Home> Sports
Advertisement
Prev
Next

IND vs AFG: રિંકુ સિંહ બનશે બલિનો બકરો! રોહિત-વિરાટની વાપસીથી શું મળશે પ્લેઇંગ 11માં એન્ટ્રી

IND vs AFG: ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ત્રણ મેચની ટી20 સિરીઝનો પ્રથમ મુકાબલો ગુરૂવારથી મોહાલીમાં રમાશે. ભારતમાં વનડે વિશ્વકપમાં પોતાના પ્રદર્શનથી બધાને ચોંકાવનારી અફઘાનિસ્તાનનો જુસ્સો આસમાને છે અને આ નાનું ફોર્મેટ તેને પસંદ પણ છે. 
 

IND vs AFG: રિંકુ સિંહ બનશે બલિનો બકરો! રોહિત-વિરાટની વાપસીથી શું મળશે પ્લેઇંગ 11માં એન્ટ્રી

મોહાલીઃ ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ગુરૂવારથી શરૂ થઈ રહેલી ટી20 સિરીઝમાં દરેકની નજર રોહિત શર્મા અને વિરાટ કોહલી પર ટકેલી હશે જે 14 મહિના બાદ આ ફોર્મેટમાં વાપસી કરી રહ્યાં છે. જૂનમાં રમાનાર ટી20 વિશ્વકપ પહેલા ભારતની આ છેલ્લી દ્વિપક્ષીય ટી20 સિરીઝ પણ છે, જેનાથી વિશ્વકપ માટે ટીમ સંયોજનમાં મદદ મળશે. આમ તો અંતિમ 15ની પસંદગી આઈપીએલમાં ખેલાડીઓના પ્રદર્શનના આધાર પર થવાની સંભાવના છે. દક્ષિણ આફ્રિકામાં રિંકૂ સિંહે શાનદાર પ્રદર્શન કર્યું અને મધ્યક્રમમાં ઈજાગ્રસ્ત સૂર્યકુમાર યાદવ અને હાર્દિક પંડ્યાની ગેરહાજરીમાં તેની ભૂમિકા મહત્વની હશે. હવે જોવાનું રહેશે કે તે આટલા મોટા ચહેરા વચ્ચે પ્લેઇંગ ઇલેવનમાં જગ્યા બનાવી શકશે કે નહીં.

પાછલા સપ્તાહે દક્ષિણ આફ્રિકાથી પરત ફરેલી ટીમ બુધવારે સિરીઝની પ્રથમ મેચના એક દિવસ પહેલા એકત્ર થશે. યશસ્વી જાયસવાલ અને તિલક વર્મા ટીમમાં છે, પરંતુ ઈનિંગની શરૂઆત રોહિતની સાથે શુભમન ગિલ કરશે. દક્ષિણ આફ્રિકામાં ગિલનું પ્રદર્શન એટલું સારૂ નથી રહ્યું અને ટોપ ક્રમમાં ચાલી રહેલી સ્પર્ધા વચ્ચે તેણે અફઘાનિસ્તાન વિરુદ્ધ સારૂ પ્રદર્શન કરવું પડશે.

આ પણ વાંચોઃ Video: ક્રિકેટના મેદાનથી આવ્યા ખરાબ સમાચાર, રન લેતી વખતે પિચ પર બેટરનું દર્દનાક મોત

ઈશાન કિશન ટીમમાં નથી અને વિકેટકીપર જિતેશ શર્મા તથા સંજૂ સેમસન હશે. છેલ્લી બે સિરીઝમાં વિકેટકીપિંગ કરી ચુકેલા જિતેશને તક મળવાની આશા છે. શિવમ દુહે ટીમમાં ઓલરાઉન્ડર તરીકે રમી શકે છે. ફાસ્ટ બોલિંગની જવાબદારી અર્શદીપ, આવેશ ખાન અને મુકેશ કુમાર પર થશે. સ્પિનનો દારોમદાર કુલદીપ યાદવ સંભાળશે જ્યારે બીજો વિકલ્પ અક્ષર પટેલ, રવિ બિશ્નોઈ અને વોશિંગટન સુંદરમાંથી હશે.

અફઘાનિસ્તાન ટીમ પોતાના સ્ટાર રાશિદ ખાન વગર ઉતરશે જે નવેમ્બરમાં કમરની સર્જરી બાદથી હજુ સંપૂર્ણ ફિટ થયો નથી. અફઘાનિસ્તાનના કેપ્ટન ઇબ્રાહિમ ઝાદરાને મેચની પૂર્વ પત્રકાર પરિષદમાં કહ્યું- તે સંપૂર્ણ રીતે ફિટ નથી. અમને તેની ખોટ પડશે અને તેના ન હોવાથી અમારા પ્રદર્શન પર અસર પડશે, પરંતુ અમે તૈયાર છીએ. રાશિદની ગેરહાજરીમાં ટીમની પાસે મુઝીબ ઉર રહમાન, નવીન ઉલ હક અને ફારૂકી જેવા શાનદાર ખેલાડી પણ છે. 

આ પણ વાંચોઃ IPL 2024: તો ભારતમાં નહીં રમાઈ આઈપીએલ 2024? જાણો કેમ ઉઠી રહ્યો છે આ સવાલ

ભારતની ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, તિલક વર્મા, રિંકુ સિંહ, જીતેશ શર્મા, સંજુ સેમસન, શિવમ દુબે, વોશિંગ્ટન સુંદર, અક્ષર પટેલ, રવિ બિશ્નોઈ, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, અવેશ ખાન , મુકેશ કુમાર.

અફઘાનિસ્તાન ટીમઃ ઈબ્રાહિમ ઝદરાન (કેપ્ટન), રહેમાનુલ્લા ગુરબાઝ, ઈકરામ અલીખિલ, હઝરતુલ્લાહ ઝાઝાઈ, રહમત શાહ, નજીબુલ્લાહ ઝદરાન, મોહમ્મદ કાબી, કરીમ જન્નત, અઝમતુલ્લા ઉમરઝાઈ, શરાફુદ્દીન અશરફ, મુજીબુર રહેમાન, ફઝલહક ફારૂકી, ફરીદ અહેમદ, નવીનહુલ, નવીનહુલ. અહેમદ, મોહમ્મદ સલીમ, કૈસ અહેમદ, ગુલબદન નાયબ, રાશિદ ખાન.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More