Home> Sports
Advertisement
Prev
Next

ICC Equal Prize Money: આઈસીસીનો ઐતિહાસિક નિર્ણય, મહિલાઓને પણ મળશે પુરૂષોને સમાન પ્રાઇઝ મની

ICC Events: પોતાની વાર્ષિક બેઠક દરમિયાન મોટો નિર્ણય લેતા ICCએ કહ્યું કે હવે પુરૂષો અને મહિલાઓને તેમની ઈવેન્ટ્સમાં મળેલી ઈનામી રકમ સમાન હશે.

ICC Equal Prize Money: આઈસીસીનો ઐતિહાસિક નિર્ણય, મહિલાઓને પણ મળશે પુરૂષોને સમાન પ્રાઇઝ મની
Updated: Jul 13, 2023, 09:38 PM IST

Equal Prize Money Announced For ICC Events: આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC)ની ડરબનમાં ચાલી રહેલી આઈસીસી વાર્ષિક સંમેલનમાં મહિલા અને પુરૂષ આઈસીસી ઇવેન્ટ્સને લઈને મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. મહિલા ક્રિકેટને નવી ગતિ આપવા માટે આઈસીસીએ હવે પુરૂષ ઈવેન્ટ્સમાં મળનારી પુરસ્કાર રાશિને સમાન મહિલા ઈવેન્ટ્સમાં પણ આપવાનો નિર્ણય કર્યો છે. આઈસીસીના આ નિર્ણયને લઈને ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)ના સચિવ જય શાહે ટ્વીટ કરી ખુશી વ્યક્ત કરી છે.

આઈસીસીની ઈવેન્ટ્સમાં અત્યાર સુધી પુરૂષોના મુકાબલે મહિલાઓને એટલી પુરસ્કાર રકમ મળતી નથી. હવે વર્ષ 2023 સુધી આ વસ્તુને એક સમાન કરી દેવામાં આવશે. હવે વનડે, ટી20 અન્ય આઈસીસી ટૂર્નામેન્ટ જે પુરૂષ અને મહિલાઓમાં રમાઈ છે, તેમાં પુરસ્કાર રાશિ એક જેવી જોવા મળશે. 

આ પણ વાંચોઃ શું ખતમ થશે વનડે સિરીઝ? MCC એ આપી મહત્વની સલાહ, 2027ના વર્લ્ડકપ બાદ થઈ શકે છે લાગૂ

આ નિર્ણયને લઈને આઈસીસી ચેરમેન ગ્રેક બાર્કલેએ કહ્યુ કે આ અમારા માટે એક મોટો અને ઐતિહાસિક નિર્ણય છે અને મને ખુશી છે કે હવે આઈસીસી ઈવેન્ટ્સમાં પુરૂષ અને મહિલા ખેલાડીઓને એક સમાન પુરસ્કાર રકમ મળશે. વર્ષ 2017થી અમે સમાન પુરસ્કાર રકમ સુધી પહોંચવા પર સ્પષ્ટ ધ્યાન આપવાની સાથે દરેક વર્ષે મહિલાઓની ઈવેન્ટ્સમાં પુરસ્કાર રકમ વધારી છે. 

BCCI સચિવ જય શાહે વ્યક્ત કરી ખુશી
આ ઐતિહાસિક નિર્ણયને લઈને BCCIના સચિવ જય શાહે ટ્વીટ કરી પોતાની ખુશી જાહેર કરતા લખ્યુ કે, મને આ નિર્ણયને લઈને ખુબ ખુશી થઈ રહી છે હવે પુરૂષ અને મહિલા ટીમો વચ્ચે ભેદભાવને સમાપ્ત કરી દેવામાં આવ્યો છે. બંને ટીમો હવે એક સાથે આગળ વધવામાં સફળ થઈ શકશે. હું આ નિર્ણયને લઈને બોર્ડમાં સામેલ દરેક સભ્યોને ધન્યવાદ આપુ છું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે