Home> Sports
Advertisement
Prev
Next

IND vs NZ WTC Final: ત્રીજા દિવસની રમત પૂરી, ન્યૂઝીલેન્ડ 101/2, કોનવેએ ફટકારી અડધી સદી

India vs New Zealand ICC WTC Final Live Cricket Score: સાઉથમ્પ્ટનમાં ખરાબ વાતાવરણ વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ રમાઇ રહી છે. મેચનો આજે ત્રીજો દિવસ છે. 

IND vs NZ WTC Final: ત્રીજા દિવસની રમત પૂરી, ન્યૂઝીલેન્ડ 101/2, કોનવેએ ફટકારી અડધી સદી

સાઉથમ્પ્ટનઃ આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલમાં ભારત અને ન્યૂઝીલેન્ડની ટીમ આમને-સામને છે. ન્યૂઝીલેન્ડે ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે. ભારતીય ટીમના તમામ બેટ્સમેનો ફ્લોપ રહ્યાં છે. ટીમ માત્ર 217 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ છે. જેના જવાબમાં ન્યૂઝીલેન્ડે પ્રથમ ઈનિંગમાં બે વિકેટે 101 રન બનાવી લીધા છે. કેન વિલિયમસન 12 અને રોસ ટેલર શૂન્ય રને ક્રિઝ પર છે. ભારત તરફથી અશ્વિન અને ઈશાંતને એક એક સફળતા મળી છે. 

ખરાબ હવામાનને કારણે ત્રીજા દિવસની રમત પૂરી
મેચના છેલ્લા સત્રમાં ખરાબ પ્રકાશને કારણે દિવસના સમાપ્તિ કરવામાં આવી હતી. ન્યૂઝીલેન્ડને બન્ને ઓપનરોએ શાનદાર શરૂઆત અપાવી હતી. ટોમ લાથમ 30 અને ડેવોન કોનવે 54 રન બનાવી આઉટ થયા છે. દિવસના અંતે ન્યૂઝીલેન્ડનો સ્કોર 2 વિકેટે 101 રન છે.

ભારતને મળી મોટી સફળતા
ભારતને ઈશાંત શર્માએ મોટી સફળતા મળી છે. ડેવોન કોનવે 54 રન બનાવી આઉટ થયો છે. ન્યૂઝીલેન્ડે 101 રનના સ્કોર પર બીજી વિકેટ ગુમાવી છે. 

ન્યૂઝીલેન્ડનો સ્કોર 100ને પાર
ન્યૂઝીલેન્ડે શાનદાર બેટિંગ કરતા પોતાનો સ્કોર 100ને પાર પહોંચાડી દીધો છે. ડેવોન કોનવે અને કેન વિલિયમસન ક્રિઝ પર છે. 

ઐતિહાસિક મેચમાં ડેવોન કોનવેની અડધી સદી
ન્યૂઝીલેન્ડના ઓપનિંગ બેડ્સમેન ડેવોન કોનવેએ પોતાની અડધી સદી પૂરી કરી છે. તેણે 137 બોલમાં 6 ચોગ્ગા સાથે પોતાની અડધી સદી પૂરી કરી છે. ડેવોન કોનવેએ પોતાના ટેસ્ટ કરિયરની સતત ત્રીજી મેચમાં અડધી સદી ફટકારી છે. જેમાં તે એક બેવડી સદી પણ ફટકારી ચુક્યો છે. 

ભારતને મળી પ્રથમ સફળતા
આખરે ભારતને આર અશ્વિને પ્રથમ સફળતા અપાવી છે. ટોમ લાથમ 30 રન બનાવી કેચ આઉટ થયો છે. ન્યૂઝીલેન્ડે 70 રનના સ્કોર પર પ્રથમ વિકેટ ગુમાવી છે. 

ટી સમયે ન્યૂઝીલેન્ડનો સ્કોર 36/0
ન્યૂઝીલેન્ડે ધીમી શરૂઆત કરી છે. ટીમે ટી સમયે વિના વિકેટે 36 રન બનાવી લીધા છે. ટોમ લાથમ 17 અને ડેવોન કોનવે 18 રન બનાવી ક્રિઝ પર છે. 

