Home> Sports
Advertisement
Prev
Next

ICC મેચ રેફરી પેનલમાં જગ્યા બનાવનાર પ્રથમ મહિલા બની જીએસ લક્ષ્મી

આઈસીસી તરફથી જણાવવામાં આવ્યું કે લક્ષ્મી તત્કાલ પ્રભાવથી આંતરરાષ્ટ્રીય મેચોમાં રેફરીની ભૂમિકા નિભાવવાને યોગ્ય થઈ ગઈ છે.
 

ICC મેચ રેફરી પેનલમાં જગ્યા બનાવનાર પ્રથમ મહિલા બની જીએસ લક્ષ્મી

દુબઈઃ ક્રિકેટનું સંચાલન કરતી સંસ્થા આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC)માંથી મંગળવારે એક એવા સમાચાર આવ્યા જે સાંભળીને દરેક ભારતીય ગર્વનો અનુભવ કરશે. આઈસીસીએ ભારતની જીએસ લક્ષ્મીને પોતાના મેચ રેફરીની આંતરરાષ્ટ્રીય પેનલમાં સ્થાન આપ્યું છે. તે આ પેનલમાં સ્થાન મેળવનારી પ્રથમ મહિલા છે. 

આઈસીસી તરફથી જણાવવામાં આવ્યું કે લક્ષ્મી તત્કાલ પ્રભાવથી આંતરરાષ્ટ્રીય મેચોમાં રેફરીની ભૂમિકા નિભાવવાને યોગ્ય થઈ ગઈ છે. આ મહિનાની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયાની ક્લેયર પોલોસેક પુરૂષોના મેચમાં અમ્પાયરિંગ કરનારી પ્રથમ મહિલા બની હતી. આ કડીમાં જલ્દી લક્ષ્મી પુરૂષોના મેચમાં રેફરીની ભૂમિકા ભજવનારી પ્રથમ મહિલા બની શકે છે. 

મૂળ રૂપથી આંધ્ર પ્રદેશની રહેવાસી 51 વર્ષની લક્ષ્મીએ વર્ષ 2008-2009માં પ્રથમ વખત ડોમેસ્ટિક મહિલા ક્રિકેટમાં મેચ રેફરીની ભૂમિકા ભજવી હતી. તે મહિલા ક્રિકેટ સાથે જોડાયેલા એક આંતરરાષ્ટ્રીટ વનડે અને ત્રણ આંતરરાષ્ટ્રીય ટી20 મુકાબલામાં મેચ રેફરીની ભૂમિકા ભજવી ચુકી છે. 

લક્ષ્મીએ નવી જવાબદારી મળવા પર કહ્યું, આંતરરાષ્ટ્રીય પેનલમાં સ્થાન મળવું મારા માટે મોટુ સન્માન છે. ક્રિકેટર અને રેફરી તરીકે મારૂ લાંબુ કરિયર રહ્યું છે. મેં બંન્ને ભૂમિકામાં મારા અનુભવનો સારો ઉપયોગ કર્યો છે. આ વિશેષ સન્માન માટે હું આઈસીસી અને બીસીસીઆઈનો આભાર વ્યક્ત કરુ છું. મારા વરિષ્ઠ સાથિઓ, પરિવારજનોએ મને ઘણો સાથ આપ્યો છે. લક્ષ્મીએ કહ્યું, 'હું આશા કરુ છું કે મને મળેલી નવી ભૂમિકામાં હું તમામ આશાઓ પર સફળ થાવ.'

વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More