Home> Sports
Advertisement
Prev
Next

EXCLUSIVE: માતા- પિતા સુઇ રહ્યા હતા અને હિમાએ ફિનલેન્ડમાં વધાર્યું આખા દેશનું ગૌરવ

ZEE NEWS સાથેની ખાસ વાતચીતમાં હિમા દાસે પોતાના જીવન કેરિયર અને તેના યાગદાર ક્ષણોની વાત શેર કરી હતી

EXCLUSIVE: માતા- પિતા સુઇ રહ્યા હતા અને હિમાએ ફિનલેન્ડમાં વધાર્યું આખા દેશનું ગૌરવ

નવી દિલ્હી : ભારતની હિમા દાસે હાલમાં જ આઇએએફ વર્લ્ડ અંડર-20 ચેમ્પિયનશિપની મહિલાઓની 400 મીટર સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો છે. હિમાએ રાટિના સ્ટેડિયમમાં રમાયેલ ફાઇનલમાં 51.46 સેકન્ડનો સમય કાઢતા જીત પ્રાપ્ત કરી હતી. આ સાથે જ તેઓ ચેમ્પિયનશિપમાં તમામ આયુ વર્ગોમાં ગોલ્ડ જીતનાર ભારતના પહેલી એથલિટ બની ગઇ છે. હિમાએ આ ઉપલબ્ધિ અંગે સમગ્ર દેશ તેને શુભકામનાઓ આપી રહ્યા છે.હિમાએ શુભકામનાઓ આપનારા લોકોનો આભાર વ્યક્ત કર્યો. તેમણે એક વીડિયો ઇશ્યું કરીને કહ્યું કે, હું તમામ લોકોનો આભાર વ્યક્ત કરવા માંગુ છું. તમામ લોકોએ મને ખુબ જ પ્રેમ આપ્યો છે. તેમના કારણે અહીં પહોંચી છું. ટ્વીટર પર જેમણે મને શુભકામના આપી, રાષ્ટ્રપતિથી માંડીને વડાપ્રધાન અને રમત મંત્રી સુધી તમામની શુભકામના મને સારી લાગી. તમે લોકો આ પ્રકારે મને આશીર્વાદ આપતા રહ્યા. હું દેશને એક તરફ પગલા આગળ લઇ જવાનો પ્રયાસ કરીશ.

દેશને ગોરવાન્વિત કરનાર હિમા દાસે ZEE NEWS સાથે ખાસ વાતચીત કરી. આ વાતચીતમાં હિમાએ પોતાનાં જીવન, કેરિયર અને આ યાદગાર પળ સાથે જોડાયેલી ઘણી વાતો શેર કરી. ઇન્ટરવ્યુ દરમિયાન હિમાએ જણાવ્યું હતું કે, તેમણે પહેલાથી જ આ વાતની આશા વ્યક્ત કરી હતી કે તેઓ મેડલ જીતે તે માટે પોતાનાં કોચ સાથે પહેલાથી જ કહી દીધું હતું કે તે ત્રિરંગો અને આસામી ગમછો પોતાની સાથે રાખ્યો હતો. 

આંખોમાં હતા ખુશીના આંસુ
હિમાએ જણાવ્યું કે, જ્યારે તે પોડિયમ પર ઉભી હતી તો તેની આંખોમાં ખુશીના આંસુ હતા. તેમણે કહ્યું કે, કોઇ પણ ભારતીયની સામે જો બીજા દેશોમાં પોતાનો ત્રિરંગો ઉપર થશે તો આંખમાં આંસુ આવશે જ અને મારુ પણ કંઇક એવું જ હતું. તેઓ ગર્વનો પળ હતો અને હું આંસુ નહી રોકી શકું. 

જ્યારે રેસમાં જીતી તો મમ્મી-પપ્પા સુઇ રહ્યા હતા
હિમાએ જણાવ્યું કે, જ્યારે હું રેસ જીતી તો મારા મમ્મી - પપ્પા સુઇ રહ્યા હતા. મે તેમને કહ્યું કે, હું ગોલ્ડ જીતી ગઇ અને તમે સુઇ રહ્યા હતા. તેમણે કહ્યું કે, મારા મમ્મી-પપ્પાએ મને હંમેશા સપોર્ટ કર્યો. કોઇ વાતની રોકટોક નહોતી કરી પછી ભલે ગમે તે થઇ જાય. હું પોતાની ટ્રેનિંગ સવારનાં 4 વાગ્યે કરૂ કે રાત્રે 11 વાગ્યે ઘર પરત ફરૂ. તેમણે દરેક પરિસ્થિતીમાં મારો સાથ આપ્યો. 

સચિન - મેસી છે હિમાના આદર્શ
હિમા દાસે જણાવ્યું કે, ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકર અને અર્જેન્ટીનાના સુપરસ્ટાર ફુટબોલર લિયોનલ મેસી મારા આદર્શ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સચિન તેંડુલકરે પણ હિમા દાસને તેની આ સફળતા અંગે શુભકામનાઓ પાઠવી છે. હિમાના માથે વર્લ્ડ ચેમ્પિયનશિપનું ગોલ્ડ તાજ સજતાની સાથે જ સોશ્યલ મીડિયા પર તેમને રાતો-રાત વડાપ્રધાન મોદીથી માંડીને સચિન તેંડુલકર સુધી ફોલો કરવા લાગ્યા છે. 

