Home> Sports
Advertisement
Prev
Next

આજે સાઉથ આફ્રિકા વિરુદ્ધ ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ 11માં આ 4 મોટા ફેરફાર નિશ્ચિત, કોણ થશે IN અને કોણ OUT

બીજી વનડે મેચ આજે એટલે કે 21 જાન્યુઆરીએ એ જ મેદાન (પાર્લ) પર રમાશે જ્યાં પ્રથમ વનડે મેચ રમાઈ હતી. બીજી વનડેમાં ટીમ ઈન્ડિયા માટે જીત ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે પ્રથમ વનડે જીત્યા બાદ દક્ષિણ આફ્રિકા ત્રણ મેચની શ્રેણીમાં 1-0થી આગળ છે.

આજે સાઉથ આફ્રિકા વિરુદ્ધ ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ 11માં આ 4 મોટા ફેરફાર નિશ્ચિત, કોણ થશે IN અને કોણ OUT

પાર્લઃ પ્રથમ વનડે મેચમાં કારમી હાર બાદ ભારતે જો KL રાહુલ અને વિરાટ કોહલી સાથે ત્રણ મેચની ODI સિરીઝને જીવંત રાખવી હશે તો આજે બીજી વનડેમાં વધુ સારું પ્રદર્શન કરવું પડશે. જેમાં કેએલ રાહુલ (KL Rahul) અને વિરાટ કોહલી (Virat Kohli)નું સન્માન દાવ પર લાગશે. કેએલ રાહુલ (KL Rahul)ની કેપ્ટનશિપની પણ કસોટી થશે.

આજે બીજી વનડે મેચ
બીજી વનડે મેચ આજે એટલે કે 21 જાન્યુઆરીએ એ જ મેદાન (પાર્લ) પર રમાશે જ્યાં પ્રથમ વનડે મેચ રમાઈ હતી. બીજી વનડેમાં ટીમ ઈન્ડિયા માટે જીત ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે પ્રથમ વનડે જીત્યા બાદ દક્ષિણ આફ્રિકા ત્રણ મેચની શ્રેણીમાં 1-0થી આગળ છે. વધુ એક હારની સાથે ભારતનું સિરીઝ જીતવાનું સપનું તૂટી જશે. એટલા માટે ટીમ ઈન્ડિયાએ પોતાની પ્લેઈંગ ઈલેવનમાં આ 4 મોટા ફેરફાર કરવા પડશે.

1. વેંકટેશ અય્યરને પડતા મુકીને સૂર્યકુમાર યાદવને તક
પ્રથમ વનડે મેચમાં વેંકટેશ અય્યરને પ્લેઈંગ ઈલેવન (Playing 11)માં તક આપવાનો હેતુ ફ્લોપ થઈ ગયો. આ મેચમાં ઓલરાઉન્ડર તરીકે વેંકટેશ અય્યર (Venkatesh Iyer)ને તક મળી હતી, પરંતુ તે બેટિંગમાં ફ્લોપ સાબિત થયો હતો. વેંકટેશ અય્યર 7 બોલમાં માત્ર 2 રન બનાવીને આઉટ થયો હતો. બોલિંગની વાત કરીએ તો કેપ્ટન કેએલ રાહુલે વેંકટેશ અય્યરને બોલિંગ પણ કરાવી ન હતી. જો ટીમ ઈન્ડિયા વેંકટેશ અય્યરને બોલિંગ કરાવવા નથી માંગતી તો તેને આજની મેચમાં ડ્રોપ કરી શકે છે. વેંકટેશ અય્યરને પડતો મૂકીને સૂર્યકુમાર યાદવને 6ઠ્ઠા નંબરે મોકો મળી શકે છે, જે ખૂબ જ વિસ્ફોટક બેટ્સમેન છે. સૂર્યકુમાર યાદવ એકલા હાથે ટીમ ઈન્ડિયાને મેચ જીતાડી શકે છે. બીજી વનડે મેચમાં ડેશિંગ બેટ્સમેન સૂર્યકુમાર યાદવનું સ્થાન ફિક્સ હોવાનું માનવામાં આવી રહ્યું છે. સૂર્યકુમાર યાદવ જેવો પ્રતિભાશાળી બેટ્સમેન મેદાનની ચારે બાજુ અનેક શોટ રમવાની અને રન મેળવવાની કળા જાણે છે.

