Home> Sports
Advertisement
Prev
Next

IND vs ZIM: ત્રીજી ટી20 મેચમાં ભારતનો 23 રને વિજય, ગિલની શાનદાર અડધી સદી

IND vs ZIM: ભારતે ત્રીજી ટી20 મેચમાં ઝિમ્બાબ્વેને 23 રને હરાવ્યું છે. ટીમ ઈન્ડિયાએ સિરીઝમાં 2-1ની લીડ મેળવી લીધી છે. ભારત તરફથી કેપ્ટન ગિલ અને ગાયકવાડે શાનદાર બેટિંગ કરી હતી. 

IND vs ZIM: ત્રીજી ટી20 મેચમાં ભારતનો 23 રને વિજય, ગિલની શાનદાર અડધી સદી

હરારેઃ ભારતીય ટીમે ઝિમ્બાબ્વે વિરુદ્ધ ટી10 સિરીઝની પ્રથમ મેચ હાર્યા બાદ શાનદાર વાપસી કરી છે. ટીમ ઈન્ડિયાએ બીજી મેચમાં 100 રને જીત મેળવી હતી. હવે 5 મેચની સિરીઝના ત્રીજા મુકાબલામાં ભારતને 23 રને જીત મળી છે. ટોસ જીત્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ભારતે શુભમન ગિલની અડધી સદીની મદદથી ભારતે 4 વિકેટે 182 રન ફટકાર્યા હતા. જવાબમાં ઝિમ્બાબ્વેએ એક સમયે 5 વિકેટ 39 રન પર ગુમાવી દીધી હતી. ત્યારબાદ વાપસી કરતા ટીમે 6 વિકેટ પર 158 રન બનાવ્યા હતા. આ જીતથી ભારતે સિરીઝમાં 2-1ની લીડ મેળવી લીધી છે. ભારતીય બોલરોએ અંતિમ 10 ઓવરમાં 99 રન ફટકારી દીધા હતા. 

ગિલ બે મોટી ભાગીદારી બનાવી
ઓપનિંગ બેટર શુભમન ગિલે 49 બોલમાં સાત ચોગ્ગા અને ત્રણ સિક્સની મદદથી 66 રનની ઈનિંગ રમવા સિવાય યશસ્વી જાયસ્વાલ (36) ની સાથે પ્રથમ વિકેટ માટે 67 રન જ્યારે ગાયકવાડ (49) ની સાથે ત્રીજી વિકેટ માટે 62 રનની ભાગીદારી કરી ટીમને મજબૂત સ્કોર સુધી પહોંચાડી હતી. ઝિમ્બાબ્વે તરફથી કેપ્ટન સિકંદર રઝાએ 24 જ્યારે બ્લેસિંગ મુઝરબાનીએ 25 રન આપી બે-બે વિકેટ લીધી હતી. 

આ પણ વાંચો- ગૌતમ ગંભીરના હેડ કોચ બનતા જ આ 3 ખેલાડીઓ ટીમ ઈન્ડિયામાં થઈ શકે છે બહાર!

પાવરપ્લેમાં ન પડી કોઈ વિકેટ
ગિલ અને જયસ્વાલની સાથે પાવરપ્લેમાં વિના વિકેટ ગુમાવી 55 રન બનાવી ટીમને શાનદાર શરૂઆત અપાવી હતી. જયસ્વાલ ઓફ સ્પિનર બ્રાયન બેનેટની પ્રથમ ઓવરમાં બે ચોગ્ગા અને એક સિક્સ ફટકારી જ્યારે ગિલે આગામી ઓવરમાં રિચર્ડ નગારવાને બે ફોર અને એક સિક્સ ફટકારી હતી. જયસ્વાલે ફાસ્ટ બોલર તેંડઈ ચતારાની ઓવરમાં સતત બે ચોગ્ગા અને એક સિક્સ ફટકારી હતી. 

ત્રીજા નંબર પર ઉતર્યો અભિષેક ફેલ
પાછલી મેચમાં સદી ફટકારનાર અભિષેક શર્મા માત્ર 10 રન બનાવ્યા બાદ આઉટ થઈ ગયો હતો. ગિલ અને ગાયકવાડે ત્યારબાદ ઈનિંગને આગળ વધારી હતી. ગિલે ચતારાની ઓવરમાં ચોગ્ગા સાથે 36 બોલમાં અડધી સદી પૂરી કરી હતી. ગિલ અને ગાયકવાડે 17મી ઓવરમાં રઝા સામે સિક્સ ફટકારી હતી. ગિલ મુઝરબાનીની ઓવરમાં રઝાના હાથે કેચઆઉટ થયો હતો. ગાયકવાડ અંતિમ ઓવરમાં માધેવેરેને કેચ આપી 1 રને અડધી સદી ચૂકી ગયો હતો. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More