે. ઇમરાન તાહિર 2019ના વર્લ્ડ કપ પછી ક્રિકેટને અલવિદા કહી દેશે. ઇમરાન તાહિરનો જન્મ પાકિસ્તાનના લાહોરમાં થયો હતો. તેઓ પાકિસ્તાની મૂળના આફ્રિકન ક્રિકેટર છે. 

ઇમરાન તાહિર પ્રોફાઇલ
1. ઉંમર -  40 વર્ષ
2. પ્લેઇંગ રોલ - લેગ બ્રેક બોલર
3. બેટિંગ - જમણા હાથથી
4. બોલિંગ - જમણા હાથથી લેગ બ્રેક ગુગલી
5. ઓવરઓલ પ્રદર્શન - ઇમરાન તાહિરે સાઉથ આફ્રિકા માટે અત્યાર સુધી 98 વન ડે મેચોમાં 162 વિકેટ લીધી છે. આમાં ત્રણ વાર ઇનિંગમાં પાંચ વિકેટ શામેલ છે.  વન ડે મેચમાં તેનું બેસ્ટ બોલિંગ પ્રદર્શન 45 રન આપીને 7 વિકેટ રહ્યું છે. તાહિરે 98 વન ડે મેચોમાં 146 રન બનાવ્યા છે. આ દરમિયાન એનો બેસ્ટ સ્કોર 29 રન રહ્યો છે. 
6. વર્લ્ડ કપ - આ પહેલાં ઇમરાન તાહિર બે વર્લ્ડ કપ રમ્યો છે. 2011 અને 2015નો ક્રિકેટ વર્લ્ડ કપ રમી ચુકેલા તાહિરનો આ ત્રીજો વર્લ્ડ કપ છે. સાઉથ આફ્રિકન ક્રિકેટ ટીમ માટે આ લેગ સ્પિનર વર્લ્ડ કપમાં મહત્વનો રોલ ભજવી શકે છે. 
7. ક્રિકેટ કરિયરની શરૂઆત - ઇમરાન તાહિરે વેસ્ટ ઇન્ડિઝ વિરૂદ્ધ રમાયેલી વર્લ્ડ કપ મેચથી ઇન્ટરનેશનલ ક્રિકેટિંગ કરિયરની શરૂઆત કરી હતી. આ મેચ 24 ફેબ્રુઆરી, 2011ના દિવસે રમવામાં આવી હતી. આ મેચમાં તેણે શાનદાર પ્રદર્શન કરીને 10 ઓવરમાં 41 રન આપીને  4 વિકેટ લીધી હતી. તેઓ ઇન્ડિયન પ્રીમિયર લીગમાં ચેન્નાઇ સુપર કિંગ્સ માટે રમે છે 

રમતજગતના સમાચાર જાણવા માટે કરો ક્લિક....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More