Home> Sports
Advertisement
Prev
Next

Asian Games: 43 વર્ષના રોહન બોપન્નાએ રચ્યો ઈતિહાસ, મિક્સ્ડ ડબલ્સમાં ભારતને અપાવ્યો ગોલ્ડ મેડલ

Asian Games: એશિયન ગેમ્સમાં ભારતીય ખેલાડીઓ જબરદસ્ત પ્રદર્શન કરી રહ્યા છે. આજે સાતમા દિવસે પણ ભારતીય ખેલાડીઓનું દમદાર પ્રદર્શન જોવા મળી રહ્યું છે. ટેનિસમાં ભારતને ઐતિહાસિક ગોલ્ડ મેડલ મળ્યો છે.

Asian Games: 43 વર્ષના રોહન બોપન્નાએ રચ્યો ઈતિહાસ, મિક્સ્ડ ડબલ્સમાં ભારતને અપાવ્યો ગોલ્ડ મેડલ

એશિયન ગેમ્સમાં ભારતીય ખેલાડીઓ જબરદસ્ત પ્રદર્શન કરી રહ્યા છે. આજે સાતમા દિવસે પણ ભારતીય ખેલાડીઓનું દમદાર પ્રદર્શન જોવા મળી રહ્યું છે. ટેનિસમાં ભારતને ઐતિહાસિક ગોલ્ડ મેડલ મળ્યો છે. ચીનના હાંગઝોઉમાં ચાલી રહેલા એશિયાડમાં ભારતે અત્યાર સુધીમાં કુલ 35 મેડલ મેળવ્યા છે જેમાં 9 ગોલ્ડ મેડલ સામેલ છે. 

ટેનિસમાં રોહન બોપન્ના અને ઋતુજા ભોસલેએ જીત્યો ગોલ્ડ
ટેનિસ મિક્સ ડબલ્સમાં ભારતના રોહન બોપન્ના અને ઋતુજા ભોસલેએ ગોલ્ડ મેડલ જીત્યો છે. રોહન બોપન્ના અત્યાર સુધીમાં બેવારના એશિયાડ ચેમ્પિયન છે. તેમણે 2018માં દિવિજ શરણ સાથે મેન્સ ડબલ્સમાં મેડલ જીત્યો હતો અને હવે ઋતુજા ભોસલે સાથે મળીને મિક્સ ડબલ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. 

સરબજોત અને દિવ્યાએ જીત્યો સિલ્વર મેડલ
આજે પહેલો મેડલ શુટિંગમાં મળ્યો હતો. ભારતીય શૂટર્સ સરબજોત સિંહ અને દિવ્યાએ સિલ્વર મેડલ જીત્યો. ફાઈનમલાં ચીને 16-14ના અંતરથી જીત મેળવી. 

ટ્રેક એન્ડ ફીલ્ડમાં પણ ખાતુ ખુલ્યું
ભારતને કિરણ બાલિયાને શોટપુટમાં એટલે કે ગોળા ફેંકમમાં બ્રોન્ઝ મેડલ મળ્યો છે. 

