Home> Sports
Advertisement
Prev
Next

MP: કાર અકસ્માતમાં રાષ્ટ્રીય સ્તરના 4 હોકી પ્લેયર્સના મોત, 3 ઈજાગ્રસ્ત

હોશંગાબાદમાં એક ગમખ્વાર કાર અકસ્માતમાં રાષ્ટ્રીય સ્તરના 4 હોકી પ્લેયરના મોત થયાના સમાચાર સામે આવ્યા છે

MP: કાર અકસ્માતમાં રાષ્ટ્રીય સ્તરના 4 હોકી પ્લેયર્સના મોત, 3 ઈજાગ્રસ્ત

હોશંગાબાદ: હોશંગાબાદમાં સોમવાર સવારે એક મોટી દુર્ઘટના સર્જાઇ છે, જ્યા એક પુરાપટ ઝપડ આવતી કાર અનિયંત્રિત થઇ જતા ઝાડ સાથે અથડાઇ હતી. આ દુર્ઘટનામાં ઘટનાસ્થળ પર જ 4 રાષ્ટ્રીય સ્તરના હોકી પ્લેયર્સનું મોત થયું છે, જ્યારે અન્ય ત્રણ ખેલાડીઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. આ તમામ ખેલાડી ધ્યાનચંદ હોકી ટૂર્નામેન્ટ રમવા આવ્યા હતા અને હોશંગાબાદથી ઇટારસી જઇ રહ્યાં હતા. તે દરમિયાન આ દુર્ઘટના સર્જાઈ હતી.

આ પણ વાંચો:- સૌરવ ગાંગુલી BCCIના અધ્યક્ષ પદ માટે લગભગ નક્કી, આ દિગ્ગજોને પણ મળી શકે છે મોટા પદ

મળતી માહિતી અનુસાર, જે સમયે આ દુર્ઘટના સર્જાઇ ત્યારે કારમાં કુલ 7 પ્લેયર્સ બેઠા હતા. ઝાડ સાથે અથડાવ્યા બાદ કાર અનિયંત્રિત થઇ પલટી મારી ગઇ હતી અને રસ્તા પરથી નીચે ઉતરી ગઇ હતી. આ દુર્ઘટના એટલી ભીષણ હતી કે ચાર ખેલાડીઓનું ઘટના સ્થળ પર મોત થયું હતું. જ્યારે અન્ય ત્રણ ખેલાડીઓની હાલત ગંભીર હોવાથી સારવાર માટે તાત્કાલીક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યારે મૃતક ખેલાડીઓના નામ શાહનવાઝ ખાન, આદર્શ હરદુઆ, આશીષ લાલા અને અનિકેત છે.

દુર્ઘટનાની જાણકારી મળ્યા બાદ સીએમ કમલનાથે પણ સોક સંવેદરનાઓ વ્યક્ત કરતી ટ્વિટ કરી છે. તેમાં તમેણે લખ્યું છે કે, ‘હોશંગાબાદમાં હોકી ટૂર્નામેન્ટમાં સામેલ થવા જઇ રહેલા હોકી ખેલાડીઓના વાહનનો રૈસલપુર ગામ નજીક અકસ્માત સર્જાવવાની દુર્ઘટના બની છે. દુર્ઘટનામાં મૃતક ખેલાડીઓના પરિવાર પ્રતિ મારી શોક સંવેદનાઓ.’

આ પણ વાંચો:- 

તો બીજી તરફ પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે પણ દુર્ઘટના પર દુખ વ્યક્ત કરતા કહ્યું કે, રૈસલપુર, હોશંગાબાદમાં ધ્યાનચંદ્ર ટ્રોફી રમાવવા જઇ રહેલા હોકી ખેલાડી શાહનવાઝ ખાન, આદર્શ હરદુઆ, આશીષ લાલા અને અનિકેતના માર્ગ અકસ્માતમાં મોતના દુખદ સમાચાર મળ્યા છે. ભગવાનથી પ્રાર્થના છે કે તેઓ સ્વગસ્થ આત્માઓને શાંતિ, પરિવારજનોને આ દુખ સહન કરવાની શક્તિ આપે તેમજ ઇજાગ્રસ્તોના સ્વાસ્થયન ઝડપી સારી કરે.

જુઓ Live TV:- 

સ્પોર્ટના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More