Home> Sports
Advertisement
Prev
Next

IND vs ENG: ગુરૂવારે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પ્રથમ ટી20, જાણો પિચ અને હવામાનની સ્થિતિ

England vs India: સાઉથ્મ્પ્ટનના રોઝ બાઉલ મેદાન પર અત્યાર સુધી કુલ 9 ટી20 મુકાબલા રમાયા છે. જેમાં પ્રથમ બેટિંગ કરનારી ટીમને 5 વાર તો બીજી બેટિંગ કરનારી ટીમ ચાર વખત જીતી છે. 

IND vs ENG: ગુરૂવારે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પ્રથમ ટી20, જાણો પિચ અને હવામાનની સ્થિતિ

નવી દિલ્હીઃ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રણ ટી20 મેચની સિરીઝનો પ્રથમ મુકાબલો ગુરૂવાર, 7 જુલાઈએ રમાશે. આ મેચ સાઉથેમ્પ્ટનના રોઝ બાઉલમાં રાત્રે 10.30 કલાકે શરૂ થશે. આ મેચ માટે ભારતીય ટીમે તૈયારી કરી લીધી છે. ટી20 સિરીઝમાં ફરી રોહિત શર્મા ટીમની કમાન સંભાળશે. આવો જાણીએ પિચનો મિજાજ કેવો હશે અને મેચ દરમિયાન હવામાન કેવું રહેવાનું છે. 

પિચ રિપોર્ટ
સાઉથેમ્પ્ટનના ધ રોઝ બાઉલ  (The Rose Bowl, Southampton) મેદાન પર અત્યાર સુધી કુલ 9 ટી20 મુકાબલા રમાયા છે. તેમાં પ્રથમ બેટિંગ કરનારી ટીમે 5 તો બીજી બેટિંગ કરનારી ટીમે ચાર મેચ જીતી છે. આ મેદાન પર પ્રથમ બેટિંગનો એવરેજ સ્કોર 168 અને બીજી ઈનિંગનો 143 રન છે. અહીંની પિચ બેટિંગ માટે અનુકૂળ છે. ટોસ જીતનાર કેપ્ટન પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લઈ શકે છે. તેવામાં મોટો સ્કોર બનાવી વિપક્ષી ટીમ પર દબાવ બનાવી શકાય. 

હવામાનની સ્થિતિ
સાઉથમ્પ્ટનમાં ગુરૂવારે વરસાદની સંભાવના ઓછી છે. હવામાન વેબસાઇટના રિપોર્ટ પ્રમાણે 7 જુલાઈએ 46 ટકા વાદળો છવાયેલા રહેશે. 39 કિમીની ઝડપે પવન ફૂંકાશે. ગુરૂત્તમ તાપમાન 24 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી સેલ્સિયસ રહેશે. તો સાંજે વાદળો છવાયેલા રહેશે. 

આ પણ વાંચોઃ WI vs IND: વેસ્ટ ઈન્ડિઝ સામે વનડે સિરીઝ માટે ભારતીય ટીમ જાહેર, શિખર ધવન કેપ્ટન

બંને ટીમ આ પ્રકારે છે
ભારતઃ રોહિત શર્મા (કેપ્ટન), રાહુલ ત્રિપાઠી, રુતુરાજ ગાયકવાડ, સૂર્યકુમાર યાદવ, અક્ષર પટેલ, દીપક હુડ્ડા, હાર્દિક પંડ્યા, વેંકટેશ અય્યર, દિનેશ કાર્તિક, ઈશાન કિશન, સંજૂ સેમનસ, અર્શદીપ સિંહ, આવેશ ખાન, ભુવનેશ્વર કુમાર, હર્ષલ પટેલ, રવિ બિશ્નોઈ, ઉમરાન મલિક, યુઝવેન્દ્ર ચહલય

ઈંગ્લેન્ડઃ જોસ બટલર, ડેવિડ મલાન, હેરી બ્રુક, જેસન રોય, લિયામ લિવિંગસ્ટોન, મોઇન અલી, સેમ કરન, ફીલ સોલ્ટ, ક્રિસ જોર્ડન, ડેવિડ વિલી, મેટ પાર્કિસન, રીસ ટોપ્લે, રિચર્ડ ગ્લીસન, ટાઇમલ મિલ્સ.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More