Home> Sports
Advertisement
Prev
Next

પ્રથમવાર ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં રમાશે ઈન્ડિયા ઓપન


બેડમિન્ટનની પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટ ઈન્ડિયા ઓપનર આ વખતે ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં રમાશે. 
 

પ્રથમવાર ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં રમાશે ઈન્ડિયા ઓપન

નવી દિલ્હીઃ બેડમિન્ટનની પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટ ઈન્ડિયા ઓપન આ વખતે ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં આયોજીત થશે. આ ટૂર્નામેન્ટની 9મી સિઝન છે. વર્લ્ડ ટૂર સુપર 500 બેડમિન્ટન ટૂર્નામેન્ટ અહીં 26 માર્ચથી 31 માર્ચ સુધી રમાશે. 

સાડા ત્રણ લાખ અમેરિકી ડોલર ઈનામી રકમવાળી આ ટૂર્નામેન્ટની છેલ્લી આઠ સિઝનનું આયોજન નવી દિલ્હી સિરી ફોર્ટ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષમાં આયોજન થતું રહ્યું છે. ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં આ પહેલા 1982 એશિયન ગેમ્સનું આયોજન થઈ ચુક્યું છે અને આ સિવાય અહીં મહિલા વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપનું પણ આયોજન થઈ ચુક્યું છે. આ બેડમિન્ટન ટૂર્નામેન્ટના તમામ મેચોનું અહીં સ્થિત કેડી જાધવ ઈન્ડોર હોલમાં આયોજન થશે. 

વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More