Home> Sports
Advertisement
Prev
Next

IND vs AUS: શુભમન ગિલની ઐતિહાસિક ઈનિંગ્સ, વર્ષ 2023માં નવો રેકોર્ડ બનાવી દીધો

Shubman Gill: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં શુભમન ગિલના બેટથી વધુ એક સદી જોવા મળી છે. તેણે કારકિર્દીની બીજી ટેસ્ટ સદી ફટકારી છે.

IND vs AUS: શુભમન ગિલની ઐતિહાસિક ઈનિંગ્સ, વર્ષ 2023માં નવો રેકોર્ડ બનાવી દીધો

IND vs AUS 4th Test Match: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની (Border–Gavaskar Trophy) ચોથી મેચમાં ઓપનર શુભમન ગીલે (Shubman Gill) સદીની ઇનિંગ રમી છે. શુભમન ગિલે (Shubman Gill)આ મેચમાં સદી ફટકારીને એવો રેકોર્ડ બનાવ્યો છે જે આ વર્ષે કોઈ બેટ્સમેન કરી શક્યો નથી.

આ પણ વાંચો: રાત-દિવસ AC વાપરશો તો પણ લાઇટ બિલ ઓછું આવે તો? તથાસ્તુ!!!! બસ આટલું કરો
આ પણ વાંચો: AC Side Effects: વધુ પડતો AC નો ઉપયોગ આપશે આ 4 ખતરનાક બિમારીઓને આમંત્રણ
આ પણ વાંચો:
 Basi Roti face pack: હેં....વાસી રોટલીનો ફેસપેક? સાંભળીને ચોંકી ગયા, જાણો ફાયદા

શુભમન ગિલની ઐતિહાસિક ઇનિંગ્સ
શુભમન ગીલે ની (Shubman Gill) ટેસ્ટ ક્રિકેટમાં આ બીજી સદી છે. આ પહેલા શુભમન ગિલે ગયા વર્ષે ડિસેમ્બરમાં બાંગ્લાદેશ સામે તેની ટેસ્ટ કારકિર્દીની પ્રથમ સદી ફટકારી હતી. આ જ સમયે આ વર્ષે 3 મહિનામાં તેણે ત્રણેય ફોર્મેટમાં સદીની ઇનિંગ્સ રમીને એક મોટો રેકોર્ડ બનાવ્યો છે. શુભમન ગિલ (Shubman Gill)વર્ષ 2023માં ત્રણેય ફોર્મેટમાં સદી ફટકારનાર પ્રથમ બેટ્સમેન બની ગયો છે.

આ પણ વાંચો: આ બાબતોને કારણે પત્નીના ઈશારા પર નાચે છે પતિ, જીવનભર બની જાય છે જોરુનો ગુલામ
આ પણ વાંચો: Viral Video: કપલના બેડરૂમનો VIDEO ભૂલથી વાયરલ થયો અને પછી...

આ પણ વાંચો: સુહાગરાતની Reels બાદ હવે સુહાગરાતનો આખેઆખો આલ્બમ વાયરલ
આ પણ વાંચો: Electric Bill: AC સાથે પંખો ચલાવવાથી લાઇટબિલ ઓછું આવે છે? ખૂબ ઓછા લોકો જાણે છે જવાબ

આ મેદાન પર ટી-20માં સદી ફટકારવામાં આવી હતી
23 વર્ષીય શુભમન ગિલે નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં જ ન્યૂઝીલેન્ડ સામે 54 બોલમાં ટી20 આંતરરાષ્ટ્રીય કારકિર્દીની સદી પૂરી કરી હતી. શુભમન ગીલે (Shubman Gill) 200થી વધુના સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરી હતી. તે 126 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો. તેણે 63 બોલની અણનમ ઇનિંગમાં 12 ચોગ્ગા અને 7 છગ્ગા ફટકાર્યા હતા.

ટીમ ઈન્ડિયા મજબૂત સ્થિતિમાં
અમદાવાદ ટેસ્ટના ત્રીજા દિવસે ભારતે ટી-બ્રેકમાં 2 વિકેટના નુકસાન પર 188 રન બનાવી લીધા છે. શુભમન ગીલ  (Shubman Gill)અને વિરાટ કોહલી ક્રિઝ પર હાજર છે. ભારત હજુ પણ ઓસ્ટ્રેલિયાથી 292 રન પાછળ છે. શુભમન ગિલ 197 બોલમાં 103 રન બનાવીને રમી રહ્યો છે. આ સાથે જ ચેતેશ્વર પુજારા 42 રનની ઇનિંગ રમીને આઉટ થયો હતો. આ પહેલાં ઓસ્ટ્રેલિયાએ ઉસ્માન ખ્વાજાની 180 રનની ઈનિંગની મદદથી પ્રથમ દાવમાં 480 રન બનાવ્યા હતા.

આ પણ વાંચો: ધોરણ 12મા પછી સ્ટોક માર્કેટમાં બનાવો શાનદાર કરિયર, આ કોર્સ કરાવશે લાખોની કમાણી
આ પણ વાંચો:  અડધો કલાક પાણીમાં ડૂબ્યા પછી પણ ચાલશે આ ફોનના શ્વાસ, ખરીદી કરવા લોકોની પડાપડી
આ પણ વાંચો:  Personal Blogging દ્વારા કરવા માગો છો લાખોની કમાણી તો આ સરળ Tips ફોલો કરો

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More