Home> Sports
Advertisement
Prev
Next

IND vs SA: વનડે સીરીઝમાં હાર સાથે થઇ ભારતની શરૂઆત, દક્ષિણ આફ્રીકાએ આપી માત

ભારત અને દક્ષિણ આફ્રિકા (India vs South Africa) વચ્ચેની પ્રથમ વનડે મેચમાં યજમાન પ્રોટિયાઝ ટીમનો વિજય થયો છે. કેએલ રાહુલની કેપ્શનશિપ (KL Rahul) માં ટીમ ઈન્ડિયા સારી શરૂઆત કરવા છતાં પાછળ રહી ગઈ હતી.

IND vs SA: વનડે સીરીઝમાં હાર સાથે થઇ ભારતની શરૂઆત, દક્ષિણ આફ્રીકાએ આપી માત

નવી દિલ્હીઃ ભારત અને દક્ષિણ આફ્રિકા (India vs South Africa) વચ્ચેની પ્રથમ વનડે મેચમાં યજમાન પ્રોટિયાઝ ટીમનો વિજય થયો છે. કેએલ રાહુલની કેપ્શનશિપ (KL Rahul) માં ટીમ ઈન્ડિયા સારી શરૂઆત કરવા છતાં પાછળ રહી ગઈ હતી.

પાર્લમાં ભારતની કારમી હાર
પાર્લ શહેરના બોલેન્ડ પાર્ક (Boland Park) ખાતે રમાયેલી આ વન-ડે મેચમાં દક્ષિણ આફ્રિકા (South Africa) એ ટીમ ઈન્ડિયા (Team India) ને 31 રને હરાવીને 3 મેચની શ્રેણીમાં 1-0થી સરસાઈ મેળવી.
fallbacks

સારી શરૂઆત છતાં ટીમ ઈન્ડિયા પાછળ રહી ગઇ
ટીમ ઈન્ડિયાને જીતવા માટે 297 રનનો ટાર્ગેટ મળ્યો હતો, પરંતુ 'કેએલ રાહુલ એન્ડ કંપની' 50 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 265 રન જ બનાવી શકી હતી. શિખર ધવને (Shikhar Dhawan) 84 બોલમાં 79 રનની ઇનિંગ રમીને શાનદાર શરૂઆત કરી હતી. તેની સાથે રમતા વિરાટ કોહલી (Virat Kohli) એ પણ 52 રન ઉમેર્યા હતા. ત્યારબાદ ભારતીય ટીમના ખેલાડી એક પછી એક  પેવેલિયન ભેગા થતા જોવા મળ્યા હતા. ત્યારબાદ શાર્દુલ ઠાકુરે મુશ્કેલ પરિસ્થિતિમાં અણનમ 50 રન બનાવ્યા પરંતુ તે જીત માટે પુરતા ન હતા. 

ટેમ્બા બાવુમા દ્વારા શાનદાર સદી
દક્ષિણ આફ્રિકાના કેપ્ટન ટેમ્બા બાવુમાએ સૌથી વધુ 110 રન બનાવ્યા છે. તેમને વાઇસ કેપ્ટન જસપ્રિત બુમરાહે પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. તેમનો મજબૂત બેટ્સમેન રાસી વેઈન ડ્યુસેને સારો સાથ નિભાવ્યો હતો. તેણે તોફાની સદી પણ ફટકારી હતી. વિકેટ કીપર બેટ્સમેન ક્વિન્ટન ડી કોક 27 રન બનાવીને જાદુઈ બોલર રવિચંદ્રન અશ્વિનનો શિકાર બન્યો હતો. એડન માર્કરામ વેંકટેશ અય્યરના સીધા થ્રો પર આઉટ થયો હતો. તેણે 4 રન બનાવ્યા હતા. જે મલાન 4 રન બનાવી આઉટ થયો હતો. રાસી વેન ડુસેને 129 રન બનાવ્યા હતા અને ડેવિડ મિલર પણ 2 રન બનાવીને અણનમ રહ્યો હતો.
fallbacks

બુમરાહની શાનદાર બોલિંગ
મેચમાં ભારતીય વાઇસ કેપ્ટન જસપ્રિત બુમરાહે શાનદાર રમત રમતો જોવા મળ્યો હતો. તેણે 10 ઓવરમાં 47 રન આપીને 2 વિકેટ લીધી હતી. તે સિવાય જાદુઈ સ્પિનર ​​રવિચંદ્રન અશ્વિને 10 ઓવરના ક્વોટામાં 53 રન આપીને 1 વિકેટ લીધી હતી. આ ઉપરાંત કોઈ બોલર વિકેટ મેળવી શક્યો નહોતો. ભુવનેશ્વર કુમાર ઘણો મોંઘો સાબિત થયો, તેણે 10 ઓવરમાં 64 રન આપ્યા અને એકપણ વિકેટ મેળવી શક્યો હતો.

બંને દેશોની ટીમો:
ભારત
- કેએલ રાહુલ (કેપ્ટન), શિખર ધવન, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, ઋષભ પંત, વેંકટેશ ઐયર, રવિચંદ્રન અશ્વિન, શાર્દુલ ઠાકુર, ભુવનેશ્વર કુમાર, યુઝવેન્દ્ર ચહલ, જસપ્રિત બુમરાહ.

દક્ષિણ આફ્રિકા - ક્વિન્ટન ડી કોક, જે. મલાન, એડન મર્કરમ, આર. વી. દુસેન, તેંમ્બા બાવુમા (કેપ્ટન), ડેવિડ મિલર, એ. ફેલલ્યુકવાઓ, માર્કો જેન્સન, કેશવ મહારાજ, ટી. શમ્સી, લુંગી નગિદી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More