Home> Sports
Advertisement
Prev
Next

IND vs PAK: પાકિસ્તાની બેટ્સમેને વિશ્વકપમાં મચાવ્યો છે કોહરામ, 150ની એવરેજથી ઠોક્યા રન, ભારત બચ્યું

Mohammad Rizwan: વર્લ્ડ કપ 2023ની મહત્વની મેચમાં પાકિસ્તાન ટીમ ઈન્ડિયાનો સામનો કરી રહ્યું છે. બંને ટીમોએ પોતાની શરૂઆતની બંને મેચ જીતી છે. દરમિયાન, પાકિસ્તાનના બેટ્સમેનોએ સતત ત્રીજી મેચમાં શાનદાર ઇનિંગ રમી હતી, પરંતુ ટીમ મુશ્કેલીમાં છે.

IND vs PAK: પાકિસ્તાની બેટ્સમેને વિશ્વકપમાં મચાવ્યો છે કોહરામ, 150ની એવરેજથી ઠોક્યા રન, ભારત બચ્યું

India Vs Pakistan Cricket Match: વર્લ્ડ કપ 2023ની મેચમાં પાકિસ્તાને ભારત સામે સારી શરૂઆત કરી હતી, પરંતુ તે પછી ટીમનું સૂરસૂરિયું થઈ ગયું હતું. આ મેચમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પાકિસ્તાનની ટીમ 43મી ઓવરમાં 191 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. આ રીતે ટીમ ઈન્ડિયાને મેચ જીતવા માટે 192 રન બનાવવાના છે. 

IND vs PAK: અમદાવાદમાં ભારતે પાકિસ્તાનને ધૂળ ચટાવી, વિશ્વકપમાં સતત આઠમીવાર હરાવ્યું

ઓપનર બેટ્સમેન અબ્દુલ્લા શફીકે 20 રન અને ઈમામ ઉલ હકે 36 રન બનાવ્યા હતા. 73 રનમાં 2 વિકેટ પડી ગયા બાદ કેપ્ટન બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાને ટીમની કમાન સંભાળી હતી. બંનેએ અડધી સદીની ભાગીદારી કરી હતી. રિઝવાનની વાત કરીએ તો તેણે વર્લ્ડ કપમાં સતત ત્રીજી મેચમાં શાનદાર ઇનિંગ રમી હતી. તેણે છેલ્લી 4 વનડેમાં 167ની એવરેજથી 334થી વધુ રન બનાવ્યા છે. બાબર આઝમે ODIના ઈતિહાસમાં પ્રથમ વખત ટીમ ઈન્ડિયા સામે 50થી વધુ રન બનાવ્યા હતા.

ગુજરાતમાં ભારે વરસાદ, છતાં આ જિલ્લામાં લોકો તરસ્યા! માત્ર ત્રણ ડેમ છલકાયા, 10 ખાલીખમ

પાકિસ્તાને ટીમ ઈન્ડિયા સામે સારી શરૂઆત કરી હતી. અબ્દુલ્લા શફીક અને ઇમામ ઉલ હકે પ્રથમ વિકેટ માટે 8 ઓવરમાં 41 રન જોડ્યા હતા. મોહમ્મદ સિરાજે શફીકને LBW આઉટ કર્યો હતો. તેણે 24 બોલમાં 20 રન બનાવ્યા હતા. આ પછી હાર્દિક પંડ્યાએ 36 રનના સ્કોર પર ઈમામ ઉલ હકને વિકેટકીપર કેએલ રાહુલના હાથે કેચ કરાવ્યો. 73 રનમાં 2 વિકેટ પડી ગયા બાદ બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાને ત્રીજી વિકેટ માટે 82 રન જોડ્યા અને સ્કોર 150 રનથી આગળ લઈ ગયા હતા. બાબર 58 બોલમાં 50 રન બનાવીને સિરાજના હાથે બોલ્ડ થયો હતો. બાબર આઝમની ભારત સામેની ODIમાં આ પ્રથમ અડધી સદી છે. આ પછી ટીમ લડખડાઈ અને સ્કોર 7 વિકેટે 171 રન થઈ ગયો.

ભારતની ઐતિહાસિક જીત : પાકિસ્તાનનો 8મી વાર પરાજય, વિશ્વકપમાં જીતનાં સપનાં રોળાયા

રિઝવાનની બીજી શાનદાર ઇનિંગ્સ
વિકેટકીપર બેટ્સમેન મોહમ્મદ રિઝવાનની વાત કરીએ તો તેણે વર્લ્ડ કપ 2023ની સતત ત્રીજી મેચમાં સારી ઇનિંગ રમી હતી. તેણે નેધરલેન્ડ સામે 68 રન બનાવ્યા હતા. આ પછી તેણે શ્રીલંકા સામે 123 બોલમાં અણનમ 131 રન બનાવ્યા અને ટીમને શાનદાર જીત અપાવી. હવે ટીમ ઈન્ડિયા સામે 69 બોલમાં 49 રન બનાવ્યા. જેમાં 7 ચોગ્ગા ફટકાર્યા હતા. આ પહેલા તેણે એશિયા કપમાં શ્રીલંકા સામે સુપર-4 મેચમાં અણનમ 86 રન બનાવ્યા હતા, પરંતુ પાકિસ્તાન આ મેચ હારી ગયું હતું. એટલું જ નહીં, ટીમ ફાઇનલમાં પણ જગ્યા બનાવી શકી ન હતી.

પાકિસ્તાન આ બે બોલથી બરબાદ થઈ ગયું, જસપ્રીત બુમરાહનો મેજિક સ્પેલ ઈતિહાસમાં રેકોર્ડ

મોહમ્મદ રિઝવાનના ODI રેકોર્ડની વાત કરીએ તો તેણે 68 મેચની 62 ઇનિંગ્સમાં 40ની એવરેજથી 1941 રન બનાવ્યા છે. તેણે 3 સદી અને 13 અડધી સદી ફટકારી છે. 131 રન અણનમ શ્રેષ્ઠ પ્રદર્શન છે. ODI વર્લ્ડ કપના રેકોર્ડની વાત કરીએ તો પાકિસ્તાનની ટીમ ક્યારેય ટીમ ઈન્ડિયાને હરાવી શકી નથી. ભારતીય ટીમે તમામ સાત મેચ જીતી છે. વર્લ્ડ કપમાં બંને વચ્ચે આ 8મી ટક્કર છે. આવી સ્થિતિમાં રોહિત શર્માની નજર સતત 8મી જીત પર છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More