Home> Sports
Advertisement
Prev
Next

હરભજન સિંહે આ શું લોચો માર્યો? ખાલિસ્તાની આતંકીને ગણાવ્યો 'શહીદ', લોકો ભડક્યા

ભારતીય ઓફ સ્પીનર હરભજન સિંહ હાલ સોશિયલ મીડિયા પર ખુબ જ ટ્રોલ થઈ રહ્યો છે.

હરભજન સિંહે આ શું લોચો માર્યો? ખાલિસ્તાની આતંકીને ગણાવ્યો 'શહીદ', લોકો ભડક્યા

નવી દિલ્હી: ભારતીય ઓફ સ્પીનર હરભજન સિંહ હાલ સોશિયલ મીડિયા પર ખુબ જ ટ્રોલ થઈ રહ્યો છે. વાત જાણે એમ છે કે હરભજન સિંહે પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં ખાલિસ્તાની આતંકવાદી જરનૈલ સિંહ ભીંડરાવાલેને શહીદ ગણાવી દીધો. જેને લઈને લોકો ભડકી ગયા છે. 

હરભજન સિંહે ઈન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી શેર કરી. જેમાં તેણે 1984માં સુવર્ણ મંદિરની અંદર થયેલા ઓપરેશન બ્લ્યૂ સ્ટાર દરમિયાન માર્યા ગયેલા ખાલિસ્તાની આતંકવાદી જરનૈલ ભીંડરાવાલેને 'શહીદ' ગણાવવાની કોશિશ કરી શ્રદ્ધાંજલિ આપી છે. અત્રે જણાવવાનું કે આ ઓપરેશન બ્લ્યૂ સ્ટારને એક જૂનથી 8 જૂન 1984 દરમિયાન અમૃતસરના સુવર્ણ મંદિરમાં અંજામ અપાયું હતું. ઈન્ડિયન આર્મી દ્વારા કરાયેલા એક મોટું મિશન હતું. 

fallbacks

હરભજન સિંહ પર લોકો ભડક્યા
હરભજન સિંહે આમ કર્યા બાદ ટ્વિટર પર તે ખુબ જ ટ્રોલ થઈ રહ્યો છે. એક યૂઝરે લખ્યું કે 'હરભજન સિંહ ધ્યાનથી સાંભળો જરનૈલ સિંહ ભીંડરાવાલે આતંકવાદી હતો અને હંમેશા આતંકવાદી જ રહેશે.' બીજા યૂઝરે લખ્યું 'તો હરભજન સિંહના મત મુજબ ખાલિસ્તાની આતંકી જરનૈલ સિંહ ભીંડરાવાલે હજારો પંજાબી હિન્દુઓનો હત્યારો શહીદ છે અને આપણી યુવા પેઢી આ ખાલિસ્તાની સમર્થકોને આદર્શ માને છે.' એક યૂઝરે લખ્યું કે 'દરેક જણ પોતાના ધર્મ પ્રત્યે વફાદાર છે, ભલે તેણે ભીંડરાવાલે કે બિન લાદેન જેવા આતંકવાદીઓનું સમર્થન કરવું પડે.'

આખરે શું હતું ઓપરેશન બ્લ્યૂ સ્ટાર?
અત્રે જણાવવાનું કે ઓપરેશન બ્લ્યૂ સ્ટાર એક જૂનથી 8 જૂન 1984 દરમિયાન અમૃતસરના સુવર્ણ મંદિરમાં હાથ ધરાયું હતું. ભારતીય સેના દ્વારા કરાયેલું એક મોટું મિશન હતું. જે હેઠળ ભારતીય સેનાએ સુવર્ણ મંદિરમાં પ્રવેશીને ભીંડરાવાલેના નેતૃત્વવાળા આતંકીઓને ખદેડી મૂક્યા હતા. જે શીખ સમુદાય માટે ખાલિસ્તાન નામનો અલગ દેશ બનાવવા ઈચ્છતા હતા. 

ભીંડરાવાલેના નામ પર થયો વિવાદ
અત્રે જણાવવાનું કે ભારતના પ્રધાનમંત્રી તે સમયે ઈન્દિરા ગાંધી હતા અને પંજાબમાં બગડતી સ્થિતિને જોતા ઓપરેશન બ્લ્યૂ સ્ટારને અંજામ અપાયું હતું. જો કે હરભજન સિંહે સ્પષ્ટ રીતે ભીંડરાવાલેનું નામ નથી લીધુ પરંતુ તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં ભીંડરાવાલેની તસવીર પ્રમુખ રીતે દેખાડવામાં આવી છે. હરભજન સિંહ ભારત માટે 103 મેચોમાં 417 વિકેટ લઈ ચૂક્યો છે. હરભજને ભારત માટે 236 વનડેમાં 269 વિકેટ મેળવી છે. આ ઉપરાંત તેણે 28 ટી-20 મેચોમાં 25 વિકેટ લીધી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More