Home> Sports
Advertisement
Prev
Next

ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ T20 સિરીઝમાં નહીં રમે આ ઘાતક ખેલાડી, ટીમ ઈન્ડિયાને લાગ્યો ઝટકો

વનડે વિશ્વકપ બાદ ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયા સામે પાંચ મેચની ટી20 સિરીઝ રમવાની છે. આ સિરીઝમાં ભારતનો એક સ્ટાર ઓલરાઉન્ડર ઈજાને કારણે રમી શકશે નહીં.
 

ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ T20 સિરીઝમાં નહીં રમે આ ઘાતક ખેલાડી, ટીમ ઈન્ડિયાને લાગ્યો ઝટકો

India vs Australia T20 Series: વનડે વિશ્વકપ 2023માં ટીમ ઈન્ડિયા કમાલનું પ્રદર્શન કરી રહી છે. ટીમે વિશ્વકપમાં સતત 9 મેચ જીતી સેમીફાઈનલમાં જગ્યા બનાવી છે. સેમીફાઈનલમાં આજે (15 નવેમ્બર) એ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ટક્કર થવાની છે. વિશ્વકપ 2023ની ફાઈનલ 19 નવેમ્બરે રમાશે. વનડે વિશ્વકપ બાદ ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયા સામે પાંચ મેચની ટી20 સિરીઝ રમવાની છે. પરંતુ આ સિરીઝમાં ટીમ ઈન્ડિયાનો એક ઈજાગ્રસ્ત ખેલાડી રમી શકશે નહીં. 

T20 સિરીઝ નહીં રમે આ ખેલાડી
વનડે વિશ્વકપ 2023માં બાંગ્લાદેશ વિરુદ્ધ મેચ દરમિયાન સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ઈજાગ્રસ્ત થઈ ગયો હતો. તેને એડીમાં ઈજા થઈ હતી. હાર્દિક પંડ્યાને બીસીસીઆઈની મેડિકલ ટીમે 6-8 સપ્તાહ આરામ કરવાની સલાહ આપી છે. પરંતુ તે સંપૂર્ણ રીતે ફિટ થઈ શક્યો નથી. આ કારણે તે વિશ્વકપમાંથી બહાર થઈ ગયો હતો. હવે સમાચાર આવ્યા છે કે હાર્દિક પંડ્યા ઓસ્ટ્રેલિયા સામે ટી20 સિરીઝમાં પણ રમી શકશે નહીં. ઓસ્ટ્રેલિયા સામે સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત આજે થઈ શકે છે. 

આ પણ વાંચોઃ વિશ્વકપની સાથે સમાપ્ત થઈ જશે પાંચ દિગ્ગજોનું વનડે કરિયર, જાણો કોણ છે સામેલ

હાર્દિક પંડ્યાની ગણતરી ભારતના સ્ટાર ઓલરાઉન્ડરમાં થાય છે. તેણે ભારતને ઘણી જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. તેણે ટીમ ઈન્ડિયા માટે 11 ટેસ્ટમાં 532 રન, 86 વનડે મેચમાં 1796 રન અને 92 ટી20 મેચમાં 1348 રન બનાવ્યા છે. તે આક્રમક બેટિંગની સાથે શાનદાર બોલિંગ કરવામાં પણ માહેર છે. 

તેમ માનવામાં આવી રહ્યું છે કે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ટી20 સિરીઝ માટે મોટા ભાગના સીનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવશે. તો એશિયન ગેમ્સ 2023માં ગોલ્ડ મેડલ જીતનારી ભારતીય ટીમના ખેલાડીઓને તક મળશે. એશિયન ગેમ્સમાં ટીમની કમાન ઋતુરાજ ગાયકવાડે સંભાળી હતી. તે ટીમમાં યશસ્વી જાયસવાલ, તિલક વર્મા, રિંકૂ સિંહ અને જિતેશ શર્મા જેવા ખેલાડી સામેલ હતા. તો માનવામાં આવી રહ્યું છે કે આ સિરીઝ માટે વીવીએસ લક્ષ્મણ ટીમનો મુખ્ય કોચ હશે. આ વાતની પુષ્ટિ હજુ થઈ શકી નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More