Home> Sports
Advertisement
Prev
Next

IND Vs WI: ચહલના વાવાઝોડામાં ઉડી ગયું વેસ્ટઇંડીઝ ભારતને ફક્ત 177 રનનો ટાર્ગેટ

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ત્રણ મેચની વનડે સિરીઝની પ્રથમ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચમાં ટીમ ઈન્ડિયાએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતીય બોલરોએ રોહિત શર્માના આ નિર્ણયને સાચો સાબિત કર્યો છે.

IND Vs WI: ચહલના વાવાઝોડામાં ઉડી ગયું વેસ્ટઇંડીઝ ભારતને ફક્ત 177 રનનો ટાર્ગેટ

નવી દિલ્હીઃ ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ત્રણ મેચની વનડે સિરીઝની પ્રથમ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચમાં ટીમ ઈન્ડિયાએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતીય બોલરોએ રોહિત શર્માના આ નિર્ણયને સાચો સાબિત કર્યો છે. આ મેચમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમ માત્ર 176 રનમાં સમેટાઈ ગઈ હતી.

ભારતીય બોલરોએ કર્યું શાનદાર પ્રદર્શન
ભારતીય બોલરોએ મેચની શરૂઆતથી જ શાનદાર રમત બતાવી હતી. પહેલા મોહમ્મદ સિરાજે ભારતને પ્રારંભિક સફળતા અપાવી હતી. તેણે શાઈ હોપને પેવેલિયનનો રસ્તો બતાવ્યો. તો બીજી તરફ વોશિંગ્ટન સુંદરે તેની એક ઓવરમાં બે વિકેટ ઝડપી હતી. ભારતીય પીચો હંમેશા સ્પિનરોને સપોર્ટ કરે છે. એવામાં યુઝવેન્દ્ર ચહલે તબાહી મચાવી અને શાનદાર બોલિંગનો નમૂનો રજૂ કર્યો. તેણે સતત બે બોલમાં બે વિકેટ ઝડપી હતી, પરંતુ તેની હેટ્રિક થઈ શકી નહોતી. ચહલ માટે આ મેચ અત્યાર સુધી શાનદાર રહી છે અને તેણે કુલ 4 વિકેટ પોતાના નામે કરી છે. આ સાથે જ સુંદરને 3 વિકેટ મળી હતી. આ સિવાય પ્રખ્યાત કૃષ્ણાને પણ બે વિકેટ મળી હતી. વેસ્ટ ઈન્ડિઝ તરફથી જેસન હોલ્ડરે સૌથી વધુ રન બનાવ્યા હતા. હોલ્ડરે આ મેચમાં 57 રનની ઇનિંગ રમી હતી.

Ind Vs WI: 1000 વન-ડે રમનારો પહેલો દેશ ભારત, જાણો મેચની સદીની સફર, ક્યાં મળી જીત-કોણ રહ્યું કેપ્ટન?

વેસ્ટ ઈન્ડિઝની શરૂઆત ખરાબ રહી
વેસ્ટ ઈન્ડિઝની ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી, તેનો ઓપનર શાઈ હોપ 8 રન બનાવીને જ મોહમ્મદ સિરાજનો શિકાર બન્યો હતો. બ્રેન્ડન કિંગે 13 રન બનાવ્યા હતા. ડેરેન બ્રાવોએ 18 રન બનાવ્યા, વોશિંગ્ટન સુંદરે તેને પેવેલિયનનો રસ્તો બતાવ્યો. ચહલે સતત બે બોલમાં બે વિકેટ લઈને વેસ્ટ ઈન્ડિઝના બેટિંગ ઓર્ડરની કમર તોડી નાખી હતી. તેણે બ્રુક્સ (12) અને નિકોલસ પૂરન (18)ની વિકેટ લીધી હતી. કેપ્ટન કિરોન પોલાર્ડ એકપણ રન બનાવ્યા વગર પેવેલિયન પરત ફર્યો હતો. પ્રખ્યાત કૃષ્ણાએ અકીલ હુસેનને બરતરફ કર્યો. હુસેન કોઈ રન બનાવી શક્યો નહોતો.

આ સ્ટાર ખેલાડીનું થયું ડેબ્યુ
રોહિત શર્માએ લાંબા સમય બાદ ટીમ ઈન્ડિયામાં સામેલ દીપક હુડાને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કર્યો છે. દીપકે ટીમ ઈન્ડિયા માટે ડેબ્યુ કર્યું છે. તેણે ઘરેલુ ક્રિકેટમાં શાનદાર રમતનો નજારો રજૂ કર્યો છે. તે પાંચમા નંબર પર બેટિંગ કરી શકે છે.

પિતાના મોત બાદ માસૂમ બાળકોને રેસ્ટોરેન્ટ ભાડુ ચૂકવવાના ફાંફા, Anand Mahindra એ આ રીતે કરી મદદ

ઓપનિંગ જોડી પહેલેથી જ નક્કી
ભારતીય ટીમની ઓપનિંગ જોડી પહેલેથી જ નક્કી છે. ટીમ ઈન્ડિયાના ઘણા સ્ટાર ખેલાડીઓ કોરોના પોઝિટિવ થઈ ગયા હતા. એવામાં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રોહિત શર્મા સાથે બેટિંગ કરનાર ઈશાન કિશન બેટિંગ કરશે. સાઉથ આફ્રિકા પ્રવાસમાં ભારતીય મિડલ ઓર્ડર ખરાબ રીતે નિષ્ફળ રહ્યો હતો, તેથી જો ટીમ ઈન્ડિયા આ મેચ જીતવા માંગે છે તો મિડલ ઓર્ડરે તાકાત બતાવવી પડશે. સુપરસ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી પ્રથમ વખત રોહિત શર્માની કેપ્ટન્સીમાં રમશે.

ખાસ હશે 1000મી વનડે
ટીમ ઈન્ડિયા માટે 1000મી ODI ખૂબ જ ખાસ બની રહેશે. ભારતે તેની પ્રથમ વનડે 1974માં ઈંગ્લેન્ડ સામે રમી હતી. 48 વર્ષના ODI ઈતિહાસમાં મેન ઇન બ્લુએ બે વર્લ્ડ કપ (1983, 2011) જીત્યા હતા. ટીમે 2000 અને 2013માં ICC ચેમ્પિયન્સ ટ્રોફી પર પણ કબજો કર્યો હતો. ભારતીય ટીમની હજારો ODI મેચોના માર્ગમાં ઘણી શાનદાર ક્ષણો આવી, જ્યારે મહેન્દ્ર સિંહ ધોનીએ છગ્ગો ફટકારીને ભારતને વર્લ્ડ ચેમ્પિયન બનાવ્યું. તે યાદ આજે પણ ચાહકોના મનમાં તાજી છે.

બંને ટીમો:
ભારત-
રોહિત શર્મા (કેપ્ટન), ઈશાન કિશન, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત (વિકેટકીપર), દીપક હુડા, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ સિરાજ, યુઝવેન્દ્ર ચહલ, પ્રશાંત કૃષ્ણ, વોશિંગ્ટન સુંદર.

વેસ્ટ ઈન્ડિઝ - બ્રાન્ડોન કિંગ, શાઈ હોપ (વિકેટ કિપર), શમર બ્રૂક્સ, ડેરેન બ્રાવો, નિકોલસ પૂરન, કિરોન પોલાર્ડ (કેપ્ટન), જેસન હોલ્ડર, ફેબિયન એલન, અલઝારી જોસેફ, કેમાર રોચ, અકીલ હોસેન.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More