Home> Sports
Advertisement
Prev
Next

AUS vs IND 2nd Test: ઓસ્ટ્રેલિયા માત્ર 195 રનમાં ઓલઆઉટ, પ્રથમ દિવસના અંતે ભારત 36/1

બોક્સિંગ ડે ટેસ્ટ મેચમાં ભારતીય ટીમે દમદાર પ્રદર્શન કરતા ઓસ્ટ્રેલિયાને માત્ર 195 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. જસપ્રીત બુમરાહે ચાર અને આર. અશ્વિને ત્રણ વિકેટ ઝડપી હતી. 
 

AUS vs IND 2nd Test: ઓસ્ટ્રેલિયા માત્ર 195 રનમાં ઓલઆઉટ, પ્રથમ દિવસના અંતે ભારત 36/1

મેલબોર્નઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર મેચોની ટેસ્ટ સિરીઝની બીજી મેચ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (MCG)માં શરૂ થઈ છે. આ મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયન ટીમ પ્રથમ ઈનિંગમાં 195 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતીય ટીમ તરફથી બુમરાહે સૌથી વધુ ચાર વિકેટ ઝડપી હતી. આ સિવાય અશ્વિનને ત્રણ અને સિરાજને બે સફળતા મળી હતી. પ્રથમ દિવસના અંતે ભારતે 1 વિકેટ ગુમાવી 36 રન બનાવી લીધા છે. શુભમન ગિલ (28*) અને ચેતેશ્વર પૂજારા (7*) ક્રિઝ પર છે. ભારતને પ્રથમ ઝટકો મયંક અગ્રવાલ (0)ના રૂપમાં લાગ્યો હતો. તે મિશેલ સ્ટાર્કનો શિકાર બન્યો હતો. 

ઓસ્ટ્રેલિયાની ઈનિંગ
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયન ટીમ માત્ર 195 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતીય બોલરોએ દમદાર પ્રદર્શન કરતા એમસીજીમાં કાંગારૂ બેટ્સમેનોને ખુબ પરેશાન કર્યા અને ટીમને 200 રન પહેલા સમેટી દીધી હતી. બીજી ટેસ્ટ મેચની પ્રથમ ઈનિંગમાં યજમાન ટીમનો કોઈપણ બેટ્સમેન અડધી સદી ફટકારી શક્યો નહીં.

એમસીજી ટેસ્ટમાં કાંગારૂ કેપ્ટનટ ટિમ પેને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો, પરંતુ કાંગારૂ બેટ્સમેન ભારતીય બોલર સામે ટકી શક્યા નહીં. ઓસ્ટ્રેલિયા માટે સૌથી વધુ 48 રન માર્નસ લાબુશાનેએ બનાવ્યા હતા. તેણે 132 બોલનો સામનો કરતા 48 રનની ઈનિંગ રમી હતી. 

આ પણ વાંચોઃ હવે ક્રિકેટનો તે જાદૂઈ અવાજ ક્યારેય સંભળાશે નહીં, રોબિન જેકમેનનું નિધન  

માર્નસ લાબુશાને સિવાય ટ્રેવિસ હેડે 92 બોલ પર 38 રનની ઈનિંગ રમી હતી. મેથ્યૂ વેડે 30 રન બનાવ્યા, પરંતુ આ સિવાય કોઈ બેટ્સમેન મોટી ઈનિંગ રમી શક્યા નહીં. 5 બેટ્સમેન બે આંકડાના સ્કોર સુધી પણ પહોંચી શક્યા નહીં. ભારત તરફથી જસપ્રીત બુમરાહે સૌથી વધુ ચાર વિકેટ ઝડપી હતી. તેણે જો બર્ન્સ, ટ્રેવિસ હેડ, મિશેલ સ્ટાર્ક અને નાથન લાયનને આઉટ કર્યા હતા. ત્રણ સફળતાઓ અશ્વિનને મળી હતી. અશ્વિને મેથ્વૂ વેડ, સ્ટીવ સ્મિથ અને કેપ્ટન ટિમ પેનને પેવેલિયન પરત મોકલ્યા હતા. 

તો ભારત માટે ટેસ્ટ ક્રિકેટમાં પર્દાપણ કરનાર ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજે બે વિકેટ ઝડપી, અંતિમ સફળતા રવીન્દ્ર જાડેજાનો મળી હતી. સિરાજે માર્નસ લાબુશાને અને કેમરન ગ્રીનને આઉટ કર્યા, જ્યારે જાડેજાએ કમિન્સને આઉટ કર્યો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More