Home> Sports
Advertisement
Prev
Next

હેપી બર્થડે મોહમ્મદ કેફ, આજે પણ યાદ છે નેટવેસ્ટ ફાઇનલની તે ઈનિંગ

ટીમ ઈન્ડિયાના પૂર્વ ખેલાડી અને દેશના શાનદાર ફીલ્ડર્સોમાં સામેલ મોહમ્મદ કેફ આજે પોતાનો 38મો જન્મદિવસ મનાવી રહ્યો છે. આ અવસરે જાણો વર્ષ 2002માં કેફની તે ઐતિહાસિક ઈનિંગ વિશે, જેણે બદલી નાખી કેફની દુનિયા. 

 હેપી બર્થડે મોહમ્મદ કેફ, આજે પણ યાદ છે નેટવેસ્ટ ફાઇનલની તે ઈનિંગ

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટર મોહમ્મદ કેફ આજે પોતાનો 38મો જન્મદિવસ મનાવી રહ્યો છે. આ વર્ષે જુલાઈમાં કેફે ક્રિકેટમાંથી નિવૃતી લઈ લીધી હતી અને તે ક્રિકેટ એક્સપર્ટ અને કોમેન્ટ્રીમાં નવી ઈનિંગ રમી રહ્યો છે. સૌરવ ગાંગુલીની આગેવાનીમાં ટીમમાં સ્થાન મેળવનાર કેફ પોતાની ચુસ્ત ફીલ્ડિંગ માટે જાણીતો છે. આ સિવાય તે મિડલ ઓર્ડરમાં શાનદાર બેટ્સમેન રહ્યો છે. કેફ આશરે 12 વર્ષ પહેલા ભારતીય ટીમ માટે અંતિમ મેચ રમ્યો હતો. તેણે ભારત માટે 13 ટેસ્ટ, 125 વનડે મેચ રમી હતી. 

2003 વર્લ્ડ કપમાં કેફે ભારત માટે ફીલ્ડિંગ અને પોતાની બેટિંગથી શાનદાર ભૂમિકા ભજવી હતી. ભારતીય ટીમ આ વિશ્વકપમાં ઉપ વિજેતા રહી હતી. પરંતુ કેફની સૌથી શાનદાર ઈનિંગ 2002માં લોર્ડ્સના મેદાન પર ઈંગ્લેન્ડ વિરુદ્ધ નેટવેસ્ટ સિરીઝના ફાઇનલમાં જોવા મળી, જ્યારે તેણે ભારતને ખિતાબી જીત અપાવી હતી. 

લોર્ડ્સના મેદાન પર રમાયેલી આ ઈનિંગ કેફની પણ સૌતી ફેવરિટ ઈનિંગ હતી. 13 જુલાઈ 2002ના ભારત નેટવેસ્ટ ટ્રોફીની ફાઇનલ મેચ રમી રહ્યું હતું અને યજમાન ઈંગ્લેન્ડે તેને 326 રનનો પડકાર આપ્યો હતો. ટીમ ઈન્ડિયા સહેવાગ અને ગાંગુલીની જોડીએ સારી શરૂઆત આપી અને પ્રથમ વિકેટ માટે સદીની ભાગીદારી કરી હતી. 

વીવીએસ લક્ષ્મણે ટ્વીટ કરીને કેફને જન્મદિવસની શુભેચ્છા આપી હતી.

પરંતુ જ્યારે કેપ્ટન ગાંગુલી (60) આઉટ થયો ત્યારે ટીમનો સ્કોર 106 રન હતો. ત્યારબાદ થોડીવારમાં ભારતનો ધબડકો થયો અને ભારતનો સ્કોર (146/5) થઈ ગયો હતો. ગાંગુલી બાદ સહેવાગ (45), દિનેશ મોંગિયા (9), રાહુલ દ્રવિડ (5) અને સચિન તેંડુલકર (14) પેવેલિયન પરત ફરી ગયા હતા. 

વીરૂએ પણ પોતાના અંદાજમાં કેફને જન્મદિવસની શુભકામના આપી. 

હવે ટીમ ઈન્ડિયાની પાસે માત્ર 2 બેટ્સમેન બાકી હતી અને ત્યારબાદ ભારતીય દળમાં માત્ર બોલર સુરક્ષિત હતા. અહીંથી ટીમ ઈન્ડિયાને 26 ઓવરમાં 180 રનની જરૂર હતી. કેફ અને યુવરાજ ત્યારે બંન્ને યુવા ખેલાડી હતી, અને કોઈને આશા ન હતી કે ભારત આ મેચ જીતી જશે. પરંતુ કેફે યુવરાજની સાથે મોરચો સંભાળ્યો અને છઠ્ઠી વિકેટ માટે 123ની ભાગીદારી કરી હતી. 267ના સ્કોર પર યુવરાજ (69) આઉટ થયો હતો. 

IND vs AUS: જ્યારે ઓસ્ટ્રેલિયામાં આટલા મોટા વિવાદ બાદ પણ સિરીઝ હારી ગયું હતું ભારત

અહીંથી ભારતને 52 બોલમાં 59 રનની જરૂર હતી. કેફ સારૂ રમી રહ્યો હતો અને તેણે હરભજનની સાથે મળીને ભારતને ટાર્ગેટની નજીક લઈ ગયા હતા. ભજ્જી આઉટ થયો ત્યારે ભારતને જીત માટે 12 રનની જરૂર હતી અને 15 બોલ બાકી હતી. આ વચ્ચે કુંબલે ખાતુ ખોલાવ્યા વિના આઉટ થઈ ગયો હતો. 

પરંતુ કેફે હિંમત ન હારી અને તેણે ઝહીર ખાન (4*)ની સાથે મળીને ભારતને 3 બોલ બાકી રહેતા જીત અપાવી દીધી હતી. 75 બોલમાં 87* રનની ઈનિંગમાં કેફે 6 ફોર અને 2 સિક્સ ફટકારી હતી. આ મેચમાં વિજયી ઈનિંગ માટે તેને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. કેફના આંતરરાષ્ટ્રીય કરિયરની વાત કરીએ તો તેણે 13 ટેસ્ટમાં 32ની એવરેજથી 2753 રન બનાવ્યા. તો 125 વનડેમાં તેની એવરેજ 32ની રહી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More