Home> Sports
Advertisement
Prev
Next

IND vs NZ: મુંબઈ ટેસ્ટમાં ભારતની સ્થિતિ મજબૂત, બીજી ઈનિંગમાં સ્કોર 69/0, કુલ લીડ 332 રન

India vs New Zealand 2nd Test Day 2 Stumps: મુંબઈમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટમાં ભારતે પોતાની સ્થિતિ મજબૂત કરી લીધી છે. બીજા દિવસને અંતે ભારતની કુલ લીડ 332 રન પર પહોંચી ગઈ છે. 
 

IND vs NZ: મુંબઈ ટેસ્ટમાં ભારતની સ્થિતિ મજબૂત, બીજી ઈનિંગમાં સ્કોર 69/0, કુલ લીડ 332 રન

મુંબઈઃ India vs New Zealand 2nd Test Day 2 Stumps: મુંબઈના વાનખેડેમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચનો બીજો દિવસ ભારતના નામે રહ્યો છે. પ્રથમ ઈનિંગમાં 325 રન બનાવ્યા બાદ ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડને તેની પ્રથમ ઈનિંગમાં માત્ર 62 રનમાં ધરાશાયી કરી દીધુ હતું. ત્યારબાદ મયંક અગ્રવાલ અને ચેતેશ્વર પુજારાએ ભારતને સારી શરૂઆત અપાવી છે. બીજા દિવસની રમત પૂરી થઈ ત્યારે ભારતે વિના વિકેટે 69 રન બનાવી લીધા છે. સ્ટમ્પ સમયે મયંક અગ્રવાલ 38 અને ચેતેશ્વર પુજારા 29 રન બનાવી અણનમ રહ્યા હતા. આ સાથે ભારતની કુલ લીડ 332 રન થઈ ગઈ છે. 

ન્યૂઝીલેન્ડની પ્રથમ ઈનિં, બેટરોનું ખરાબ પ્રદર્શન
ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજે ન્યૂઝીલેન્ડને બે શરૂઆતી ઝટકા આપ્યા હતા. વિલ યંગ 4 રનના સ્કોર પર તો કેપ્ટન ટોમ લાથમ માત્ર 10 રન બનાવી આઉટ થયા હતા. ત્યારબાદ સિરાજે અનુભવી રોસ ટેલરને 1 રન પર બોલ્ડ કરી ટીમને ત્રીજી સફળતા અપાવી હતી. અક્ષર પટેલે 8 રન પર ડેરિલ મિચેલને પેવેલિયન પરત મોકલી આપ્યો હતો. જયંત યાદવે રચિન રવિન્દ્રને 4 રનના સ્કોરે આઉટ કર્યો હતો. આર અશ્વિને બ્લંડેલને 8 અને સાઉદીને શૂન્ય રને આઉટ કર્યા હતા. ત્યારબાદ સમરવિલે પણ શૂન્ય રન બનાવી અશ્વિનનો શિકાર બન્યો હતો. અક્ષર પટેલે કાઇલ જેમિસનને 17 રને આઉટ કરી કીવીની ઈનિંગનો અંત કર્યો હતો. ભારત તરફથી અશ્વિને ચાર, સિરાજે ત્રણ, અક્ષર પટેલને બે તથા જયંત યાદવને એક સફળતા મળી હતી. 

આ પણ વાંચોઃ Rohit Sharma ઓપનર બનતા એક ઝટકામાં તબાહ થયું આ ખેલાડીઓનું કરિયર

ભારતે પ્રથમ ઈનિંગમાં બનાવ્યા 325 રન
ભારતે મયંક અગ્રવાલના 350 રનની મદદથી પ્રથમ ઈનિંગમાં 325 રન બનાવ્યા હતા. આ સિવાય અક્ષર પટેલે પણ 52 રન બનાવ્યા હતા. ન્યૂઝીલેન્ડ તરફથી એજાઝ પટેલે દમદાર પ્રદર્શન કરતા ઈતિહાસ રચી દીધો છે. તેણે ભારતીય ઈનિંગની 10 વિકેટ ઝડપી હતી. ભારતે આજે પોતાના પ્રથમ દિવસના સ્કોર 221/4થી આગળ રમવાનું શરૂ કર્યુ હતું. 

એજાઝ પટેલે ઈતિહાસ રચ્યો
એજાઝ પટેલે ટેસ્ટ ક્રિકેટમાં ઈતિહાસ રચ્યો છે. ટેસ્ટ ક્રિકેટમાં ઈતિહાસનું પુનરાવર્તન કરતા એજાઝ પટેલે એક ઈનિંગમાં સંપૂર્ણ 10 વિકેટ ઝડપી છે. ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં તે એક ઈનિંગમાં 10 વિકેટ લેનારો વિશ્વનો ત્રીજો બોલર બની ગયો છે. પટેલ પહેલા આ કરિશ્મા ટેસ્ટ ક્રિકેટમાં અનિલ કુંબલે અને ઈંગ્લેન્ડના જિમ લેકરે કર્યો હતો. કુંબલેએ 1999માં દિલ્હીના ફિરોઝ શાહ કોટલા મેદાનમાં પાકિસ્તાન સામે આ કારનામું કર્યું હતું. જ્યારે, ઇંગ્લેન્ડના જિમ લેકરે એક ઇનિંગમાં તમામ 10 વિકેટ લીધી હતી. 1956માં લેકરે ઓસ્ટ્રેલિયા સામે એક ઇનિંગમાં 10 વિકેટ લીધી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More