Home> Sports
Advertisement
Prev
Next

IPL 2020: CSK લાગ્યો વધુ એક ઝટકો, જાણો ભજ્જી કેમ થયો ટૂર્નામેન્ટમાંથી બહાર

આઇપીએલ (IPL 2020)નો આગાજ થવામાં એકદમ ઓછો સમય બાકી છે પરંતુ ચેન્નઇ સુપર કિંગ્સ (CSK) ને મોટો આંચકા લાગવાનું બંધ થઇ રહ્યું નથી. હવે ટીમના સીનિયર ખેલાડી હરભજન સિંહ આઇપીએલમાંથી પોતાનું નામ પરત લઇ લીધું છે.

IPL 2020: CSK લાગ્યો વધુ એક ઝટકો, જાણો ભજ્જી કેમ થયો ટૂર્નામેન્ટમાંથી બહાર

નવી દિલ્હી: આઇપીએલ (IPL 2020)નો આગાજ થવામાં એકદમ ઓછો સમય બાકી છે પરંતુ ચેન્નઇ સુપર કિંગ્સ (CSK) ને મોટો આંચકા લાગવાનું બંધ થઇ રહ્યું નથી. હવે ટીમના સીનિયર ખેલાડી હરભજન સિંહ આઇપીએલમાંથી પોતાનું નામ પરત લઇ લીધું છે. આ સ્ટાર સ્પિનરે અંગત કારણોનો હવાલો આપતાં આ સત્રથી દૂર રહેવાનો નિર્ણય કર્યો છે. હરભજને આજે જ ટીમને પોતાના નિર્ણયની જાણકારી આપી છે અને અંગત કારણોથી આઇપીએલથી હટવાનું કારણ ગણાવ્યું છે. 

થોડા સમય પહેલાં એવા સમાચાર આવ્યા હતા કે હરભજન સિંહ આ આઇપીએલનો ભાગ નહી હોય પરંતુ કોઇ સત્તાવાર જાહેરાત કરવામાં આવી ન હતી, પરંતુ આજે સ્પષ્ટ થઇ ગયું કે સીએસકેની ટીમનો આ સ્ટાર ખેલાડી આ વખતે આઇપીએલમાં જોવા મળશે નહી. 

સીએસકેના બે ખેલાડી અને કેટલાક સપોર્ટ સ્ટાફ સભ્ય કોવિડ 19 ટેસ્ટમાં પોઝિટિવ મળી આવ્યા હતા. ત્યારબાદ સુરેશ રૈના પણ અંગત કારણોથી આઇપીએલથી હટી ગયો હતો. હજુ રૈનાનો વિવાદ શાંત પડ્યો ન હતો અને ભજ્જીએ સીએસકેને મોટો આંચકો આપી દીધો. રૈના બાદ હવે ભજ્જી ટીમનો ભાગ નહી હોય એવામાં સીએસકેની મુશ્કેલીઓ વધી ગઇ છે. 

પેટની બિમારી માટે રામબાણ છે Coconut Water, જાણો તેના બીજા ઘણા ફાયદા

તમને જણાવી દઇએ કે ગત સત્રમાં ભજ્જીએ ચેન્નઇ માટે શાનદાર બોલીંગ કરી હતી અને 16 વિકેટ લીધી હતી. તો બીજી તરફ આઇપીએલના ઇતિહાસમાં સૌથી વધુ વિકેટ લેવાના મામલે ભજ્જી ત્રીજા નંબર પર છે. લસિથ મલિંગાએ સૌથી વધુ 170, અમિત મિશ્રાએ 157 અને ભજ્જીએ 150 વિકેટ લીધી છે. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More