Home> Sports
Advertisement
Prev
Next

ICC Men's Team of the Decade: આઈસીસીએ પસંદ કરી દાયકાની સર્વશ્રેષ્ઠ ટીમો, ભારતીય ખેલાડીઓનો દબદબો

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે દાયકાની સર્વશ્રેષ્ઠ મહિલા અને પુરૂષ ટીમોની જાહેરાત કરી છે. આ તમામ ટીમોમાં ભારતીય ખેલાડીઓનો દબદબો જોવા મળી રહ્યો છે. 
 

 ICC Men's Team of the Decade: આઈસીસીએ પસંદ કરી દાયકાની સર્વશ્રેષ્ઠ ટીમો, ભારતીય ખેલાડીઓનો દબદબો

દુબઈઃ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC)એ આઈસીસી ટીમ ઓફ ધ ડેકેટની જાહેરાત કરી છે. જેમાં પુરૂષ ક્રિકેટમાં ટી20, વનડે અને ટેસ્ટની ટીમ ઓફ ધ ડેકેટ જાહેર કરવામાં આવી છે. આ ટીમોમાં ભારતીય ખેલાડીઓનો દબદબો જોવા મળ્યો છે. ત્રણેય ફોર્મેટની ટીમોની કમાન પણ ભારતીય ખેલાડીઓના હાથમાં છે. ટી20 અને વનડે ટીમની કમાન એમએસ ધોનીને સોંપવામાં આવી છે. તો ટેસ્ટ કેપ્ટનની કમાન વિરાટ કોહલીને સોંપવામાં આવી છે. 

આઈસીસી ટી20 ટીમ ઓફ ધ ડેકેટ
રોહિત શર્મા (ભારત), ક્રિસ ગેલ (વેસ્ટ ઈન્ડિઝ), આરોન ફિન્ચ (ઓસ્ટ્રેલિયા), વિરાટ કોહલી (ભારત), એબી ડિવિલિયર્સ (દક્ષિણ આફ્રિકા), ગ્લેન મેક્સવેલ (ઓસ્ટ્રેલિયા), એમએસ ધોની (વિકેટકીપર, કેપ્ટન, ભારત), કીરોન પોલાર્ડ (વેસ્ટ ઈન્ડિઝ), રાશિદ ખાન (અફઘાનિસ્તાન), જસપ્રીત બુમરાહ (ભારત), લસિથ મલિંગા (શ્રીલંકા).

આઈસીસી વનડે ટીમ ઓફ ધ ડેકેટ
આઈસીસી વનડે ટીમ ઓફ ધ ડેકેટની જવાબદારી એમએસ ધોનીને સોંપવામાં આવી છે. આ ટીમમાં ત્રણ ભારતીય ખેલાડીઓને સામેલ કરવામાં આવ્યા છે.

રોહિત શર્મા (ભારત), ડેવિડ વોર્નર (ઓસ્ટ્રેલિયા), વિરાટ કોહલી (ભારત), એબી ડિવિલિયર્સ (દક્ષિણ આફ્રિકા), શાકિબ-અલ-હસન (બાંગ્લાદેશ), એમએસ ધોની (કેપ્ટન/વિકેટકીપર, ભારત), બેન સ્ટોક્સ (ઈંગ્લેન્ડ), મિશેલ સ્ટાર્ક (ઓસ્ટ્રેલિયા), ટ્રેન્ટ બોલ્ટ (ન્યૂઝીલેન્ડ), ઇમરાન તાહીર (દક્ષિણ આફ્રિકા), લસિથ મલિંગા (શ્રીલંકા). 

આઈસીસી ટેસ્ટ ટીમ ઓફ ધ ડેકેટ
એલિસ્ટર કુક (ઈંગ્લેન્ડ), ડેવિડ વોર્નર (ઓસ્ટ્રેલિયા), કેન વિલિયમસન (ન્યૂઝીલેન્ડ), વિરાટ કોહલી (કેપ્ટન/ભારત), સ્ટીવ સ્મિત (ઓસ્ટ્રેલિયા), કુમાર સાંગાકારા (વિકેટકીપર/શ્રીલંકા), બેન સ્ટોક્સ (ઈંગ્લેન્ડ), આર. અશ્વિન (ભારત), ડેલ સ્ટેન (દક્ષિણ આફ્રિકા), સ્ટુઅર્ટ બ્રોડ (ઈંગ્લેન્ડ), જેમ્સ એન્ડરસન (ઈંગ્લેન્ડ). 

 

આઈસીસીએ આ સિવાય દાયકાની શાનદાર મહિલા વનડે અને ટી20 ટીમોનું લિસ્ટ પણ જાહેર કર્યું છે. 

દાયકાની બેસ્ટ મહિલા વનડે ટીમમાં મિતાલી રાજ અને ઝુલન ગોસ્વામીની પસંદગી થઈ છે. ટી20 ટીમમાં હરમનપ્રીત કૌર અને પૂનમ યાદવને તક મળી છે. 
 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More