T-20 વર્લ્ડ કપ 2022નો કાર્યક્રમ જાહેર, ફરી આમને-સામને થશે ભારત અને પાકિસ્તાન

2. ભુવનેશ્વર કુમારને ડ્રોપ કરીને દીપક ચાહરને તક
પ્રથમ વનડે મેચમાં ભુવનેશ્વર કુમાર ટીમ ઈન્ડિયાની હારનો સૌથી મોટો વિલન સાબિત થયો. આ ખેલાડીનું પ્રદર્શન એટલું નબળું રહ્યું છે કે ભારતને પ્રથમ વનડેમાં શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો, તે પણ બિનઅનુભવી દક્ષિણ આફ્રિકા (South Africa)ની ટીમના હાથે. હવે આ ખેલાડીનું બીજી વનડે મેચમાંથી પત્તું કપાશે તે નિશ્ચિત છે. ભુવનેશ્વર કુમાર પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મેળવી શક્યો નથી. ભુવનેશ્વર કુમારની જગ્યાએ દીપક ચાહરને તક આપવામાં આવી શકે છે. પ્રથમ વનડે મેચમાં ભારતીય ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમાર ટીમ ઈન્ડિયાની હારનું કારણ બન્યો હતો. આ મેચમાં ભુવનેશ્વર કુમારે 10 ઓવરમાં 64 રન આપ્યા હતા. ભુવનેશ્વર કુમારને એક પણ વિકેટ મળી ન હતી. ભુવનેશ્વર કુમારના સ્થાને દીપક ચાહર પ્લેઇંગ 11માં તકને લાયક છે, જે બોલ સાથે શાનદાર પ્રદર્શન કરી શકે છે. ભુવનેશ્વર કુમારના સ્લોગ ઓવરોમાં ખરાબ હાલ રહ્યા છે. ભુવનેશ્વર કુમારના પ્રદર્શનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. ભુવનેશ્વર કુમારની સ્પીડ પણ ઘટી છે. આવી સ્થિતિમાં જો ભુવનેશ્વર કુમારને તક આપવામાં આવતી રહેશે તો તે ફરી એકવાર ભારતની હારનું કારણ બની શકે છે.

3. શ્રેયસ અય્યરને પડતા મુકીને ઈશાન કિશન માટે તક
પ્રથમ વનડે મેચમાં શ્રેયસ અય્યર ટીમ ઈન્ડિયાને અધવચ્ચે છોડીને ચાલી ગયો હતો. શ્રેયસ અય્યર આ મેચમાં માત્ર 17 રન બનાવીને આઉટ થયો હતો. શ્રેયસ ઐયરના આઉટ થયા બાદ ટીમ ઈન્ડિયાનો બેટિંગ ઓર્ડર પત્તાની જેમ વિખેરાઈ ગયો હતો. શ્રેયસ અય્યરના આ ફ્લોપ પ્રદર્શનથી એક વાત નક્કી થઈ ગઈ હતી કે તેની ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં નંબર 5 પર સ્થાન બનાવી શક્યો નથી કારણ કે, નંબર 5 પર એવા બેટ્સમેનની જરૂર છે, જે ટીમને છેલ્લે સુધી લઈ જાય અને તેને જીતની નજીક લઈ જાય અને શ્રેયસ અય્યર આ કરી શકતો નથી. બીજી વનડેમાં શ્રેયસ અય્યરને ટીમ ઈન્ડિયામાંથી બહાર કરવો જરૂરી બની ગયો છે, નહીં તો ભારતને ફરી હારનો સામનો કરવો પડશે. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની બીજી વનડેમાં આજે શ્રેયસ ઐયરના સ્થાને ઈશાન કિશનને તક આપવામાં આવી શકે છે, જે એકલા હાથે ટીમ ઈન્ડિયાને મેચ જીતાડી શકે છે. ટીમ ઈન્ડિયામાં ઈશાન કિશન 5માં નંબર પર બેટિંગ કરવા માટે પ્રબળ દાવેદાર માનવામાં આવે છે.

4. શાર્દુલ ઠાકુરને હટાવીને નવદીપ સૈની માટે તક
પ્રથમ વનડે મેચમાં શાર્દુલ ઠાકુરનું બોલ સાથે ખૂબ જ ખરાબ પ્રદર્શન રહ્યું હતું. બોલર તરીકે શાર્દુલ ઠાકુર તેના ફ્લોપ અને ખરાબ પ્રદર્શનને કારણે ટીમ ઈન્ડિયાની હારનો સૌથી મોટો ગુનેગાર બન્યો હતો. શાર્દુલ ઠાકુર બીજી વનડેમાં પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મેળવી શક્યો નથી. બુધવારે રમાયેલી દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ વનડેમાં ટીમ ઈન્ડિયાની હારનું કારણ ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડર શાર્દુલ ઠાકુર બન્યો હતો. આ મેચમાં શાર્દુલ ઠાકુરે 10 ઓવરમાં 72 રન આપ્યા હતા. શાર્દુલ ઠાકુરને આ દરમિયાન એક પણ વિકેટ મળી ન હતી. શાર્દુલ ઠાકુરની સ્લોગ ઓવરોમાં ખરાબ હાલત રહી છે. દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ વનડેમાં શાર્દુલ ઠાકુરે આફ્રિકાની ઈનિંગની છેલ્લી ઓવરમાં 16 રન આપ્યા હતા. દક્ષિણ આફ્રિકાના બેટ્સમેન રાસી વાન ડેર દુસૈને શાર્દુલ ઠાકુરની ખામીઓ જાણી તેના પર વાર કર્યો હતો. શાર્દુલ ઠાકુર બેટ્સમેન તરીકે પોતાની રમત સુધારી રરહ્યો છે, પરંતુ તેની બોલિંગમાં પ્રદર્શન નિમ્ન કક્ષાનું રહ્યું છે. શાર્દુલ ઠાકુરની સ્પીડ પણ ઓછી થઈ ગઈ છે. આવી સ્થિતિમાં બીજી વનડેમાં શાર્દુલ ઠાકુરની જગ્યાએ ઝડપી બોલર નવદીપ સૈનીને તક આપવામાં આવી શકે છે. નવદીપ સૈનીની સ્પીડ શાર્દુલ ઠાકુર કરતા ઘણી વધારે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More