Home> Sports
Advertisement
Prev
Next

વર્લ્ડકપ 2019: ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ મેચ પહેલા આફ્રિકાને રાહત, ફિટ થયો એનગિડી

બંન્ને ટીમો વચ્ચે 19 જૂને બર્મિંઘમમાં મેચ રમાવાની છે. એનગિડી વિશ્વકપમાં શરૂઆતી બે મેચ રમીને ઈજાને કારણે ટીમમાંથી બહાર રહ્યો હતો. 
 

વર્લ્ડકપ 2019: ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ મેચ પહેલા આફ્રિકાને રાહત, ફિટ થયો એનગિડી

લંડનઃ આઈસીસી વિશ્વ કપમાં ખરાબ ફોર્મમાંથી પસાર થઈ રહેલી આફ્રિકન ટીમ માટે એક ખુશખબરી છે. ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ મેચ પહેલા ટીમના ફાસ્ટ બોલર લુંગી એનગિડીને પૂર્ણ રીતે ફિટ જાહેર કરી દેવામાં આવ્યો છે. આ બંન્ને વચ્ચે 19 જૂને બર્મિંઘમમાં મેચ રમાવાની છે. એનગિડી આ વિશ્વકપમાં શરૂઆતી માત્ર બે મેચ રમી હતી. ત્યારબાદ હેમસ્ટ્રિંગની સમસ્યાને કારણે તે બહાર થઈ ગયો હતો. 

તે બાંગ્લાદેશ વિરુદ્ધ મેચમાંથી બહાર હતો. તે મેચમાં બાંગ્લાદેશે આફ્રિકા વિરુદ્ધ શાનદાર જીત મેળવી હતી. એનગિડીએ જણાવ્યું, આ મુશ્કેલ રહ્યું. ઈજાગ્રસ્ત થવું ક્યારેય સારૂ રહેતું નથી, પરંતુ મારી આસપાસ જે સપોર્ટ સ્ટાફ છે તેણે સારૂ કામ કર્યું અને હવે હું ફિટ છું. મેચમાં ન રમી શકવું દુખદ હતું. એનગિડીએ કહ્યું, મેં આજે મારી ફિટનેસ ટેસ્ટ પાસ કરી અને તેમાં પાસ થયો. હું મેચ માટે 100 ટકા ફિટ છું. 

એનગિડી પરત આવતા આફ્રિકાને કારણ હશે કારણ કે દિગ્ગજ ફાસ્ટ બોલર ડેલ સ્ટેન ઈજાને કારણે પહેલા બહાર થઈ ચુક્યો હતો. આફ્રિકાની ટીમ પાંચ મેચોમાં ત્રણ પોઈન્ટની સાથે હાલમાં વિશ્વકપના પોઈન્ટ ટેબલમાં આઠમાં સ્થઆન પર છે. તે હજુ સેમીફાઇનલમાં પહોંચી શકે છે. ટીમની આગામી મેચ ન્યૂઝીલેન્ડ જેવી મજબૂત ટીમ સામે છે, પરંતુ એનગિડી માને છે કે વિપક્ષી ટીમમાં ઘણી નબળાઇ છે જેનો તે લાભ ઉઠાવી શકે છે. 

World Cup 2019: રોહિતે કર્યો ખુલાસો કેમ PAK વિરુદ્ધ રાહુલને આપી હતી સ્ટ્રાઇક

એનગિડીએ કહ્યું, હું સમજતો નથી કે તેના મધ્યમક્રમ અને નિચલા ક્રમની વધુ પરીક્ષા લેવામાં આવી છે. તેના ટોપ ઓર્ડરે ઘણા રન બનાવ્યા છે તેથી અમે જો એક-બે વિકેટ ઝડપી લઈએ તો તેને ટેસ્ટ કરી શકીએ. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More