Home> Sports
Advertisement
Prev
Next

IND vs PAK: અમદાવાદમાં રમાનાર વર્લ્ડ કપની ભારત-પાકિસ્તાનની મેચ અંગે મોટા અપડેટ, બદલાશે તારીખ!, જાણો કારણ

વનડે વિશ્વ કપમાં કટ્ટર હરિફ એવા ભારત અને પાકિસ્તાન વચ્ચે અમદાવાદમાં 15 ઓક્ટોબરે રમાનારી મેચ રિશેડ્યૂલ થઈ શકે છે. ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) આ બ્લોકબસ્ટર મેચની તારીખ બદલવા પર ગંભીરતાથી વિચારી રહ્યું છે.

IND vs PAK: અમદાવાદમાં રમાનાર વર્લ્ડ કપની ભારત-પાકિસ્તાનની મેચ અંગે મોટા અપડેટ, બદલાશે તારીખ!, જાણો કારણ

વનડે વિશ્વ કપમાં કટ્ટર હરિફ એવા ભારત અને પાકિસ્તાન વચ્ચે અમદાવાદમાં 15 ઓક્ટોબરે રમાનારી મેચ રિશેડ્યૂલ થઈ શકે છે. ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) આ બ્લોકબસ્ટર મેચની તારીખ બદલવા પર ગંભીરતાથી વિચારી રહ્યું છે. વાત જાણે એમ છે કે 15 ઓક્ટોબરથી નવરાત્રિ શરૂ થઈ રહી છે. અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં નવરાત્રિ દરમિયાન  ભવ્ય રાસ ગરબાનું આયોજન થાય છે. આવામાં સુરક્ષા એજન્સીઓએ બીસીસીઆઈને કાર્યક્રમમાં ફેરફાર કરવાની સલાહ આપી છે. 

જો મેચની તારીખ બદલાય તો આ એવા ફેન્સ માટે મોટો ઝટકો હશે જેમણે ફ્લાઈટ અને હોટલ રૂમ બુકિંગ પહેલેથી  કરાવી રાખ્યા છે. ભારત-પાકિસ્તાનની બ્લોકબસ્ટર મેચ જોવા માટે દુનિયાભરથી ફેન ખુણે ખુણે પહોંચે છે. આ દરમિયાન બ્રોડકાસ્ટર્સની પણ ચાંદી  થઈ જાય છે કારણ કે ટીઆરપી આકાશે આંબે છે. 

નવરાત્રિમાં સુરક્ષા મોટો મામલો
બીસીસીઆઈના એક ટોચના અધિકારીએ પોતાનું નામ ન જણાવવાની શરતે ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું કે અમને સુરક્ષા  એજન્સીઓએ જણાવ્યું છે કે ભારત-પાકિસ્તાન જેવાી હાઈ પ્રોફાઈલ મેચ માટે લાખો લોકો અમદાવાદ પહોંચવાના છે. આવામાં નવરાત્રિના કારણે તેને આગળ વધારવામાં આવી શકે છે. અમે અમારી પાસે રહેલા તમામ વિકલ્પો પર વિચરા કરી રહ્યા છે અને જલદી નિર્ણય લેવામાં આવશે. 

અન્ય મેચ ઉપર પણ પડશે ફરક
ગત મહિનાના અંતમાં જ્યારે ICC એ વિશ્વ કપ કાર્યક્રમની જાહેરાત કરી તો એક લાખની ક્ષમતાવાળા નરેન્દ્ર મોદી સ્ટેડિયમને ચાર મોટી મેચની મેજબાની મળી જેમાં ન્યૂઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ વચ્ચે ટુર્નામેન્ટનો ઓપનિંગ મુકાબલો, ભારત વિરુદ્ધ પાકિસ્તાન, ઈંગ્લેન્ડ વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા, અને ફાઈનલ મેચ  સામેલ છે. 10 શહેરોમાં થનારા વર્લ્ડ કપની સેમીફાઈનલ મેચ મુંબઈ અને કોલકાતામાં રમાશે. 

બધી હોટલ પહેલેથી બુક
મીડિયા રિપોર્ટ્સ મુજબ મોટાભાગની હોટલ અડધા  ઓક્ટોબર સુધી બુક થઈ ચૂકી છે. એટલે સુધી કે હોમ સ્ટે જેવા વિકલ્પ પણ લગભગ ખતમ થઈ ચૂક્યા છે. હવાઈ ભાડામાં પણ વધારો થાય તેવી પૂરી શક્યતા છે. જો ભારત-પાકિસ્તાન મેચ બીજી તારીખે શિફ્ટ થાય તો મોટા પાયે ટિકિટ અને રૂમ કેન્સલ થશે અને જબરદસ્ત બુકિંગની પણ શક્યતા છે. 

બોર્ડની બેઠક
આ બધા વચ્ચે મંગળવારે રાતે બીસીસીઆઈ સચિવ જય શાહે વિશ્વ કપ મેચોની મેજબાની કરનારા સંઘોની 27 જુલાઈના રોજ નવી દિલ્હી ખાતે એક બેઠક બોલાવી છે. એવું માનવામાં આવી રહ્યું છે કે આ બેઠકમાં બોર્ડના સભ્યોને અમદાવાદની આજુબાજુ સુરક્ષા ચિંતાઓથી અવગત કરવામાં આવી શકે છે. અને મેચ માટે એક નવી તારીખને અંતિમ સ્વરૂપ આપવામાં આવી શકે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More