ભુપેન હજારિકાને પસંદ કરે છે હિમા
હિમા દાસે કહ્યું કે, ભૂપેન હજારિકા મને ખુબ જ પસંદ છે, અત્રે ઉલ્લેખની છે કે ભુપેન હજારિકા ભારતના પુર્વોત્તર રાજ્ય અસમનાં એક બહુમુખી પ્રતિભાના ગીતકાર, સંગીતકાર અને ગાયક હતા. 1992માં દાદા સાહેબ ફાલ્કે પુરસ્કાર અને પદ્મભૂષણથી નવાજવામાં આવેલા ભુપેન હજારીકાને લોકો ભુપેન દાના નામે જાણે છે. હજારીકાની અસરદાર અવાજમાં જે કોઇ તેમના ગીત દિલ હૂમ હૂમ કરે અને ઓ ગંગા તુ બહેતી ક્યો હે દ્વારા હજી પણ છવાયેલા રહે છે. 

4-5 કલાક ટ્રેનિંગ કરે છે
હિમા દાસે દિવસમાં ચારથી પાંચ કલાક ટ્રેનિંગ કરે છે. હિમા પહેલા ફુટબોલ રમતી હતી, જો કે તેમાં તેને કોઇ ભવિષ્ય નહી દેખાતા તેણે એથલેટિક્સને પોતાનું કેરિયર બનાવી દીધું. તેણે કહ્યું કે, યોગ્ય સમયે યોગ્ય લોકો મળતા ગયા અને હું એથલેટિક્સમાં નિષ્ણાંત બનતી ગઇ.

દેશવાસીઓ મારા કરતા પણ વધારે ખુશ છે
હિમા દાસે કહ્યું કે, જ્યારે રેસ જીતી તો તેને થોડા સમય માટે મગજમાં નહોતું આવ્યું. હું ખુશ છુ કે જેટલી હું ખુશ છું. રેસ બાદ જ્યારે મે ફેસબુક ખોલ્યું તો જોયું કે ઉપરથી નીચે સુધી મારી જ તસ્વીરો હતો. આ મારા માટે ખુશીની સાથે સાથે ગર્વનો સમય છે. 

ખભા પર ત્રિરંગો અને આંખોમા આંસુ
અસમના એક નાનકડા ગામની એક સામાન્ય પરિવારની યુવતી જ્યારે દોડી તો એક મિનિટ કરતા પણ ઓછા સમયમાં વર્લ્ડ એથલેટિક્સનાં નક્શા પર ભારતનાં નામની પહેલી ગોલ્ડન મહોર લગાવી દીધી. પોતાના કારનામાનો અહેસાસ થતા જ ગળામાં આસામી ગમછો અને ખભા પર ત્રિરંગો લપેટી લીધો. વિજેતા મંચ પર પહોંચી તો રાષ્ટ્રગીત વાગતાની સાથે જ તેની અપલક દ્રષ્ટી રાષ્ટ્રીય ધ્વજને જોતી રહી અને આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા હતા. 
વડાપ્રધાન મોદીએ વીડિયો શેર કરીને પાઠવી શુભકામનાઓ

હિમાની જીત અંગે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, રમત મંત્રી રાજ્યવર્ધન સિંહ રાઠોડ અને ક્રિકેટ તથા બોલિવુડની તમામ હસ્તીઓએ શુભકામનાઓ પાઠવી હતી અને તેને દેશનું ગૌરવ ગણાવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, ફિનલેંડ જતા પહેાલ હિમાએ ગત્ત મહિને ગુવાહાટીમાં ઇન્ટર સ્ટે ટસીનિયર એથલેટિક્સ ચેમ્પિયનશિપમાં જીત પ્રાપ્ત કરીને પોતાની આગામી જીતની ગોલ્ડન લાઇન ખેંચવાનું ચાલુ કરી દીધું હતું. ચેમ્પિયનશિપમાં તે 51.13ના સમયથી માંડીને અવ્વલ રહી. તેની જીતની આશા એટલા માટે વધી ગઇ કારણ કે ફિનલેન્ડમાં 400 મીટર સ્પર્ધામાં ભાગ લેનારા ખેલાડીઓને હું માત્ર અમેરિકાની એક ખેલાડીએ તેના કરતા પણ ઓછો સમયમાં પસાર કર્યો હતો. 

મુશ્કેલ પરિસ્થિતીઓ પણ ન અટકાવી શકી હિમાને
મધ્ય અસમનાં ઢિંગ ગામની આશરે 5 કિલોમીટરના અંતરે આવેલ કંધૂલીમારી ગામમાં ખેતી કરનારા રંજીત દાસ અને જોમાલીના ઘરે જન્મેલી હિમાને ચાર ભાઇ અને બહેન છે. સીમિય સાધનો સાથે તેણે પિતાની પાસે એટલા પૈસા નહોતા કે તેનું કોચિંગ માટે મોટો ખર્ચ સહન કરી સકે. જો કે આ મુશ્કેલ પરિસ્થિતીમાં હિમાને આગળ વધતા નહોતી રોકી શકી. 

ખેતરમાં દોડતી હતી હિમા
પરિવારને જાણતા લોકોનું કહેવું છે કે હિમા પોતાનાં પિતાનાં ખેતરમાં દોડ લગાવતી હતી. છોકરાઓ સાથે ફુટબોલ રમતી હતી. આ આશરે બે વર્ષ પહેલાની વાત છે કે તેના દોડવાનાં અંદાજ અને વિજળી જેવી ગતીને જોતા એક સ્થાનિક કોચે તેને એથલેટિક્સમાં હાથ અજમાવવા માટેની સલાહ આપી હતી. હિમાને એક શરૂઆતી કોચિંગ આપયું અને તેની કુદરતી રફતારમાં કોઇ ઘટાડો નહોતો કર્યો.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More