Home> Sports
Advertisement
Prev
Next

અન્ડર-19 વિશ્વકપની ફાઇનલમાં પહોંચ્યું ભારત, દિગ્ગજોએ સોશિયલ મીડિયા પર આપી શુભેચ્છા


દિગ્ગજ વીવીએસ લક્ષ્મણ, વીરેન્દ્ર સહેવાગ, મોહમ્મદ કેફ સિવાય કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને પૂર્વ બીસીસીઆઈ અધ્યક્ષ અનુરાગ ઠાકુરે પણ યુવા ટીમને શુભેચ્છા આપી છે. 

અન્ડર-19 વિશ્વકપની ફાઇનલમાં પહોંચ્યું ભારત, દિગ્ગજોએ સોશિયલ મીડિયા પર આપી શુભેચ્છા

પોચેસ્ત્ર (દક્ષિણ આફ્રિકા): ભારતીય ટીમે દમદાર પ્રદર્શનની મદદથી પાકિસ્તાનને સેમિફાઇનલમાં 10 વિકેટથી હરાવીને મંગળવારે અન્ડર-19 વિશ્વકપની ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. ઓપનર યશસ્વી જયસ્વાલે સદી (105*) ફટકાર્યા અને દિવ્યાંશ સક્સેનાએ પણ અણનમ 59 રનની ઈનિંગ રમી હતી. આ જીત બાદ દિગ્ગજ હસ્તિઓએ ભારતીય ટીમને શુભેચ્છા આપી છે. 

ભારતીય ટીમ સતત ત્રીજીવાર અન્ડર-19 વિશ્વકપની ફાઇનલમાં પહોંચી છે. ભારતીય બોલરોએ પહેલા પાકિસ્તાનને 172 રનમાં સમેટી દીધું હતું. ત્યારબાદ માત્ર 35.2 ઓરમાં 176 રન બનાવીને જીત હાસિલ કરી હતી. 

દિગ્ગજ ક્રિકેટર વીવીએસ લક્ષ્મણે લખ્યું, 'યુવા યશસ્વી જયસ્વાલને જોઈને સારૂ લાગ્યું, બોલિંગે પણ વિપક્ષી ટીમને શિકંજો કસ્યો. ભારત માટે વધુ એક આસાન જીત અને ફાઇનલમાં ફાઇનલ માટે શુભકામનાઓ.'

પોતાની આગેવાનીમાં ભારતને અન્ડર-19 વિશ્વકપ ચેમ્પિયન બનાવી ચુકેલ મોહમ્મદ કેફે લખ્યું, 'યશસ્વી ભવઃ. વર્ષ 2014થી અત્યાર સુધી પાકિસ્તાન વિરુદ્ધ સતત 5મી જીત. શુભેચ્છા ટીમ ઈન્ડિયા.'

પૂર્વ વિસ્ફોટક ઓપનર વીરેન્દ્ર સહેવાગે લખ્યું, 'હવે તો આદત બની ગઈ છે.'

 

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે લખ્યું, 'ભારતીય ટીમ ત્રીજીવાર ફાઇનલમાં પહોંચી, સિરીઝમાં ટીમનું શાનદાર પ્રદર્શન. તિરંગાને ઉંચો રાખવા માટે યુવાઓને શુભેચ્છા.'

કેન્દ્રીય મંત્રી અને પૂર્વ બીસીસીઆઈ અધ્યક્ષ અનુરાગ ઠાકુરે પણ ભારતીય ટીમને શુભેચ્છા આપી છે. 

બીસીસીઆઈના સચિવ જય શાહે પણ ટ્વીટ કરીને ટીમને અભિનંદન આપ્યા છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More