Home> Sports
Advertisement
Prev
Next

મહિલા વનડે વિશ્વકપનો કાર્યક્રમ જાહેર, નોકઆઉટ મેચમાં રિઝર્વ-ડેની જોગવાઈ


ટી20 મહિલા વિશ્વકપ સેમિફાઇનલમાં મેદાન પર ઉતર્યા વિના જ ઈંગ્લેન્ડ બહાર થવાથી શીખ લેતા આઈસીસીએ આ નિર્ણય લીધો છે. 
 

મહિલા વનડે વિશ્વકપનો કાર્યક્રમ જાહેર, નોકઆઉટ મેચમાં રિઝર્વ-ડેની જોગવાઈ

નવી દિલ્હીઃ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC)એ ન્યૂઝીલેન્ડમાં રમાનારા 2021 વનડે વિશ્વકપની બંન્ને સેમિફાઇનલ અને ફાઇનલ માટે રિઝર્વ દિવસ રાખ્યો છે. આઈસીસીએ ન્યૂઝીલેન્ડમાં છ ફેબ્રુઆરીથી સાત માર્ચ સુધી રમાનારી આ ટૂર્નામેન્ટનો કાર્યક્રમ જારી કરવામાં આવ્યો છે, જેમાં 31 મેચ રમાશે. ત્રણ નોક આઉટ મેચોના આગામી દિવસે રિઝર્વ ડેની જોગવાઇ કરવામાં આવી છે. ભારતની વિરુદ્ધ ટી20 મહિલા વિશ્વકપની સેમિફાઇનલમાં મેદાન પર ઉતર્યા વિના ઈંગ્લેન્ડના બહાર થયા બાદ આઈસીસીએ આ નિર્ણય લીધો છે. 

પાછલા સપ્તાહે ભારત વિરુદ્ધ મહિલા ટી20 વિશ્વકપ સેમિફાઇનલ વરસાદને કારણે ધોવાયા બાદ ઈંગ્લેન્ડની ટીમ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ હતી. ભારતે ગ્રુપ સ્ટેજમાં સારા રેટિંગને કારણે ફાઇનલમાં જગ્યા બનાવી હતી. મહિલા ટી20 વિશ્વકપ માટે રિઝર્વ દિવસ ન રાખવાને કારણે આઈસીસીએ આલોચનાનો સામનો કરવો પડ્યો હતો. 

મહિલા એકદિવસીય વિશ્વકપ છ સ્થળો પર રમાશે, જેમાં ઓકલેન્ડનું ઈડન પાર્ક, તૌરંગાનું બે ઓવલ, હેમિલ્ટનનું સેડન પાર્ક, ડુનેડિનનું યુનિવર્સિટી ઓવલ, વેલિંગ્ટનનું બેસિન રિઝર્વ અને ક્રાઇસ્ટચર્ચનું હેગલે ઓવલ સામેલ છે. 

ટૂર્નામેન્ટની પ્રથમ મેચ ઓકલેન્ડમાં યજમાન અને ક્વોલિફાઇંગ ટીમ વચ્ચે રમાશે. સેમિફાઇનલ મુકાબલો તૌરંગા અને હેમિલ્ટનમાં ક્રમશઃ ત્રણ અને ચાર માર્ચે રમાશે, જ્યારે ફાઇનલ 7 માર્ચે ક્રાઇસ્ટચર્ચમાં રમાશે. 

ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકા પહેલા જ વિશ્વકપ માટે ક્વોલિફાઇ કરી ચુક્યા છે. આઈસીસી મહિલા ચેમ્પિયનશિપ અને ત્યારબાદ જુલાઈમાં ક્વોલિફાઇંગ ટૂર્નામેન્ટની સમાપ્તિ બાદ બાકી ચાર ટીમો નક્કી થશે. 

Olympics 2020: શિવપાલ બન્યો ભાલાફેંકમાં ઓલિમ્પિકની ટિકિટ મેળવનાર બીજો ભારતીય 

આઠ ટીમોના રાઉન્ડ રોબિન ફોર્મેટમાં પ્રત્યેક ટીમ એકબીજા વિરુદ્ધ એક મેચ રમશે અને ટોપ ચાર ટીમો સેમિફાઇનલમાં પહોંચશે. ટૂર્નામેન્ટની કુલ ઇનામી રકમ 55 લાખ ન્યૂઝીલેન્ડ ડોલર હશે અને તમામ મેચોનું સીધું પ્રસારણ કરવામાં આવશે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More