Home> Sports
Advertisement
Prev
Next

IND vs AUS: ODI સિરીઝની વચ્ચે ટીમ ઈન્ડિયાના આ દિગ્ગજ ખેલાડીએ આપ્યા સન્યાસના સંકેત

IND vs AUS ODI: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ODI શ્રેણી રમાઈ રહી છે. આ શ્રેણીની ત્રીજી અને નિર્ણાયક મેચ ચેન્નાઈમાં ચાલુ છે. દરમિયાન એક ખેલાડીની સોશિયલ મીડિયા પોસ્ટે તહેલકો મચાવ્યો હતો. વીડિયો જોઈને તે દિગ્ગજ ક્રિકેટરની નિવૃત્તિ અંગે પણ અટકળો લગાવવામાં આવી રહી છે.

IND vs AUS: ODI સિરીઝની વચ્ચે ટીમ ઈન્ડિયાના આ દિગ્ગજ ખેલાડીએ આપ્યા સન્યાસના સંકેત

India vs Australia, Shikhar Dhawan Video: ભારતીય ટીમ હાલમાં ઓસ્ટ્રેલિયા સામે ODI શ્રેણી રમી રહી છે (IND vs AUS ODI Series). ત્રણ મેચની આ શ્રેણી હાલમાં 1-1થી બરાબર છે. આ દરમિયાન એક ખેલાડીના વીડિયોએ સોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવ્યો હતો. આ દિગ્ગજ ખેલાડીની આંતરરાષ્ટ્રીય કારકિર્દી તેના અંતિમ મુકામ પર હોય તેમ લાગી રહ્યું છે. લાગે છે કે આ ખેલાડીએ હવે ક્રિકેટને બદલે ફિલ્મી દુનિયામાં કરિયર બનાવવાનું નક્કી કર્યું છે.

ફિલ્મી પડદે હંગામો મચાવવાની તૈયારી?
જે ખેલાડીનો ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે તે બીજું કોઈ નહીં પણ શિખર ધવન છે. ધવન સોશિયલ મીડિયા પર ઘણો એક્ટિવ રહે છે. હવે તેણે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં ધવન પોલીસ યુનિફોર્મમાં જોવા મળી રહ્યો છે અને શૂટિંગમાં વ્યસ્ત છે. તેણે આ પોસ્ટ દ્વારા ચાહકોને એક અપડેટ પણ આપ્યું છે કે તે ફિલ્મના પડદા પર હંગામો મચાવવાની તૈયારી કરી રહ્યો છે.

આ પણ વાંચો: Pending Financial Work: માત્ર એક અઠવાડિયું, આજે જ પૂરા કરી લેજો કામ, નહીં તો પસ્તાશો
આ પણ વાંચો: VIDEO: BF આપી રહ્યો હતો દગો, ગર્લફ્રેન્ડે રંગે હાથે પકડીને રસ્તા વચ્ચે કરી ખરાબ હાલત
આ પણ વાંચો: મોડલિંગ છોડીને UPSC ક્રેક કરીને બની IAS, બની ચૂકી છે Miss India Finalist

ફિલ્મમાં જોવા મળ્યો
આ પહેલાં ધવન બોલિવૂડ એક્ટ્રેસ હુમા કુરેશી સાથે ફિલ્મ 'ડબલ એક્સએલ'માં પણ જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં તેણે ક્રિકેટરની ભૂમિકા ભજવી હતી અને તે ડાન્સ કરતો જોવા મળ્યો હતો. હવે તેના ઈન્સ્ટા-વિડિયો પરથી સ્પષ્ટ થઈ ગયું છે કે તેણે ક્રિકેટ છોડી દીધું છે અને તે ફિલ્મી પડદે જ પોતાની જગ્યા બનાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. ધવનના આ વીડિયો પર લોકો કોમેન્ટ પણ કરી રહ્યા છે અને પૂછી રહ્યા છે કે શું તે ક્રિકેટ છોડીને હવે માત્ર ફિલ્મી પડદે જ દેખાશે.

શાનદાર છે કરિયર
ધવનના આંતરરાષ્ટ્રીય કરિયરની વાત કરીએ તો તે અત્યાર સુધીમાં 34 ટેસ્ટ, 167 ODI અને 68 T20 ઈન્ટરનેશનલ રમી ચૂક્યો છે. તેણે ટેસ્ટમાં 7 સદી અને 5 અડધી સદીની મદદથી કુલ 2,315 રન બનાવ્યા છે. ODIમાં તેણે 17 સદી અને 39 અડધી સદી ફટકારી અને કુલ 6793 રન બનાવ્યા છે. જ્યારે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેણે 11 અડધી સદીની મદદથી 1759 રન બનાવ્યા. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં તેના 8499 રન છે. તે છેલ્લે ગયા વર્ષે ડિસેમ્બરમાં બાંગ્લાદેશ સામેની ODI મેચમાં ટીમ ઈન્ડિયાની જર્સી પહેરીને જોવા મળ્યો હતો.

આ પણ વાંચો:  Gajkesari Rajyog: 22 માર્ચથી બની રહ્યો છે ગજકેસરી રાજયોગ, આ રાશિઓને ચાંદી જ ચાંદી
આ પણ વાંચો:  Unique Temple:આ દિવસે ખુલે છે કુબેરની પોટલી, દર્શન કરતાં જ ભક્તો થઇ જાય છે માલામાલ!
આ પણ વાંચો:  Palmistry: હાથની રેખા વડે જાણો કેટલું જીવશો, કમાશો અને બીજું ઘણું બધુ

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More