Home> Sports
Advertisement
Prev
Next

ન્યૂઝીલેન્ડનો પ્રવાસ પડકારજનક પરંતુ હું તૈયારઃ રોહિત શર્મા

ટીમ ઈન્ડિયાના નવા ટેસ્ટ ઓપનિંગ બેટ્સમેન અને સીનિયર ખેલાડી રોહિત શર્માએ કહ્યું કે, ચોક્કસપણે ભારતનો ન્યૂઝીલેન્ડ પ્રવાસ પડકારજનક હશે. પરંતુ તેને પોતાની રમત પર વિશ્વાસ છે અને લાલ નવા બોલથી પોતાને સાબિત કરવા તૈયાર છે. 

ન્યૂઝીલેન્ડનો પ્રવાસ પડકારજનક પરંતુ હું તૈયારઃ રોહિત શર્મા

નવી દિલ્હીઃ રોહિત શર્માને દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ પ્રથમવાર ટેસ્ટ ઓપનર તરીકે તક મળી અને તેણે પોતાને સાબિત કર્યો હતો. હવે ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વનડે સિરીઝ બાદ ન્યૂઝીલેન્ડના પ્રવાસ પર જવાનું છે. આ પ્રવાસ પર ભારતીય ટીમે બે ટેસ્ટ મેચોની સિરીઝ પણ રમવાની છે, જે ફેબ્રુઆરીમાં વેલિંગ્ટન અને ક્રાઇસ્ટચર્ચમાં રમાશે. લાલ બોલની ક્રિકેટમાં ન્યૂઝીલેન્ડમાં રોહિત શર્માએ ટિમ સાઉદી, ટ્રેન્ટ બોલ્ટ, મેટ હેનરી અને નીલ વેગનર જેવા બોલરોનો સામનો કરવાનો છે. 

રોહિત શર્માનું કહેવું છે કે, આ બોલર પોતાના ઘરેલૂ મેદાન પર વધુ ઘાતક સાબિત થાય છે અને ન્યૂઝીલેન્ડ ક્રિકેટ રમવા માટે સરળ જગ્યા નથી. પાછલી ટેસ્ટ સિરીઝમાં અમને 0-1થી હાર મળી હતી, પરંતુ અમે કીવી ટીમને સારી ટક્કર આપી હતી. આ વખતે અમારી ટીમનું બોલિંગ આક્રમણ પહેલાથી અલગ છે અને અમને તેનો લાભ મળશે. 

ન્યૂઝીલેન્ડમાં કોઈ ટેસ્ટ સિરીઝમાં પ્રથમવાર રોહિત શર્મા ભારતીય ઓપનર તરીકે મેદાન પર ઉતરશે. આ વિશે તેણે કહ્યું કે, વ્યક્તિગત રીતે મારા માટે આ પ્રવાસ પડકારજનક હોવાનો છે. મારે નવા બોલનો સામનો કરવો પડશે અને તે સરળ નથી કારણ કે ન્યૂઝીલેન્ડની પિચ પર બોલ ભારતના મુકાબલે વધુ સીમ અને સ્વિંગ કરે છે. તેણે ભારતીય પિચો વિશે વાત કરતા કહ્યું કે, હવે અહીંની પિચો પણ પહેલા કરતા બદલાઇ ગઈ છે. ભારતમાં પણ નવા બોલનો સામનો કરવો આસાન નથી. ભારતની બહાર તો તે વધુ મુશ્કેલ હોય છે. 

વનડે, ટી20 અને ટી10 છે તો ટેસ્ટ સાથે છેડછાડ શા માટેઃ સચિન તેંડુલકર

રોહિતે દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ભારતમાં પાછલા વર્ષે રમાયેલી ત્રણ મેચોની ટેસ્ટ સિરીઝ વિશે વાત કરતા કહ્યું કે, જ્યારે અમે દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ 3 ટેસ્ટ મેચની સિરીઝ રમી રહ્યાં હતા અને મેં આ પહેલા ક્યારેય ભારતમાં બોલ એટલો સ્વિંગ થતાં જોયો નથી, જેટલો તે પુણે ટેસ્ટમાં ઘુમી રહ્યો હતો. રાંચીમાં (રોહિતે બેવડી સદી ફટકારી) પણ અમે થોડા સમયમાં ત્રણ ખેલાડી ગુમાવી દીધા હતા. તો ન્યૂઝીલેન્ડમાં ટીમને મારી પાસે શું આશા હશે હું તેના વિશે જાણું છું. હું ત્યાં 2014માં રમી ચુક્યો છું અને ત્યાંની પરિસ્થિતિ અસર હોતી નથી. 

રોહિતે કહ્યું કે, છેલ્લા વર્ષોમાં મારૂ પ્રદર્શન શાનદાર રહ્યું જે સારી વાત છે, પરંતુ અમારા માટે દરેક સિરીઝ મહત્વની છે અને અમારો પ્રયત્ન રહે છે કે અમે સિરીઝમાં જીત મેળવીએ. મારૂ વ્યક્તિગત પ્રદર્શન ટીમથી વધીને નથી અને હવે હું મારી રમતને પહેલાથી વધુ સારી રીતે સમજુ છું. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More