Home> Sports
Advertisement
Prev
Next

India vs Australia 2nd Test: આજથી બીજી ટેસ્ટ મેચ, ઓસ્ટ્રેલિયાને ખુબ સતાવી રહ્યો છે આ એક ડર

India vs Australia 2nd Test: ભારતીય ટીમ આજે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ બોર્ડર-ગાવસ્કર ટેસ્ટ સિરીઝની બીજી મેચ રમવા માટે મેદાનમાં ઉતરી છે.આ મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં સવારે 9.30 વાગે શરૂ થઈ. ટીમ ઈન્ડિયા સિરીઝનો પહેલો મુકાબલો શાનદાર રીતે જીતી હતી અને ઓસ્ટ્રેલિયાને એક ઈનિંગ અને 132 રનથી હરાવ્યું હતું. 

India vs Australia 2nd Test: આજથી બીજી ટેસ્ટ મેચ, ઓસ્ટ્રેલિયાને ખુબ સતાવી રહ્યો છે આ એક ડર

India vs Australia 2nd Test: ભારતીય ટીમ આજે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ બોર્ડર-ગાવસ્કર ટેસ્ટ સિરીઝની બીજી મેચ રમવા માટે મેદાનમાં ઉતરી છે.આ મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં સવારે 9.30 વાગે શરૂ થઈ. ટીમ ઈન્ડિયા સિરીઝનો પહેલો મુકાબલો શાનદાર રીતે જીતી હતી અને ઓસ્ટ્રેલિયાને એક ઈનિંગ અને 132 રનથી હરાવ્યું હતું. બીજી મેચ જીતીને ભારતીય ટીમ સિરીઝમાં 2-0ની મજબૂત લીડ મેળવવાના ઈરાદે આજે મેદાનમાં ઉતરી છે. આમ તો દિલ્હીનું આ મેદાન ઓસ્ટ્રેલિયા માટે કઈ બહું સારું રહ્યું નથી. કાંગારુ ટીમે અત્યાર સુધીમાં ભારતીય ટીમ વિરુદ્ધ 7 ટેસ્ટ મેચ રમી છે જેમાંથી ફક્ત એકમાં જીત મેળવી છે. 

ઓસ્ટ્રેલિયાએ ટોસ જીત્યો
ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનું પસંદ કર્યું છે. 

દિલ્હીમાં 54 વર્ષથી જીત્યું નથી ઓસ્ટ્રેલિયા
ઓસ્ટ્રેલિયાની ટીમને આ ખતરનાક રેકોર્ડ ખુબ સતાવી રહ્યો છે. હવે કાંગારુ ટીમ આ રેકોર્ડને તોડવા અને જીતવાના ઈરાદે મેદાનમાં ઉતરશે. જો કે આમાં ફતેહ મેળવવી એ કોઈ પડકારથી કમ નથી. ઓસ્ટ્રેલિયન ટીમે અહીં એકમાત્ર ટેસ્ટ મેચ નવેમ્બર 1969માં જીતી હતી. દિલ્હીના આ મેદાન પર  ભારતીય ટીમ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 10 વર્ષ બાદ ટક્કર થઈ રહી છે. આ અગાઉ માર્ચ 2013ના રોજ મેચ રમાઈ હતી. આ ટેસ્ટ મેચ ઈન્ડિયાએ 3 દિવસમાં જ પૂરી કરી અને ઓસ્ટ્રેલિયાને 6 વિકેટથી હરાવ્યું હતું. 

ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે મેચ રેકોર્ડ
કુલ ટેસ્ટ મેચ- 103
ભારતની જીત- 31
ઓસ્ટ્રેલિયાની જીત- 43
ડ્રો- 28

BCCI ની સામે ઝુકવા મજબૂર થયું પાકિસ્તાન, એશિયા કપનું આયોજન બહાર કરાવવા તૈયાર

રસ્તાની વચ્ચે બેઝબોલના બેટ સાથે પૃથ્વી શોની છોકરી સાથે ઝપાઝપી, વીડિયો સામે આવ્યો

નાની ઉંમરે માતા ગુમાવ્યા, પિતા પાસેથી શીખ્યો ક્રિકેટનો 'કક્કો', જાણો પુજારાની કહાની

પ્લેઈંગ 11માં થઈ શકે છે આ ફેરફાર
બીજી ટેસ્ટ માટે ભારતીય ટીમમાં એક ફેરફાર થઈ શકે છે. ઈજા બાદ પરત ફરેલા શ્રેયસ ઐય્યરને મિડલ ઓર્ડરમાં જગ્યા મળી શકે છે. ઐય્યર માટે સૂર્યકુમાર યાદવને બહાર બેસાડવામાં આવી શકે છે. આ ફેરફાર ઉપરાંત પ્લેઈંગ 11માં કોઈ બીજો ફેરફાર થાય તેવી આશા નથી. 

સંભવિત પ્લેઈંગ ઈલેવન

ભારતીય ટીમ- રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી, શ્રેયસ ઐય્યર, કે એસ ભરત (વિકેટકિપર), રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ

ઓસ્ટ્રેલિયાની ટીમ- ડેવિડ વોર્નર, ઉસ્માન ખ્વાજા, માર્નેસ લાબુશેન, સ્ટીવ સ્મિથ, પીટર હેન્ડસ્કોમ્બ, મેટ રેનશો/કેમરુન ગ્રીન, એલેક્સ કેરી (વિકેટ કિપર), પેટ કમિન્સ (કેપ્ટન), ટોડ મર્ફી, નાથન લિયોન, મિચેલ સ્ટાર્ક

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More