Home> Sports
Advertisement
Prev
Next

India vs Pakistan Match Tickets Price: ભારત-પાકિસ્તાનની ટિકીટ જોઇતી હોય તો વેચવું પડશે ખેતર, 1 ટિકીટની કિંમત 16 લાખ રૂપિયા

India vs Pakistan Match Tickets Price: ટી20 વર્લ્ડકપ 2024 માં ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો ન્યૂયોર્કમાં રમાશે. ટૂર્નામેન્ટનો આ હાઇ વોલ્ટેજ મુકાબલો 9 જૂને યોજાશે. તેને લઇને ICC એ ટિકિટ્સ પણ જાહેર કરી છે. જેની કિંમત લાખો છે. આ જોઇને લલિત મોદી ભડકી ગયા છે. 

India vs Pakistan Match Tickets Price: ભારત-પાકિસ્તાનની ટિકીટ જોઇતી હોય તો વેચવું પડશે ખેતર, 1 ટિકીટની કિંમત 16 લાખ રૂપિયા

India vs Pakistan Match Tickets Price: જૂનમાં યોજાનારા ટી20 વર્લ્ડકપ 2024 ને લઇને ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ  (ICC) તૈયાર છે. આ વર્લ્ડકપ વેસ્ટઇન્ડીઝ અને અમેરિકાની મેજબાનીમાં 2 જૂનથી 29 જૂન સુધી રમાશે. આ દરમિયાન 8 મુકાબલા ન્યૂયોર્કમાં રમાશે. જેમાં ભારત-પાકિસ્તાનનો મુકાબલો સામેલ છે. 

તેને લઇને ICC એ ટિકીટ્સ જાહેર કરી દીધી છે, જેની કિંમત લાખોમાં છે. આઇસીસીના અનુસાર ડાયમંડ કેટેગરીની એક ટિકીટની કિંમત 20 હજાર ડોલર (લગભગ 16.65 લાખ રૂપિયા) રાખવામાં આવે છે. આ જોઇને ઇન્ડીયન પ્રીમિયર લીગ  (IPL) ના જનક લલિત મોદી ભડકી ગયા છે. તેમણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી  ICC ને આયનો બતાવ્યો છે. 

બેંગલુરૂ રેવ પાર્ટીમાં મોટો ખુલાસો: ₹ 2 લાખમાં એન્ટ્રી, નશામાં ધૂત હતી 2 અભિનેત્રીઓ

25 હજારથી શરૂ થઇ છે ટિકીટની કિંમત
જોકે રાજકીય તણાવના લીધે ભારત અને પાકિસ્તાન વચ્ચે 2012 બાદ કોઇપણ દ્રિપક્ષીય સીરીઝ રમાઇ નથી. ત્યારબાદથી આ બંને ટીમો હંમેશા જ ICC ટૂર્નામેન્ટ અથવા એશિયા કપમાં આમને-સામને ટકરાઇ છે. 

આ જ કારણે ભારત અને પાકિસ્તાનના મુકાબલાને લઇને ફેન્સ વચ્ચે ક્રેજ ખૂબ વધી ગયો છે. એવામાં આઇસીસી તેનો ફાયદો પણ ઉઠાવવા માંગે છે અને તેની ટિકીટની કિંમત લાખો રૂપિયામાં રાખવામાં આવી છે. ICC ના અનુસાર ભારત અને પાકિસ્તાનના મુકાબલા માટે ટિકીટોની કિંમત 300 ડોલર (લભગ 25 હજાર) થી શરૂ થઇ છે. 
fallbacks

શ્રદ્ધાળુઓની મિની બસને ટ્રકે મારી ટક્કર, એક જ પરિવારના 7 લોકોના મોત, 25 લોકો ઘાયલ
5KM દૂર સુધી સંભળાયો ધમાકો, 4 કંપનીઓ બળીને ખાખ, 8ના મોત, 64 ઇજાગ્રસ્ત

મોદી પોતાની પોસ્ટમાં ICC ને રોકડું ચોપડ્યું
મોદીએ X  પર શેર કરવામાં આવેલી પોસ્ટમાં લખ્યું કે 'આ જાણીને આંચકો લાગ્યો કે ભારત-પાકિસ્તાનની મેચ માટે ડાયમંડ ક્લબની ટિકીટ  ICC 20 હજાર ડોલરમાં વેચી રહ્યું છે. અમેરિકામાં આ વર્લ્ડકપ યોજાઇ રહ્યો છે. આ રમતને પ્રોત્સાહન આપવા અને ફેન્સને જોડવા માટે, ના કે નફો કમાવવા માટે. 2750 ડોલર (લગભગ 2.28 લાખ રૂપિયા) ની ટિકીટ વેચવી ક્રિકેટ નથી. 

MS ધોની બન્યો CSKની હારનું કારણ, 110 મીટરની સિક્સરે RCBને પ્લેઓફમાં પહોંચાડ્યું
Summer Travel Tips: ઉનાળામાં આ 6 જગ્યાએ ભૂલથી પણ પગ ન મૂકતા, નહીંતર પસ્તાશો!

તમને જણાવી દઇએ કે ICC ની વેબસાઇટ પર 70 ટકા (22 મે સુધી) ટિકીટ બુક થઇ ગઇ છે. જેની કિંમત દર્શાવવામાં આવી નથી. ઉપલબ્ધ ટિકીટ્સમાં ડાયમંડ કેટેગરીની કિંમત 10 હજાર ડોલર (લગભગ 8.32 લાખ) રાખવામાં આવી છે. જ્યારે સૌથી સસ્તી કિંમત 2750 ડોલર (લગભગ 2.28 લાખ રૂપિયા) બતાવવામાં આવી છે. 

Farmer News: ઉનાળામાં કરો 20 રૂપિયાનો આ ઉપાય, ગાય-ભેંસને નહી લાગે ગરમી
Electric Scooter vs Petrol Scooter: કિંમત અને મેન્ટેનેંસની દ્રષ્ટિએ સૌથી સસ્તું કયું

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More