Home> Sports
Advertisement
Prev
Next

ઈમરાન ખાને ક્યારેય નો બોલ ફેંક્યો નથી, ભારત સામેનો આ રેકોર્ડ ખાસ જાણો

1970-80ના દાયકામાં લાંબા કદ, ખુલ્લી છાતી અને લાંબા વાળવાળા મેજિકલ ક્રિકેટર ઈમરાન ખાન જ્યારે પણ બોલિંગ કરવા માટે મેદાનમાં ઉતરતા હતાં ત્યારે જેટલી સટિક તેમની બોલિંગ હતી તેટલું જ આકર્ષણ તેમની બોલિંગ એક્શનનું હતું.

ઈમરાન ખાને ક્યારેય નો બોલ ફેંક્યો નથી, ભારત સામેનો આ રેકોર્ડ ખાસ જાણો

1970-80ના દાયકામાં લાંબા કદ, ખુલ્લી છાતી અને લાંબા વાળવાળા મેજિકલ ક્રિકેટર ઈમરાન ખાન જ્યારે પણ બોલિંગ કરવા માટે મેદાનમાં ઉતરતા હતાં ત્યારે જેટલી સટિક તેમની બોલિંગ હતી તેટલું જ આકર્ષણ તેમની બોલિંગ એક્શનનું હતું. બોલ નાખવા માટે ઝડપથી આવતા ત્યારે જે રીતે તેમના વાળ હવામાં લહેરાતા અને તેની સાથે વિકેટ સુધી જતા તથા ઉછળતા વિકેટથી થોડે દૂર હટીને વાળ ઝટકવાનો તેમનો અંદાજ આજે પણ લોકોને યાદ છે. જો કે આ સાથે જ એક નોંધપાત્ર વાત એ હતી કે ઈમરાને પોતાની ટેસ્ટ કેરિયરમાં ક્યારેય નો બોલ નાખ્યો નથી. 

નિશ્ચિત રીતે તે પાકિસ્તાનના ઉત્તમ કેપ્ટન છે. કારણ કે સન્યાસ લીધા બાદ પાકિસ્તાનના વડાપ્રધાનની ભલામણ પર તેમણે 1992માં વર્લ્ડ કપ માટે પોતાની ટીમની કેપ્ટન શીપ કરી અને 39ની ઉંમરમાં ટીમમાં વાપસી કરવી અને ટીમને વર્લ્ડ કપ અપાવવો એ કોઈ પરીકથા જેવું જ લાગે છે. આથી જ કદાચ તેમને પાકિસ્તાનના મહાન કેપ્ટન કહેવામાં આવે છે. દુનિયાના સારામાં સારા ઓલરાઉન્ડર્સમાં પણ તેઓ સામેલ છે. ઈમરાન ખાને કુલ 88 ટેસ્ટ મેચો રમી છે. 38ની સરેરાશ સાથે 3807 રન કર્યા છે અને 362 વિકેટો લીધી છે. આ સાથે તેમણે 175 વનડે પણ રમી છે. હવે આ જ ઈમરાન ખાન પાકિસ્તાનના આગામી વડાપ્રધાન બનવા જઈ રહ્યાં છે. તેમની પાર્ટી તહરીક એ ઈન્સાફ પાકિસ્તાન સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી છે. 

fallbacks

પાકિસ્તાનના શ્રેષ્ઠ કેપ્ટન
1982માં પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટન બન્યા બાદ પછીના એક દાયકા સુધી તેઓ પૂરેપૂરી રીતે પાક ક્રિકેટ પર છવાયેલા રહ્યાં હતાં. તેઓ પોતાની ટીમના કેપ્ટન જ નહીં પરંતુ સુપર બોસ હતાં. ક્રિકેટની ઊંડી સમજ ધરાવતા ઈમરાન અંગે કહેવાય છે કે તેમની અંદર પ્લેયર્સના ટેલેન્ટને ઓળખવાની ગજબની ખાસિયત હતી. આથી જ પછીના એક દાયકા સુધી તેમણે ટીમમાં વસીમ અક્રમથી લઈને ઈન્ઝમામ ઉલ હક જેવા પ્લેયર્સને તક આપી. પરિણામે તેઓ જ્યારે રિટાયર થયા ત્યારે પાકિસ્તાન પાસે ભવિષ્યના ક્રિકેટરોની એક સારી ટીમ તૈયાર થઈ હતી. પોતાની કેપ્ટનશીપમાં ઈમરાન ખાને 48 ટેસ્ટ મેચોનું નેતૃત્વ કર્યું જેમાં 14 મેચોમાં તેઓ જીત્યા અને 8માં હાર્યાં. 36 મેચો ડ્રો ગઈ હતી. 

ભારત સામે મુકાબલો
કટ્ટર હરિફ ગણાતા ભારત અને પાકિસ્તાન વચ્ચેના મુકાબલા હંમેશા રોમાંચક હોય છે. ઈમરાન ખાનની કેપ્ટનશીપ હેઠળ પાકિસ્તાન અને ભારત વચ્ચે 15 ટેસ્ટ મેચો રમાઈ. જેમાંથી 4માં પાકિસ્તાન જીત્યું અને બાકીની ડ્રો ગઈ. 1982-83માં ભારત સામેની સિરીઝમાં તેમણે ભારત વિરુદ્ધ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું. તે સિરીઝમાં 247 રન કરીને કુલ 40 વિકેટ લીધી. પાકિસ્તાને 3-0થી સિરીઝ જીતી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More