Home> Sports
Advertisement
Prev
Next

NZ ની સામે ટેસ્ટ સિરીઝ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત, અજિંક્ય રહાણે સંભાળશે ટીમની કમાન

બીસીસીઆઇ (BCCI) તરફથી ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે બે મેચની હોમ ટેસ્ટ સીરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. ઓલ ઇન્ડિયા સીનિયર સિલેક્શન કમિટીએ આ ટેસ્ટ સિરીઝ માટે 16 ખેલાડીઓનું સિલેક્શન કર્યું છે

NZ ની સામે ટેસ્ટ સિરીઝ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત, અજિંક્ય રહાણે સંભાળશે ટીમની કમાન

નવી દિલ્હી: બીસીસીઆઇ (BCCI) તરફથી ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે બે મેચની હોમ ટેસ્ટ સીરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. ઓલ ઇન્ડિયા સીનિયર સિલેક્શન કમિટીએ આ ટેસ્ટ સિરીઝ માટે 16 ખેલાડીઓનું સિલેક્શન કર્યું છે. ઓલ ઈન્ડિયા સિનિયર સિલેક્શન કમિટીએ આ ટેસ્ટ સિરીઝ માટે 16 ખેલાડીઓની રાહ જોઈ છે. આ સીરીઝની પ્રથમ ટેસ્ટમાં અજિંક્ય રહાણે ટીમની કમાન સંભાળશે. જ્યારે ચેતેશ્વર પૂજારા વાઇસ કેપ્ટન હશે. આ સાથે જ કેપ્ટન વિરાટ કોહલી બીજી ટેસ્ટ માટે ટીમમાં વાપસી કરશે.

આ ટેસ્ટ સીરીઝ માટે રિદ્ધિમાન સાહાને વિકેટકીપર બેટ્સમેન તરીકે પસંદ કરવામાં આવ્યો છે. જ્યારે બેકઅપ વિકેટકીપર તરીકે કેએસ ભરતે ટીમ ઇન્ડિયામાં જગ્યા બનાવી છે. ત્યારે રોહિત શર્મા (Rohit Sharma) ઉપરાંત બીસીસીઆઇ (BCCI) એ રિષભ પંત (Rishabh Pant) , મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ અને શાર્દુલ ઠાકુરને પણ આરામ આપ્યો છે.

ન્યુઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટ માટે ટીમ ઈન્ડિયાઃ
અજિંક્ય રહાણે (કેપ્ટન), કેએલ રાહુલ, ચેતેશ્વર પુજારા (વાઈસ-કેપ્ટન), શુભમન ગિલ, શ્રેયસ ઐયર, રિદ્ધિમાન સાહા, કેએસ ભરત, રવીન્દ્ર જાડેજા, આર અશ્વિન, અક્ષર પટેલ, જયંત યાદવ, ઈશાંત શર્મા, ઉમેશ યાદવ, મોહમ્મદ સિરાજ, પ્રસિધ્ધ કૃષ્ણા.

ન્યુઝીલેન્ડ સામેની બીજી ટેસ્ટ માટે ટીમ ઈન્ડિયાઃ
વિરાટ કોહલી (કેપ્ટન), કેએલ રાહુલ, ચેતેશ્વર પુજારા, અજિંક્ય રહાણે (વાઈસ-કેપ્ટન), શુભમન ગિલ, શ્રેયસ ઐયર, રિદ્ધિમાન સાહા, કેએસ ભરત, રવીન્દ્ર જાડેજા, આર અશ્વિન, અક્ષર પટેલ, જયંત યાદવ, ઈશાંત શર્મા, ઉમેશ યાદવ, શ્રેયસ અય્યર. મોહમ્મદ સિરાજ, પ્રસિધ્ધ કૃષ્ણા.

નોંધનીય છે કે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે સીરીઝની પ્રથમ મેચ 25 નવેમ્બરે કાનપુરમાં રમાશે, જ્યારે બીજી ટેસ્ટ મેચ 3 ડિસેમ્બરે મુંબઈમાં રમાશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More