Home> Sports
Advertisement
Prev
Next

IND vs BAN: વાહ ટીમ ઈન્ડિયાના શેર! બાંગ્લાદેશની તોફાની બોલિંગ સામે અશ્વિને રાખી દેશની લાજ, જબરા ધોયા

India vs Bangladesh 1st Test: બાંગ્લાગદેશ વર્સિસ ઈન્ડિયાની ટેસ્ટ મેચના પહેલા દિવસે ટીમ ઈન્ડિયાની બેટિંગમાં ભલભલા મહારાથી ફ્લોપ જોવા મળ્યા. જેના બાદ ફેન્સનું ટેન્શન વધી ગયું છે. પરંતું અશ્વિને ટીમ ઈન્ડિયાની લાજ રાખી, અશ્વિન-જડ્ડુની જોડીએ બાંગ્લાદેશી બોલર્સની ધોલાઈ કરી
 

IND vs BAN: વાહ ટીમ ઈન્ડિયાના શેર! બાંગ્લાદેશની તોફાની બોલિંગ સામે અશ્વિને રાખી દેશની લાજ, જબરા ધોયા

India vs Bangladesh 1st Test: બાંગ્લાદેશની સામે ટીમ ઈન્ડિયાની બેટિંગમાં ભલભલા ક્રિકેટર્સ ફેલ જોવા મળ્યા. જેના બાદ ફેન્સનું ટશન અને ટેન્શન વધી ગયું છે. પરંતું અશ્વિને 7 મા નંબર પર બેટિંગ કરવા આવતાની સાથે જ બાંગ્લાદેશની ટીમને ઝટકો આપ્યો. બાંગ્લાદેશે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો, પહેલા સેશનમાં મેજબાન ટીમ પર ગાળિયો કસાયો. વિરાટ, રોહિત, ગિલ અને પંત જેવા દિગ્ગજોની વિકેટ બાદ બાંગ્લાદેશની ટીમ ગેલમાં આવી ગઈ હતી. પરંતુ અશ્વિન અને જાડેજાની બેટિંગે મહેમાન ટીમને દિવસે તારા બતાવી દીધા. 

 

અશ્વિનના ટેસ્ટ કરિયરની સૌથી બેસ્ટ સદી
અશ્વિને પોતાના ટેસ્ટ કરિયરની છઠ્ઠી સદી ફટકારી છે. આ પહેલા તેણે ભારતના જ મેદાનમાં ત્રણ સદી ફટકારી હતી. તેણે બાંગ્લાદેશની સામે 108 બોલમા સેન્ચ્યુરી પૂરી કરી અને પોતાના કરિયરની સૌથી બેસ્ટ સદી બનાવી છે. આ તેની ઝળહળતી સફળતા છે. ત્રીજા સેશનમાં જાડેજા અને અશ્વિનની સાથે જોડાદીરામાં બાંગ્લાદેશની હંફાવવા મજબૂર કરી દીધા. પહેલા દિવસે ખેલ ખત્મ થવા સુધી અશ્વિન 10 ચોગ્ગા અને 2 છગ્ગાને કારણે 102 ના સ્કોર પર કાયમ રહ્યાં. 

અમિતાભ બચ્ચનથી થઈ ગઈ એક ભૂલ, હાથ જોડીને મરાઠીઓની માંગી માફી, વીડિયોમાં કબૂલ્યું

સદીની નજીક પહોંચ્યો જાડેજા
અશ્વિનથી હટીને વાત કરીએ તો બીજી તરફ જાડેજાએ બાંગ્લાદેશનું ફીણ કાઢી નાંખ્યું હતું. દિવસ પૂરો થતા ભારતીય ટીમે 339 રન સ્કોર બોર્ડ પર બનાવ્યા હતા. અશ્વિન જાડેજાની ટીમે 195 રનની પાર્ટનરશિપ કરી હતી. બાકી બેટ્સમેનની વાત કરીએ તો, વિરાટ, રોહિત અને ગિલ જેવા સ્ટાર પણ લાંબી ઈનિંગ રમી શક્યાન હતા. કેએલ રાહુલ પણ ફ્લોપ સાબિત થયાહ તા. પંતે મિડલ ઓર્ડરમાં ઠીક ઠીક 39 રનની પારી રમીને પોતાનું યોગદાન આપ્યુ હતું. 

101મી મેચ યાદગાર બની
અશ્વિને ભારત માટે 100 ટેસ્ટ રમી છે. અશ્વિને બાંગ્લાદેશ સામેની 101મી ટેસ્ટને પોતાના માટે યાદગાર બનાવી છે. તેણે 100મી ટેસ્ટમાં પોતાના બોલથી અજાયબી કરી બતાવી. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે અશ્વિન તેની સદી બાદ બીજા દિવસે વધુ કેટલા રન બનાવે છે. બાંગ્લાદેશની ટીમ પણ અશ્વિનના બોલનો સામનો કરવા માટે પોતાનું હોમવર્ક કરશે.

ભૂખ લાગવા પર ફૂડ પેકેટ ખાનારા સાવધાન! 3601 કેમિકલ પેકેટમાંથી શરીરમાં જાય છે

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More