Home> Sports
Advertisement
Prev
Next

ACC U19 Asia Cup 2021: ટીમ ઈન્ડિયાને મળી ગયો ફ્યૂચરનો સ્ટાર! અન્ડર-19 એશિયા કપમાં સદી ફટકારી ભારતને અપાવી જીત

Harnoor Singh Century: ભારતીય અન્ડર-19 ટીમે એશિયા કપમાં વિજય સાથે પોતાના અભિયાનની શરૂઆત કરી છે. 

ACC U19 Asia Cup 2021: ટીમ ઈન્ડિયાને મળી ગયો ફ્યૂચરનો સ્ટાર! અન્ડર-19 એશિયા કપમાં સદી ફટકારી ભારતને અપાવી જીત

દુબઈઃ ACC U19 Asia Cup 2021 Harnoor Singh Century: અન્ડર-19 એશિયા કપ 2021ની પ્રથમ મેચમાં ભારતે યૂએઈને 154 રને પરાજય આપ્યો છે. ટીમ ઈન્ડિયાની જીતમાં હરનૂર સિંહની ભૂમિકા મહત્વની રહી. તેણે 106 બોલમાં સદી ફટકારી હતી. હરનૂર ભારતની અન્ડર-19ના દમદાર બેટરોમાંથી એક છે. તેણે આ પહેલા હાલમાં બાંગ્લાદેશ સામે 111 રન બનાવ્યા હતા. હરનૂર પોતાનું આ પ્રદર્શન જાળવી રાખશે તો તે ભારતની મુખ્ય ટીમમાં એન્ટ્રી કરી શકે છે. 

યૂએઈ વિરુદ્ધ રમાયેલી આ મેચમાં ટીમ ઈન્ડિયા પ્રથમ બેટિંગ કરવા ઉતરી હતી. આ દરમિયાન હરનૂર સિંહ અને અંગક્રિશ રઘુવંશી ઓપનિંગ કરવા આવ્યા હતા. રઘુવંશી માત્ર બે રન બનાવી આઉટ થયો હતો. પરંતુ હરનૂરે સદી ફટકારી હતી. આ ઈનિંગમાં તેણે 130 બોલનો સામનો કરતા 120 રન બનાવ્યા હતા. તેણે 11 ચોગ્ગા ફટકાર્યા હતા. હરનૂરની સાથે કેપ્ટન યશે 63 રન બનાવ્યા હતા. આ સાથે રાજવર્ધને 23 બોલમાં અણનમ 48 રન બનાવ્યા હતા. આ રીતે ભારતે 50 ઓવરમાં 5 વિકેટ ગુમાવી 282 રન બનાવ્યા હતા.

ભારતે આપેલા લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી યૂએઈની ટીમ 34.3 ઓવરમાં 128 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. યૂએઈ માટે સર્વાધિક 45 રન કાઈ સ્મિથે બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયા માટે ઘાતક બોલિંગ કરતા રાજવર્ધને ત્રણ વિકેટ ઝડપી હતી. તેણે 9 ઓવરમાં માત્ર 24 રન આપ્યા હતા. તો વિકીએ 7 રન આપી બે સફલતા મેળવી હતી. ગર્વ અને કોશલે પણ બે-બે વિકેટ ઝડપી હતી. 

આ પણ વાંચોઃ ENG Vs WI: વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ટી20 સિરીઝ માટે ઈંગ્લેન્ડની ટીમ જાહેર, બે નવા ખેલાડીઓને મળી તક  

હરનૂરના પ્રદર્શન પર નજર કરીએ તો તેણે હાલમાં બાંગ્લાદેશ વિરુદ્ધ શાનદાર પ્રદર્શન કર્યુ હતું. કોલકત્તામાં 29 નવેમ્બરે રમાયેલી મેચમાં હરનૂરે 136 બોલનો સામનો કરતા 111 રન બનાવ્યા હતા. તો 28 નવેમ્બરે ઈન્ડિયા એ અને ઈન્ડિયા બી વચ્ચે રમાયેલી મેચમાં પણ હરનૂરે 85 બોલનો સામનો કરતા 72 રન બનાવ્યા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More