Home> Sports
Advertisement
Prev
Next

IND vs BAN: શાકિબ પર પ્રતિબંધ લાગતા બાંગ્લાદેશની ટીમ બદલાઇ, આ ખેલાડી બન્યો કેપ્ટન

ભારત અને બાંગ્લાદેશની વચ્ચે 3 નવેમ્બરથી યોજાનાર ટી-20 સીરીઝ પહેલા ટીમના પૂર્વ ઘોષિત કેપ્ટન શાકિબ અલ હસન પર બે વર્ષ માટે પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આ કારણે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડને આ સીરીઝ માટે નવા કેપ્ટનની પસંદગી કરવી પડી છે

IND vs BAN: શાકિબ પર પ્રતિબંધ લાગતા બાંગ્લાદેશની ટીમ બદલાઇ, આ ખેલાડી બન્યો કેપ્ટન

ઢાંકા: ભારત અને બાંગ્લાદેશની વચ્ચે 3 નવેમ્બરથી યોજાનાર ટી-20 સીરીઝ પહેલા ટીમના પૂર્વ ઘોષિત કેપ્ટન શાકિબ અલ હસન પર બે વર્ષ માટે પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આ કારણે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડને આ સીરીઝ માટે નવા કેપ્ટનની પસંદગી કરવી પડી છે. હવે આ જવાબદારી મેહમુદુલ્લાને સોંપવામાં આવી છે. ત્યારે મોમિનુલ હકને ટેસ્ટ ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે.

આ પણ વાંચો:- સ્ટાર બોલર જસપ્રીત બુમરાહે શેર કરી તસવીર, કેપ્શનમાં લખ્યું- Coming soon

આ છે ટીમમાં ફેરફાર
બીસીબીએ આ નિર્ણય ત્યારે લીધો જ્યારે આઇસીસીએ શાકિબ અલ હસન પર બે વર્ષનો પ્રતિબંધ લગાવ્યો છે. ભારત પ્રવાસ માટે હવે શાકિબની જગ્યાએ તૈજુલ ઇસ્લામને ટેસ્ટ અને ટી-20માં સામેલ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ઈજાગ્રસ્ત મોહમ્મદ સૈફુદીનની જગ્યાએ અબુ હૈદર રોની અને ખાનગી કારણોથી પ્રવાસથી પોતાનું નામ પરત લેનાર ઓપનર તમીમ ઇકબાલની જગ્યાએ મોહમ્મદ મિથુનને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. ફાસ્ટ બોલર મુસ્તાફિઝુર રહેમાને પણ ટેસ્ટ ટીમમાં વાપસી કરી છે.

આ પણ વાંચો:- બાંગ્લાદેશ વિરુદ્ધ કોલકત્તામાં ભારત રમશે પોતાની પ્રથમ ડે-નાઇટ ટેસ્ટ

આ માટે નારાઝ હતી આઇસીસી
શાકિબને લાગેલા આ પ્રતિબંધમાં એક વર્ષનું સસ્પેન્શન સામેલ છે. એક બુકીએ મેચ ફિક્સિંગ માટે શાકિબથી સંપર્ક સાધ્યો હતો. પરંતુ શાકિબે તેની જાણકારી આઇસીસીને આપી ન હતી. આઇસીસી બુકીની જાણકારી સંતાડવાને લઇને નારાજ હતી અને તેમણે બીસીબીથી કહ્યું હતું કે, તે શાકિબને અભ્યાસથી દૂર રાખો. આઇસીસીએ ત્યારબાદ શાકિબ પર આ પ્રતિબંધ લગાવ્યો છે.

આ પણ વાંચો:- ભારતના પ્રવાસ પહેલા બાંગ્લાદેશને મોટો ઝટકો, શાકિબ પર લાગ્યો બે વર્ષનો પ્રતિબંધ

એક વર્ષ બાદ થઇ શકે છે વાપસી
શાકિબ હવે 29 ઓક્ટોબર 2020 બાદ ફરીથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સામેલ થઇ શકે છે. તેણે તેના પર લાગેલા પ્રતિબંધનો સ્વીકાર કર્યો છે. આ સાથે જ શાકિબે તેની ભૂલને પણ સ્વીકારતા આઇસીસીથી તમામ પ્રકારનો સહયોગ આપવાનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો છે. આઇસીસીએ આ સજાની જોગવાઈ છે કે, જો શાકિબ સહયોગ કરે છે તો આગામી વર્ષે તેનું સસ્પેન્શન સમાપ્ત થઈ શકે છે.

આ પણ વાંચો:- શિખર ધવન દિલ્હીમાં T-20 મેચ પહેલા પોતાના ઘરની છત પર રમ્યો ક્રિકેટ

ભારત પ્રવાસ માટે બાંગ્લાદેશની ટીમ:- સૌમ્ય સરકાર, મોહમ્મદ નઈમ, મેહમુદુલ્લા (કેપ્ટન), આફિફ હુસૈન, મોસદ્દક હુસૈન, અનિમુલ ઇસ્લામ, લિટન દાસ, મુશફિકકુર રહીમ, અરાફત સની, અલ-અમીન હુસૈન, મુસ્તાફિઝુર રહેમાન, શૈફુલ ઇસ્લામ, અબૂ હૈદર રોની, તૈજુલ ઇસ્લામ.

ટેસ્ટ ટિમ:- શાદમાન ઇસ્લામ, ઈમરૂલ કાયેસ, સૈફ હસન, મોમિનુલ હક (કેપ્ટન), લિટન દાસ, મુશફિકુર રહીમ, મેહમુદુલ્લા, મોહમ્મદ મિથુન, મોસદ્દક હુસૈન, મહેંદી હસન મિરાજ, તૈજુલ ઇસ્લામ, નઈમ હસન, મુસ્તાફિઝુર રહેમાન, અલ અમીન હુસૈન, ઈબાદત હુસૈન.

જુઓ Live TV:-

સ્પોર્ટના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More