Home> Sports
Advertisement
Prev
Next

ભારતની પાસે ઈતિહાસ રચવાની તક, ફાઇનલમાં ચાર વખતની ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા સામે ટક્કર


સેમિફાઇનલમાં ભારતનો સામનો ઈંગ્લેન્ડની ટીમ સામે થવાનો હતો, પરંતુ વરસાદને કારણે મેચ રદ્દ કરવી પડી અને લીગ મેચમાં સારા પોઈન્ટના આધાર પર ભારતીય ટીમને ફાઇનલની ટિકિટ મળી હતી. 
 

ભારતની પાસે ઈતિહાસ રચવાની તક, ફાઇનલમાં ચાર વખતની ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા સામે ટક્કર

નવી દિલ્હીઃ ICC Womens T20 Wrold Cup 2020 India vs Australia: આઈસીસી ટી20 વિશ્વકપની ફાઇનલ મેચમાં ભારતીય ટીમનો સામનો ચાર વખતની ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા સામે થશે. કાંગારૂ ટીમે સેમિફાઇનલ મેચમાં દક્ષિણ આફ્રિકાને હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી છે. હવે પ્રથમવાર ફાઇનલમાં પહોંચનારી ભારતીય ટીમે પ્રથમવાર ટાઇટલ જીતવા માટે કાંગારૂ ટીમનો સામનો કરવો પડશે. આ ટૂર્નામેન્ટનો ફાઇનલ મુકાબલો 8 માર્ચે મેલબોર્નમાં રમાશે. ભારત અત્યાર સુધી ક્યારેય ટાઇટલ જીતી શક્યું નથી, પરંતુ ટીમ પાસે આ વખતે ઈતિહાસ રચવાની તક છે. 

સેમિફાઇનલમાં ભારતનો સામનો ઈંગ્લેન્ડની ટીમ સામે થવાનો હતો, પરંતુ વરસાદને કારણે મેચ રદ્દ કરવી પડી અને લીગ મેચમાં સારા પોઈન્ટના આધાર પર ભારતીય ટીમને ફાઇનલની ટિકિટ મળી હતી. આ પ્રથમ તક છે જ્યારે આ ટૂર્નામેન્ટના ઈતિહાસમાં ભારતીય ટીમ ફાઇનલમાં પહોંચી છે. મહિલા વિશ્વકપ ટૂર્નામેન્ટમાં આ પહેલા ભારતીય ટીમ ત્રણવાર સેમિફાઇનલમાં પહોંચી હતી, પરંતુ તેની સફર ત્યાં સમાપ્ત થઈ ગઈ હતી. ભારતીય ટીમ વર્ષ 2009, 2010 અને 2018માં સેમિફાઇનલ સુધી પહોંચી હતી. 

કાંગારૂ ટીમે સેમિફાઇનલ મેચમાં દક્ષિણ આફ્રિકાને ડકવર્થ-લુઈસ નિયમના આધાર પર 5 રને પરાજય આપ્યો હતો. મહિલા વિશ્વકપના ઈતિહાસમાં આ ટીમ છઠ્ઠીવાર ફાઇનલમાં પહોંચી છે. કાંગારૂ ટીમે ચાર વખત વિશ્વકપનું ટાઇટલ જીત્યું છે જ્યારે એકવાર ટીમ રનર અપ રહી હતી. ઓસ્ટ્રેલિયાએ વર્ષ 2010, 2012, 2014, 2018માં ટાઇટલ પોતાના નામે કર્યું હતું જ્યારે વર્ષ 2016માં આ ટીમે વેસ્ટ ઈન્ડિઝના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો. મહિલા વિશ્વકપની શરૂઆત વર્ષ 2009માં થઈ હતી અને પ્રથમવાર ઈંગ્લેન્ડની ટીમે ટાઇટલ જીત્યું હતું. 

અત્યાર સુધી મહિલા વિશ્વકપ જીતનારી ટીમો
2009 - ઇંગ્લેન્ડ

2010 - ઓસ્ટેલિયા

2012 - ઓસ્ટેલિયા

2014- ઓસ્ટેલિયા

2016- વેસ્ટ ઇન્ડીઝ

2018 - ઓસ્ટેલિયા

મહિલા ટી20 વિશ્વકપની ફાઇનલમાં કઈ-કઈ ટીમો વચ્ચે ટક્કર (Women's T20WC Finals)

2009 - ઇંગ્લેન્ડ વિ ન્યૂઝીલેન્ડ

2010 - ઓસ્ટેલિયા વિ ન્યુઝીલેન્ડ

2012 - ઓસ્ટેલિયા વિ ઇંગ્લેંડ

2014 - ઓસ્ટેલિયા વિ ઇંગ્લેંડ

2016 - ઓસ્ટ્રેલિયા વિ વેસ્ટ ઇન્ડીઝ

2018 - ઓસ્ટેલિયા વિ ઇંગ્લેંડ

2020 - ઓસ્ટેલિયા વિ ભારત

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More