Home> Sports
Advertisement
Prev
Next

ICC World Test Championship : ભારતની 'બેવડી સદી', બની વિશ્વની પ્રથમ ટીમ

યજમાન ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રણ મેચની ટેસ્ટ શ્રેણી રમાઈ રહી છે, જેમાંથી ભારતે પ્રથમ બે ટેસ્ટ જીતીની શ્રેણી જીતી લીધી છે. આ બે મેચના ભારતને 80 પોઈન્ટ મળ્યા છે. ભારતને આ અગાઉ વેસ્ટ ઈન્ડીઝની શ્રેણી જીતવાથી 120 પોઈન્ટ મળ્યા હતા. આ રીતે ભારતના કુલ 200 પોઈન્ટ થઈ ગયા છે. 

ICC World Test Championship : ભારતની 'બેવડી સદી', બની વિશ્વની પ્રથમ ટીમ

નવી દિલ્હીઃ ભારતે(India) દક્ષિણ આફ્રિકા(South Africa) સામેની ટેસ્ટ શ્રેણી(Test Series) જીતવાની સાથે જ આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં(ICC World Test Championship) પણ 'બેવડી સદી' ફટકારી છે. એટલે કે, ચેમ્પિયનશિપમાં ભારતના 200 પોઈન્ટ થઈ ગયા છે, જે સૌથી વધુ છે. ભારત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં 200 પોઈન્ટ મેળવનારી પ્રથમ ટીમ બની છે. અન્ય ટીમો હજુ 100 પોઈન્ટ પણ મેળવી શકી નથી. 

યજમાન ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રણ મેચની ટેસ્ટ શ્રેણી રમાઈ રહી છે, જેમાંથી ભારતે પ્રથમ બે ટેસ્ટ જીતીની શ્રેણી જીતી લીધી છે. આ બે મેચના ભારતને 80 પોઈન્ટ મળ્યા છે. ભારતને આ અગાઉ વેસ્ટ ઈન્ડીઝની શ્રેણી જીતવાથી 120 પોઈન્ટ મળ્યા હતા. આ રીતે ભારતના કુલ 200 પોઈન્ટ થઈ ગયા છે.

IND vs SA 2nd Test : ભારતે બનાવ્યો સતત 11 ઘરેલુ શ્રેણી જીતવાનો વર્લ્ડ રેકોર્ડ

આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ(ICC World Test Championship)
ટેસ્ટ ક્રિકેટની અસ્તિત્વ જળવાઈ રહે અને લોકો તથા ખેલાડીઓમાં ટેસ્ટ ક્રિકેટનો જુસ્સો જળવાઈ રહે તેના માટે આઈસીસી દ્વારા 2019થી 'વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ' શરૂ કરાઈ છે, જે 2021 સુધી ચાલવાની છે. વર્લ્ડ ટેસ્ચ ચેમ્પિયનશિપમાં કુલ 9 ટીમ ભાગ લઈ રહી છે. ભારતે આ ચેમ્પિયનશિપમાં અત્યાર સુધી 4 મેચ રમી છે અને ચારેય મેચ જીતી છે. દક્ષિણ આફ્રિકાએ હજુ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં ખાતું કોલવાનું પણ બાકી છે, કારણે કે ટેસ્ટ ચેમ્પિયનશિપ જાહેર થયા પછી ભારત સામેની પ્રથમ ટેસ્ટ શ્રેણીની પ્રથમ બે મેચ દક્ષિણ આફ્રિકા હારી ગયું છે. 

INDvsSA: સાઉથ આફ્રિકા પર ભારે પડી ટીમ ઈન્ડિયા, બીજી ટેસ્ટ મેચ સાથે સીરિઝ પણ જીતી

આઈસીસી ટેસ્ટ ચેમ્પિયનશિપમાં અત્યાર સુધી સૌથી વધુ મેચ ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડે રમી છે. આ બંને ટીમે 5-5 ટેસ્ટ રમી છે. ત્યાર પછી ભારતે 4 મેચ રમી છે. દક્ષિણ આફ્રિકા, ન્યૂઝીલેન્ડ, શ્રીલંકા અને વેસ્ટ ઈન્ડીઝની ટીમ 2-2 મેચ રમી ચુકી છે. પાકિસ્તાન અને બાંગ્લાદેશને ચેમ્પિયનશિપની પોતાની પ્રથમ મેચ રમવાની બાકી છે. દક્ષિણ આફ્રિકા અને વેસ્ટ ઈન્ડીઝની ટીમ પોતાની બંને મેચ હારી ગઈ હોવાને કારણે તેમને હજુ સુધી એક પણ પોઈન્ટ મળ્યો નથી. 

વર્લ્ડ યુથ ચેસ ચેમ્પિયનશીપ: 14 વર્ષના પ્રજ્ઞાનંદાએ ગોલ્ડ જીત્યો, ભારતના કુલ 7 મેડલ 

આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પોઈન્ટ ટેબલઃ 2019-21

ટીમ કુલ મેચ વિજય પરાજય ડ્રો પોઈન્ટ
ભારત 4 4 0 0 200
ન્યૂઝીલેન્ડ 2 1 1 0 60
શ્રીલંકા 2 1 1 0 60
ઓસ્ટ્રેલિયા 5 2 2 1 56
ઈંગ્લેન્ડ 5 2 2 1 56
દક્ષિણ આફ્રિકા 2 0 2 0 0
વેસ્ટ ઈન્ડીઝ 2 0 2 0 0

જુઓ LIVE TV...

સ્પોર્ટ્સના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More