ભારતીય ટીમ ઓલઆઉટ
આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ભારતીય ટીમ પ્રથમ બેટિંગ કરતા માત્ર 217 રનમાં ઓલઆઉટ થઈ ગઈ છે. ન્યૂઝીલેન્ડ તરફથી કાઇલ જેમિન્સને પાંચ વિકેટ ઝડપી છે. આ સિવાય ટ્રેન્ડ બોલ્ટ અને નીલ વેગનરને બે-બે વિકેટ અને સાઉદીને એક સફળતા મળી છે. ભારતીય ટીમ તરફથી રહાણેએ સૌથી વધુ 49 રન બનાવ્યા છે. 

ભારતને એક ઓવરમાં લાગ્યા બે ઝટકો
લંચ બાદ ભારતને એક ઓવરમાં બે ઝટકા લાગ્યા છે. કાઇલ જેમિન્સને બે બોલમાં ઇશાંત શર્મા અને જસપ્રીત બુમરાહને આઉટ કરી પોતાની 5 વિકેટ પૂરી કરી છે. 

ત્રીજા દિવસે લંચ સમયે ભારતનો સ્કોર 211/7
ત્રીજા દિવસનું પ્રથમ સત્ર ન્યૂઝીલેન્ડના નામે રહ્યું છે. ન્યૂઝીલેન્ડે આ સત્રમાં માત્ર 65 રન આપી ચાર વિકેટ ઝડપી છે. ટીમનો સ્કોર 7 વિકેટે 211 રન છે. રવિન્દ્ર જાડેજા 15 અને ઈશાંત શર્મા 2 રન બનાવી ક્રિઝ પર છે. 

ભારતે ગુમાવી સાતમી વિકેટ
ન્યૂઝીલેન્ડે આજે શાનદાર બોલિંગ કરી છે. ટીમ સાઉદીએ આર અશ્વિનને આઉટ કરી ભારતને સાતમો ઝટકો આપ્યો છે. અશ્વિન 22 રન બનાવી આઉટ થયો છે. ભારતીય ટીમ મુશ્કેલીમાં છે. 

અજિંક્ય રહાણે અડધી સદી ચુક્યો
ભારતીય ટીમ મુશ્કેલીમાં જોવા મળી રહી છે. અજિંક્ય રહાણે 49 રન બનાવી નીલ વેગનરનો શિકાર બન્યો છે. ભારતે પ્રથમ સેશનમાં ત્રીણ વિકેટ ગુમાવી દીધી છે. ટીમનો સ્કોર 182 રન છે. 

કાઇલ જેમિન્સનને મળી ત્રીજી સફળતા
ન્યૂઝીલેન્ડના સ્ટાર બોલર કાઇલ જેમિન્સનને ત્રીજી સફળતા મળી છે. તેણે આજે વિરાટ કોહલી બાદ રિષભ પંત (4)ને પેવેલિયન પરત મોકલી ભારતને પાંચમો ઝટકો આપ્યો છે. 

ત્રીજા દિવસે ભારતને લાગ્યો ઝટકો
ત્રીજા દિવસે મેચ શરૂ થવાની સાથે ન્યૂઝીલેન્ડની ટીમને મોટી સફળતા મળી છે. કેપ્ટન વિરાટ કોહલી માત્ર 44 રન બનાવી કાઇલ જેમિન્સનનો શિકાર બન્યો છે. 

ભારતે બીજા દિવસે ગુમાવી ત્રણ વિકેટ
ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમને ઓપનર રોહિત શર્મા અને શુભમન ગિલે શાનદાર શરૂઆત અપાવી હતી. બન્નેએ પ્રથમ વિકેટ માટે 62 રનની ભાગીદારી કરી હતી. રોહિત શર્મા 34 રન બનાવી જેમિન્સનનો શિકાર બન્યો હતો. ત્યારબાદ ગિલ 28ને વેગનરે પેવેલિયન પરત મોકલી આપ્યો હતો. ચેતેશ્વર પુજારા 8 રન બનાવી બોલ્ટનો શિકાર બન્યો હતો. 

