Home> Sports
Advertisement
Prev
Next

એક સિરીઝ, ત્રણ મેચ, ત્રણેયમાં બેવડી સદી, ટીમ ઈન્ડિયાએ પ્રથમવાર કર્યું આ કામ

રોહિત શર્માએ આફ્રિકા વિરુદ્ધ રાંચીમાં રમાઇ રહેલી ત્રીજી ટેસ્ટ મેચમાં 212 રન બનાવ્યા છે. તે આ સિરીઝમાં બેવડી સદી ફટકારનાર ત્રીજો ભારતીય છે. 

એક સિરીઝ, ત્રણ મેચ, ત્રણેયમાં બેવડી સદી, ટીમ ઈન્ડિયાએ પ્રથમવાર કર્યું આ કામ

નવી દિલ્હીઃ ભારત અને દક્ષિણ આફ્રિકા  (India vs South Africa) વચ્ચે રમાઇ રહેલી સિરીઝ ઐતિહાસિક સાબિત થઈ રહી છે. આ સિરીઝમાં એવી કેટલિક ઘટના બની છે, જે વિશ્વ ક્રિકેટ કે ઓછામાં ઓછા આ બંન્ને દેશોના ઈતિહાસમાં પ્રથમવાર થયું છે. આવો એક રેકોર્ડ રોહિત શર્માએ બેવડી સદી ફટકારતા બન્યો છે. આ રોહિત શર્માની સિરીઝમાં ત્રીજી સદી અને પ્રથમ બેવડી સદી છે. 

ભારત અને દક્ષિણ આફ્રિકા  (India vs South Africa)વચ્ચે રમાઇ રહેલી સિરીઝમાં આ ત્રીજી ઘટના છે જ્યારે કોઈ ભારતીય બેટ્સમેને બેવડી સદી ફટકારી છે. વિશાખાપટ્ટનમમાં રમાયેલી મેચમાં મયંક અગ્રવાલે બેવડી સદી ફટકારી હતી. તેણે ત્યારે 215 રન બનાવ્યા હતા. ત્યારબાદ પુણેમાં રમાયેલી બીજી મેચમાં કેપ્ટન વિરાટ કોહલીએ અણનમ 254 રન બનાવ્યા હતા. આ 2019મા ટેસ્ટ ક્રિકેટનો સૌથી મોટો સ્કોર પણ છે. 

આ ભારતીય ક્રિકેટ ઈતિહાસમાં માત્ર બીજી ઘટના છે, જ્યારે કોઈ એક ટેસ્ટ સિરીઝમાં ભારત તરફથી ત્રણ બેવડી સદી લાગી છે. આ પહેલા 1955-56મા ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ રમાયેલી સિરીઝમાં આવું શાનદાર પ્રદર્શન જોવા મળ્યું હતું. ત્યારે વીનૂ માંકડ (223, 231)એ સિરીઝમાં બે અને પોલી ઉમરીગર (223)એ એક બેવડી સદી ફટકારી હતી. પરંતુ આ ક્રિકેટ ઈતિહાસમાં પ્રથમ ઘટના છે, જ્યારે ભારતના ત્રણ બેટ્સમેનોએ એક સિરીઝમાં બેવડી સદી ફટકારી છે. 

IND vs SA Ranchi day 2: રોહિતની તોફાની બેટિંગ, ડબલ સદી ફટકારી

આ પ્રકારની આ બીજી ઘટના છે, જ્યારે ભારતના ત્રણ બેટ્સમેનોએ સતત ત્રણ ટેસ્ટ મેચોમાં બેવડી સદી ફટકારી છે. આ પહેલા 2015-16મા આમ થયું હતું. ત્યારે ઈંગ્લેન્ડ વિરુદ્ધ વિરાટ કોહલીએ 235 અને કરૂણ નાયરે 303 રન બનાવ્યા હતા. ત્યારબાદ વિરાટ કોહલીએ બાંગ્લાદેશ વિરુદ્ધ 204 રનની ઈનિંગ રમી હતી. 

ભારત અને આફ્રિકા વચ્ચે રમાઇ રહેલી ત્રીજી ટેસ્ટની વાત કરીએ તો મેચના બીજા દિવસે રોહિત શર્માએ પોતાના કરિયરની પ્રથમ બેવડી સદી પૂરી કરી હતી. તેણે પોતાની ઈનિંગમાં 6 છગ્ગા અને 28 ચોગ્ગા ફટકાર્યા હતા.તે 212 રન બનાવી આઉટ થયો હતો. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More