Home> Sports
Advertisement
Prev
Next

IND vs PAK: બોલિંગ સમયે હાર્દિક પંડ્યા કયો મંત્ર બોલ્યો, ઓલરાઉન્ડરે મેચ બાદ કર્યો ચોંકાવનારો ખુલાસો

World Cup 2023: ભારતે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પાકિસ્તાનને સાત વિકેટે કારમો પરાજય આપી વિશ્વકપમાં સતત ત્રીજી જીત મેળવી છે. આ સાથે ભારતે વિશ્વકપમાં પાકિસ્તાનને આઠમી વખત પરાજય આપ્યો છે. 

IND vs PAK: બોલિંગ સમયે હાર્દિક પંડ્યા કયો મંત્ર બોલ્યો, ઓલરાઉન્ડરે મેચ બાદ કર્યો ચોંકાવનારો ખુલાસો

અમદાવાદઃ આઈસીસી વનડે વિશ્વકપ 2023માં ભારતીય ટીમ શાનદાર પ્રદર્શન કરી રહી છે. ટીમે શરૂઆતી ત્રણ મેચ જીતી લીધી છે. ત્રીજી મેચ શનિવારે પાકિસ્તાન સામે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ હતી. ભારતીય ટીમે મુકાબલો 30.3 ઓવરમાં 7 વિકેટથી જીતી લીધો હતો. 

આ મુકાબલામાં સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ 34 રન આપી બે વિકેટ ઝડપી હતી. તેની એક ઘટના ખુબ વાયરલ થઈ, જેમાં તે બોલ હાથમાં લઈને કોઈ મંત્રનો જાપ કરતો જોવા મળી રહ્યો છે. ત્યારબાદ તે ફૂંક મારે છે અને આગામી બોલ પર વિકેટ મેળવે છે. 

હાર્દિક પંડ્યાએ ખુબને ગાળ આપી
પંડ્યાનો જ્યારે આ વીડિયો વાયરલ થયો, તો ફેન્સના મનમાં ઉત્સુકતા થઈ કે હાર્દિક પંડ્યા શું બોલ્યો હતો? હવે આ ઓલરાઉન્ડરે ખુદ ખુલાસો કર્યો છે. મેચ બાદ ગૌતમ ગંભીર અને ઇરફાન પઠાણ સાથે વાત કરતા પંડ્યાએ મજાકમાં કહ્યું કે તેણે ખુદને ગાળો આપી હતી. 

હકીકતમાં પાકિસ્તાનની ઈનિંગની 13મી ઓવર હાર્દિક પંડ્યા કરી રહ્યો હતો. તેનો ત્રીજો બોલ ફેંકતા પહેલા હાર્દિક બોલ લઈને કંઈક બોલતો જોવા મળ્યો હતો. કંઈક બોલ્યા બાદ પંડ્યાએ ફૂંક મારી અને ત્રીજો બોલ ફેંક્યો હતો. સ્ટ્રાઇક પર ઈમામ ઉલ હક હતો, જે વિકેટકીપર રાહુલના હાથે કેચ આઉટ થયો હતો. ઇમામે 38 બોલમાં 36 રન બનાવ્યા હતા. 

આ પણ વાંચોઃ Rohit Sharma: પાકિસ્તાન સામે જીત બાદ બોલ્યો રોહિત શર્મા, જાણો કોને આપ્યો શ્રેય

હું ખુદને મોટિવેટ કરી રહ્યો હતો
મેચ બાદ ખુલાસો કરતા હાર્દિકે તે ઘટના પર વાત કરી. તેણે કહ્યું- મેં સરળ રીતે મારી સાથે વાત કરી. બેસિકલી ખુદને ગાળ આપી (હસ્તા હસ્તા). હું ખુદને મોટીવેટ કરી રહ્યો હતો કે થોડી જગ્યા પર બોલ કરું. કંઈ અલગ કરીને ન જાવ. હાર્દિકે ગેમ પ્લાનિંગ પર કહ્યું- મારા પ્રમાણે મેં અને સિરાજે વાત કરી હતી કે એક જેવી વિકેટ પર બોલિંગ કરીશું તો વધુ ટ્રાઈ નહીં કરીએ. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More