ખરાબ પ્રકાશની મેચ પર અસર
ભારતીય ટીમે 3 વિકેટે 146 રન બનાવી લીધા છે. વિરાટ કોહલી 44 અને રહાણે 29 રન બનાવી ક્રિઝ પર છે. ખરાબ પ્રકાશને કારણે મેચ અત્યાર સુધી ત્રણ વખત રોકવામાં આવી છે. 

ટી સમયે ભારતનો સ્કોર 120/3
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલના બીજા દિવસે ટી સમયે ભારતે 3 વિકેટે 120 રન બનાવ્યા છે. વિરાટ કોહલી 35 અને રહાણે 13 રન બનાવી ક્રિઝ પર છે. રોહિત શર્મા 34, શુભમન ગિલ 28 અને પુજારા 8 રન બનાવી આઉટ થયા છે. 

ભારતના 100 રન પુરા
ભારતીય ટીમે 47 ઓવરમાં ત્રણ વિકેટે પોતાનો 100 રન પુરા કર્યા છે. લંચ બાદ બીજા સત્રમાં ભારતની બેટિંગ ધીમી રહી છે. હવે ટીમની જવાબદારી કેપ્ટન વિરાટ કોહલી અને વાઇસ કેપ્ટન અજિંક્ય રહાણે પર છે. 

ચેતેશ્વર પુજારા આઉટ
ટ્રેન્ટ બોલ્ટે ભારતને ત્રીજો ઝટકો આપ્યો છે. ચેતેશ્વર પુજારા માત્ર 8 રન બનાવી બોલ્ટનો શિકાર બન્યો છે. ભારતે 88 રનના સ્કોરે ત્રીજી વિકેટ ગુમાવી છે. 

લંચ સમયે ભારત 69/2
પ્રથમ દિવસે લંચ સમયે ભારતે બે વિકેટે 69 રન બનાવ્યા છે. શુભમન ગિલ 28 અને રોહિત શર્મા 34 રન બનાવી આઉટ થયા છે. ન્યૂઝીલેન્ડ તરફથી જેમિન્સન અને નીલ વેગનરે એક-એક વિકેટ ઝડપી છે. 

નીલ વેગનરને મળી સફળતા
પોતાની પ્રથમ ઓવર ફેંકવા આવેલા નિલ વેગનરે શુભમન ગિલ (28) ને આઉટ કરી ન્યૂઝીલેન્ડને પ્રથમ સફળતા અપાવી હતી. આમ ભારતના બન્ને ઓનપર સેટ થયા બાદ આઉટ થઈ ગયા હતા. 

રોહિત શર્મા આઉટ
ભારતીય ટીમને રોહિત શર્માના રૂપમાં પ્રથમ ઝટકો લાગ્યો છે. રોહિત 34 રન બનાવી કાઇલ જેમિન્સનનો શિકાર બન્યો છે. રોહિત અને ગિલે સારી શરૂઆત અપાવતા પ્રથમ વિકેટ માે 62 રનની ભાગીદારી કરી હતી. 

ભારતનો સ્કોર 50ને પાર
મુશ્કેલ સ્થિતિમાં બેટિંગ કરવા ઉતરેલા રોહિત શર્મા અને શુભમન ગિલે ટીમને શાનદાર શરૂઆત અપાવી છે. બન્નેએ 17.1 ઓવરમાં ટીમનો સ્કોર 50ને પાર પહોંચાડી દીધો છે. રોહિત 29 અને ગિલ 27 રન બનાવી બેટિંગ કરી રહ્યાં છે. 

ભારતીય ટીમઃ શુભમન ગિલ, રોહિત શર્મા, વિરાટ કોહલી, ચેતેશ્વર પુજારા, અજિંક્ય રહાણે, રિષભ પંત, રવિન્દ્ર જાડેજા, આર અશ્વિન, ઈશાંત શર્મા, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ.

ન્યૂઝીલેન્ડઃ ટોમ લાથમ, ડેવોન કોનવે, કેન વિલિયમસન, રોસ ટેલર, હેનરી નિકોલસ, બીજે વોટલિંગ, કોલિન ડિ ગ્રાન્ડહોમ, કાઇલ જેમિન્સન, ટીમ સાઉદી, નીલ વેગનર, ટ્રેન્ટ બોલ્ટ.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More