Home> Sports
Advertisement
Prev
Next

women t20 world cup 2020: ઓસ્ટ્રેલિયા રેકોર્ડ સાતમી વખત સેમિફાઇનલમાં, ન્યૂઝીલેન્ડ બહાર


ઓસ્ટ્રેલિયન મહિલા ટીમે આઈસીસી મહિલા ટી20 વિશ્વકપના કરો યા મરો મુકાબલામાં ન્યૂઝીલેન્ડને 4 રને પરાજય આપી સેમિફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. 

women t20 world cup 2020: ઓસ્ટ્રેલિયા રેકોર્ડ સાતમી વખત સેમિફાઇનલમાં, ન્યૂઝીલેન્ડ બહાર

મેલબોર્નઃ ન્યૂઝીલેન્ડને ચાર રને પરાજય આપતા ઓસ્ટ્રેલિયાએ રેકોર્ડ સાતમી વખત મહિલા ટી20 વિશ્વકપની સેમિફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં કટ્ટર વિરોધી બંન્ને ટીમો સોમવારે આમને-સામને હતી. જ્યાં ટોસ ગુમાવીને પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયન મહિલા ટીમે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવી 155 રન બનાવ્યા હતા. જવાબમાં કીવી ટીમ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 151 રન બનાવી શકી અને ચાર વિકેટથી મુકાબલો હારી ગઈ હતી. આ પરાજયની સાથે ટૂર્નામેન્ટમાં તેની સફર સમાપ્ત થઈ ગઈ છે. ગ્રુપ-એમાં ત્રણ જીત અને એક હાર સાથે કાંગારૂ ટીમ બીજા સ્થાન પર રહી જ્યારે પોતાની ચારેય લીગ મેચ જીતીને ભારતે સેમિફાઇનલમાં સૌથી પહેલા પ્રવેશ કર્યો હતો. 

ન્યૂઝીલેન્ડની કેપ્ટન સોફી ડિવાઇને ટોસ જીતીને ઓસ્ટ્રેલિયાને બેટિંગ કરવા આમંત્રણ આપ્યું હતું. કાંગારૂ ઓપનર બેથ મૂની (60)ની અડધી સદી અને બીજા બેટ્સમેનોની શાનદાર રમતની મદદથી 20 ઓવરમાં 155 રન બનાવ્યા અને કીવી ટીમને 156 રનનો ટાર્ગેટ આપ્યો હતો. લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી કીવી ટીમ સતત મેચમાં હતી, પરંતુ 17મી ઓવરમાં ઉપરા ઉપરી બે વિકેટ ગુમાવી કીવી ટીમ મુશ્કેલીમાં આવી ગઈ હતી. અંતિમ ઓવરમાં 20 રનની જરૂર હતી, પરંતુ તમામ પ્રયત્નો છતાં અંતમાં ઓસ્ટ્રેલિયાએ જીત મેળવી અને સાતમાં વખત સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ઓસ્ટ્રેલિયન મહિલા ટીમ અત્યાર સુધી તમામ વિશ્વકપની સેમિફાઇનલમાં પહોંચી છે. તો ઓસ્ટ્રેલિયન મહિલા ટીમ 2010, 2012, 2014 અને 2018માં રેકોર્ડ ચાર વખત વિશ્વકપ જીતી ચુકી છે. 

આ ચાર ટીમ પહોંચી સેમિફાઇનલમાં
ભારત, વર્તમાન ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકા ચાર ટીમ 2020 ટી20 વિશ્વકપની સેમિફાઇનલમાં પહોંચી ચુકી છે. ગ્રુપ-બીમાં ઈંગ્લેન્ડ ચાર મેચમાં છ પોઈન્ટ સાથે ટોપ પર છે પરંતુ બીજા સ્થાને રહેલી આફ્રિકન ટીમની હજુ એક મેચ બાકી છે. તેના પણ છ પોઈન્ટ છે. જો વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ આફ્રિકાની ટીમ પોતાની બાકી મેચ જીતે તો ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે સેમિફાઇનલ રમાશે અને જો હારે તો ભારત અને દક્ષિણ આફ્રિકા સેમિફાઇનલમાં ટકરાશે. તો બીજી સેમિફાઇનલ ઓસ્ટ્રેલિયા અને ગ્રુપ-બીમાં ટોપ પર રહેનારી ટીમ વચ્ચે રમાશે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More