Home> Sports
Advertisement
Prev
Next

IPL 2023 માં દુનિયાભરના સુપરસ્ટાર ફેલ, રોહિત શર્માનું નામ પણ શરમજનક રેકોર્ડના લિસ્ટમાં સામેલ

IPL 2023: આઈપીએલ 2023ના ઘણા ચોંકાવનારા રેકોર્ડ સામે આવ્યા છે. ખાસ કરીને એક શરમજનક રેકોર્ડનું લિસ્ટ સામે આવ્યું છે, જેમાં કેપ્ટન રોહિત શર્માનું નામ પણ છે. 

IPL 2023 માં દુનિયાભરના સુપરસ્ટાર ફેલ, રોહિત શર્માનું નામ પણ શરમજનક રેકોર્ડના લિસ્ટમાં સામેલ

નવી દિલ્હીઃ IPL 2023: આઈપીએલ-2023માં ટૂર્નામેન્ટનો હાફ સ્ટેજ પૂર્ણ થઈ ગયો છે. આ વર્ષે કેટલાક ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કરી ફેન્સના દિલ જીત્યા છે. તો ઘણા મોટા નામોએ નિરાશ પણ કર્યાં છે. ખાસ કરીને વિદેશી ખેલાડી જેનાથી આશા હતી તે સારૂ પ્રદર્શન કરી શક્યા નથી. તમને આ રિપોર્ટમાં કેટલાક મોટા ખેલાડીઓના ચોંકાવનારા આંકડા જણાવી રહ્યાં છીએ.

પાવરપ્લેમાં આ ખેલાડી રમે છે સૌથી વધુ ડોટ
આઈપીએલ 2023માં ઘણા ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. હકીકતમાં આ વર્ષે પાવરપ્લેમાં ઘણા ઘાતક વિદેશી બેટરો ખુબ ડોટ બોલ રમ્યા છે. આઈપીએલ 2023માં જો સૌથી વધુ ડોટ બોલ રમનાર ખેલાડીઓની વાત કરીએ તો કેકેઆર માટે રમનાર રહમાનુલ્લાહ ગુરબાઝનું નામ સૌથી ઉપર છે. ગુરબાઝે આ સીઝન 57.4 ટકા બોલ પાવરપ્લેમાં ડોટ રમી છે. 

આ પણ વાંચોઃ BCCI Contract: કોને મળશે કેટલા રૂપિયા? જાણો કોને મળ્યું પ્રમોશન, કોના ખિસ્સા કપાયા

તો લિસ્ટમાં બીજા નંબર પર દિલ્હી કેપિટલ્સના કેપ્ટન ડેવિડ વોર્નરનું નામ છે. વોર્નરે આ વર્ષે પોતાની સ્ટ્રાઇક રેટને કારણે આલોચનાનો સામનો કર્યો છે, તેણે પાવરપ્લેમાં 52.7 ટકા ડોટ બોલ રમ્યા છે. તો પંજાબ કિંગ્સના બેટર મેથ્યૂ શોર્ટનું નામ પણ આ લિસ્ટમાં સામેલ છે. શોર્ટે આ સીઝનમાં પાવરપ્લેમાં 51.6 ટકા ડોટ બોલ રમી છે. 

રોહિતનું નામ પણ લિસ્ટમાં
આ લિસ્ટમાં આગામી નામ મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માનું છે. રોહિતે આ સીઝન 51.5 ટકા ડોટ બોલ રમ્યા છે. રોહિતનું પ્રદર્શન પણ પાવરપ્લેમાં ખાસ રહ્યું નથી. ત્યારબાદ સનરાઇઝર્સ હૈદરાબાદના ઓપનર હેરી બ્રૂકનું નામ આવે છે. બ્રૂકને હૈદરાબાદે 13.5 કરોડ રૂપિયા આપીને પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. તેણે આ સીઝનમાં પાવરપ્લેમાં 50.6 ટકા ડોટ બોલ રમ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More