Home> Sports
Advertisement
Prev
Next

મોંઘી ઘડિયાળો ઉપરાંત લકઝરી કારોનો પણ શોખ છે હાર્દિક પંડ્યાને, જુઓ Photos

 હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયા એક એવો ઓલરાઉન્ડર છે જે પોતાની રમત સિવાય મોંઘી ઘડિયાળો અને મોંઘા કપડાના શોખને કારણે ચર્ચામાં રહે છે. હાર્દિક પંડ્યા મોંઘા કપડાની જેમ લક્ઝરી કારનો પણ ખૂબ જ શોખ છે. હાર્દિક પંડ્યાની પાસે લક્ઝરી કારનું ક્લેક્શન પણ છે. 

મોંઘી ઘડિયાળો ઉપરાંત લકઝરી કારોનો પણ શોખ છે હાર્દિક પંડ્યાને, જુઓ Photos

 હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયા એક એવો ઓલરાઉન્ડર છે જે પોતાની રમત સિવાય મોંઘી ઘડિયાળો અને મોંઘા કપડાના શોખને કારણે ચર્ચામાં રહે છે. હાર્દિક પંડ્યા મોંઘા કપડાની જેમ લક્ઝરી કારનો પણ ખૂબ જ શોખ છે. હાર્દિક પંડ્યાની પાસે લક્ઝરી કારનું ક્લેક્શન પણ છે. 
  
 હાર્દિક પંડ્યાનું કારનું કલેક્શન
 હાર્દિક પંડ્યાની પાસે હાલમાં લમ્બોરગીનીથી લઈને રોલ્સ રોયસ સુધીનું કાર ક્લેક્શન હોય છે.  રોલ્સ રોયસ વિશ્વની સૌથી મોંઘી કારમાંથી એક છે. હાર્દિક પંડ્યા પાસે એક રોલ્સ રોયસ ઘોસ્ટ છે જેની કિંમત રૂ. 6.95 કરોડથી રૂ. 7.95 લાખ સુધીની છે. રોલ્સ રોયલ ઘોસ્ટની ટોપ સ્પીડ 250 કિમી પ્રતિ કલાક છે અને તે 4.8 સેકન્ડમાં 0 થી 100 કિમી પ્રતિ કલાકની ઝડપ પકડી શકે છે.

fallbacks

Lamborghini Huracan Evo
હાર્દિક પંડ્યાના કાર કલેક્શનમાં બીજી સૌથી મોંઘી કાર લેમ્બોર્ગિની હુરાકન ઇવો સુપર સ્પોર્ટ્સ છે જેની કિંમત રૂ. 3.71 કરોડથી રૂ. 4.99 કરોડની વચ્ચે છે. આ સ્પોર્ટ્સ કાર માત્ર 3.4 સેકન્ડમાં 0 થી 100 kmphની ઝડપ પકડી શકે છે.

fallbacks
 
Mercedes G-wagon
 હાર્દિક પંડ્યાના કાર કલેક્શનમાં ત્રીજી કાર મર્સિડીઝ જી વેગન છે જેની કિંમત 1.72 કરોડ રૂપિયા છે. આ SUV 4.5 સેકન્ડમાં 0 થી 100 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ હાંસલ કરે છે.

fallbacks
 
Audi A6
હાર્દિક પંડ્યાની ચોથી કાર Audi A6 છે જે મિડ રેન્જ પ્રીમિયમ સેડાન છે. આ કારની કિંમત 61.60 લાખ રૂપિયાથી લઈને 66.26 લાખ રૂપિયા સુધીની છે. સેડાન 6.8 સેકન્ડમાં 0 થી 100 kmph સુધીની ઝડપ પકડી શકે છે અને તેની ટોપ સ્પીડ 250 kmph છે.

fallbacks

Jeep Compass 
હાર્દિક પંડ્યા પાસે જીપ કંપાસ છે અને તેણે 2017માં તેના સ્વર્ગસ્થ પિતા હિમાંશુ પંડ્યાને SUV ભેટમાં આપી હતી. આ SUVની કિંમત 21.09 લાખ રૂપિયાથી લઈને 31.29 લાખ રૂપિયા સુધીની છે. આ SUV 10.89 સેકન્ડમાં 0 થી 100 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ હાંસલ કરે છે.

fallbacks

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More