Home> Sports
Advertisement
Prev
Next

ભારતે ફુટબોલ મેચમાં ઇરાક પર હાસિલ કરી ઐતિહાસિક જીત

ભારતની અન્ડર-16 ટીમે એક નવો ઈતિહાસ રચ્યો છે, કારણ કે કોઈપણ ઉંમર વર્ગમાં ભારતીય ટીમની ઈરાક વિરુદ્ધ કોઇપણ ટૂર્નામેન્ટમાં રમેલી મેચમાં ક્યારેય વિજય મેળવ્યો ન હતો. 

ભારતે ફુટબોલ મેચમાં ઇરાક પર હાસિલ કરી ઐતિહાસિક જીત

અમ્માનઃ ઇંજરી ટાઇમ પર ભુવનેશના ગોલની મદદથી ભારતીય અન્ડર-16 ટીમે વાફ અન્ડર-16 ચેમ્પિયનશિપમાં ડિફેન્ડિંગ એશિયન અન્ડર-16 ઇરાકને 1-0થી હરાવી દીધું. ભારતે શાનદાર પ્રદર્શન કર્યું અને ભુવનેશે અંતિમ ક્ષણોમાં ગોલ કર્યો. ભારતીય ફુટબોલ ટીમની કોઇપણ ઉંમર વર્ગમાં કોઇપણ ફોર્મેટમાં ઈરાક પર આ પ્રથમ વિજય છે. આ એક ભારતીય ટીમ દ્વારા ઈરાક વિરુદ્ધ રમાયેલી મેચમાં પ્રથમ જીત છે. આ કારણે ભારતીય અન્ડર-16 ટીમે એક નવો ઈતિહાસ રચી દીધો છે, કારણ કે કોઇપણ ઉંમર વર્ગમાં ભારતીય ટીમને ઈરાક વિરુદ્ધ કોઇપણ ટૂર્નામેન્ટમાં રમાયેલા મેચમાં જીત મળી ન હતી. 

આ મેચમાં ભારતીય ટીમે શરૂઆતથી જ ઈરાક પર દબાવ બનાવ્યો હતો. ઘણી તક મળી છતા સફળતા ન મળી. ઈરાકનું ડિફેન્સ મજબૂત હતું. તેવામાં ભારતીય ટીમના ખેલાડી ગિવસન, વિક્રમ, હરપ્રીત અને ગુરકીરતના પ્રયત્નોને સફળતા ન મળી. 

ડ્રો તરફ વધી રહેલા આ મેચનું પાસુ પલટવામાં ભુવનેશે મહત્વનૂ ભૂમિકા અદા કરી. ઇંજરી ટાઇમમાં ભુવનેશે હેડરથી ગોલ કરીને ભારતને 1-0થી વિજય અપાવ્યો. 

આ જીત પર અન્ડર-16 કોચ બિબિયાનોએ કહ્યું, આ જીત તમામ ભારતીય કોચોને સમર્પિત કરુ છું જેણે એઆઈએફએફ એકેડમી અને રાષ્ટ્રીય ટીમમાં આવ્યા પહેલા આ ખેલાડીઓને ટ્રેનિંગ આપી. અમારે પોતા વર વિશ્વાસ કરવાનું શિખવું પડશે. ટીમના સમર્થકો અને પ્રશંસકોનો આભાર વ્યક્ત કરુ છું. 

અંતિમ વાર બંન્ને ટીમોનો સામનો નેપાલમાં એએફસી અન્ડર-16 ક્વોલિફાયરમાં થયો હતો અને આ મેચ ગોલવિહોણો ડ્રો રહ્યો હતો. કોચે કહ્યું, અમને ખ્યાલ હતો કે અમે ગોલ કરવાની નજીક છીએ. હું ઈચ્છતો હતો કે ખેલાડી અંત સુધી હાર ન માને અને રણનીતિનો અમલ કરે. તેમણે તે જ કર્યું. 

તેમણે કહ્યું, અમારા મગજમાં એએફસી અન્ડર-16 ચેમ્પિયનશિપ છે અને અમે તે દિશામાં આગળ વધી રહ્યાં છીએ. દુવા કરીએ છીએ કે આ ખેલાડીઓ ઈજાથી બચેલા રહે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More