Home> Sports
Advertisement
Prev
Next

ક્રિકેટર કરૂણ નાયરે ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, ટ્વીટર પર લખ્યું- તેણે હા પાડી

ટેસ્ટ ક્રિકેટમાં ત્રેવડી સદી ફટકાર્યા છતાં નાયર ભારતીય ક્રિકેટ ટીમમાં પોતાની જગ્યા પાક્કી કરી શક્યો નથી. 

ક્રિકેટર કરૂણ નાયરે ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, ટ્વીટર પર લખ્યું- તેણે હા પાડી

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટર કરૂણ નાયરે પ્રેમિકા શનાયા ટાકરીવાલાની સાથે સગાઈ કરી લીધી છે. 27 વર્ષના નાયરે સોશિયલ મીડિયા પર પ્રેમિકાની તસ્વીર અને વીડિયો પોસ્ટ કરતા લખ્યું, 'તેણે હા પાડી છે. નાયર તે સમયે ચર્ચામાં આવ્યો હતો જ્યારે તેણે 2016મા ચેન્નઈમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટ ક્રિકેટમાં ત્રેવડી સદી ફટકારી હતી.'

નાયરની પ્રેમિકાએ પણ પોતાના ઇન્સ્ટાગ્રામ પર સગાઈની ઘણી તસ્વીરો પોસ્ટ કરી છે. ટેસ્ટ ક્રિકેટમાં ત્રેવડી સદી ફટકાર્યા છતાં નાયર ભારતીય ક્રિકેટ ટીમમાં પોતાની જગ્યા પાક્કી કરી શક્યો નથી. તે આઈપીએલની છેલ્લી સિઝનમાં કિંગ્સ ઇલેવન પંજાબમાં હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More