ભારતે અત્યાર સુધીમાં જીત્યા કુલ 35 મેડલ

1. મેહુલી ઘોષ, આશી ચોક્સે અને રમિતા જિંદાલ- 10 મીટર એર રાઈફલ ટીમ ઈવેન્ટ (શુટિંગ)- સિલ્વર મેડલ
2. અર્જૂન લાલ જાટ અને અરવિંદ સિંહ મેન્સ લાઈટવેટ ડબલ સ્કલ્સ (રોઈંગ)- સિલ્વર મેડલ
3. બાબુ લાલ અને લેખ રામ, મેન્સ કોક્સલેસ ડબલ્સ (રોઈંગ) - બ્રોન્ઝ મેડલ
4.  મેન્સ કોક્સ્ડ 8 ટીમ (રોઈંગ)- સિલ્વર મેડલ
5. રમિતા જિંદાલ- વુમન્સ 10 મીટર એર રાઈફલ (શુટિંગ)- બ્રોન્ઝ મેડલ
6. એશ્વર્ય તોમર, રુદ્રાંક્ષ પાટિલ અને દિવ્યાંશ પવાર, 10 મીટર એર રાયફલ ટીમ ઈવેન્ટ (શુટિંગ)- ગોલ્ડ મેડલ
7. આશીષ, ભીમ સિંહ, જસવિંદર સિંહ અને પુનિતકુમાર- મેન્સ કોક્સલેસ 4 (રોઈંગ)- બ્રોન્ઝ મેડલ
8. પરમિંદર સિંહ, સતનામ સિંહ, ઝકાર ખાન, અને સુખમીત સિંહ- મેન્સ ક્વોડ્રપલ સ્કલ્સ (રોઈંગ)- બ્રોન્ઝ મેડલ
9. એશ્વર્ય પ્રતાપ સિંહ તોમર- મેન્સ 10 મીટર એર રાઈફલ (શુટિંગ)- બ્રોન્ઝ મેડલ
10. અનીશ, વિજયવીર સિદ્ધુ અને આદર્શ સિંહ- મેન્સ 25 મીટર રેપિડ ફાયર પિસ્તોલ (શુટિંગ)- બ્રોન્ઝ મેડલ
11. મહિલા ક્રિકેટ ટીમ - ગોલ્ડ મેડલ
12. નેહા ઠાકુર સેલિંગ (ડિંગી- ILCA4 ઈવેન્ટ) સિલ્વર મેડલ
13. ઈબાદ અલી સેલિંગ (RS:X)- બ્રોન્ઝ મેડલ
14. ઘોડેસવારીમાં ભારતે ડ્રેસેજ ટીમ ઈવેન્ટ (દિવ્યકીર્તિ સિંહ, હ્રદય વિપુલ છેડ અને અનુશ અગ્રવાલ, સુદીપ્તિ હઝેલા)- ગોલ્ડ મેડલ 
15. સિફ્ત સમરા, આશી ચોક્સે અને માનિની કૌશિક ( 50 મીટર રાઈફલ 3પી ટીમ સ્પર્ધા)- સિલ્વર મેડલ
16. મનુ ભાકર, ઈશા સિંહ, રિધમ સાંગવાન (25 મીટર પિસ્તોલ ટીમ સ્પર્ધા)- ગોલ્ડ મેડલ
17. સિફ્ત કૌર સામરા 50 મીટર રાઈફલ 3 પોઝીશન (મહિલા)- ગોલ્ડ મેડલ
18. આશી ચોક્સે 50 મીટર રાઈફલ 3 પોઝીશન (મહિલા)- બ્રોન્ઝ મેડલ
19. અંગદ, ગુરજોત, અને અનંત જીત:સ્કીટ ટીમ સ્પર્ધા (શુટિંગ)- બ્રોન્ઝ મેડલ
20. વિષ્ણુ, સર્વનન, સેલિંગ (ILCA&)
21. ઈશા સિંહ, 25 મીટર પિસ્તોલ શુટિંગ (મહિલા)- સિલ્વર
22. અનંત જીત સિંહ, શુટિંગ (સ્કીટ)- સિલ્વર મેડલ
23. રોશિબિના દેવી, વુશુ (60 કિગ્રા)- સિલ્વર મેડલ
24. અર્જૂન ચીમા, સરબજોત સિંહ, શિવ નરવાલ- 10 મીટર એર પિસ્તોલ- ગોલ્ડ મેડલ
25. અનુશ અગ્રવાલ (ઘોડસ્વારી, ડ્રેસેજ ઈન્ડિવિઝ્યૂઅલ ઈવેન્ટ )- બ્રોન્ઝ મેડલ
26. ઈશા સિંહ, દિવ્ય ટીએસ અને પલક ગુલિયા (10 મીટર એર રાયફલ શુટિંગ)- સિલ્વર મેડલ
27. ઐશ્વર્ય પ્રતાપ સિંહ તોમર, અખિલ શ્યોરણ, સ્વપ્નિલ કુસાલે (50 મીટર રાઈફલ 3પી શુટિંગ)- ગોલ્ડ મેડલ
28. ટેનિસ ડબલ્સ (રામકુમાર રામનાથન અને સાકેત માઈનેની)- સિલ્વર મેડલ
29. પલક ગુલિયા (10 મીટર એર પિસ્તોલ)- ગોલ્ડ મેડલ
30. ઈશા સિંહ (10 મીટર એર પિસ્તોલ)- સિલ્વર મેડલ
31. મહિલા ટીમ સ્પર્ધા (સ્ક્વોશ)- બ્રોન્ઝ મેડલ
32. ઐશ્વર્ય પ્રતાપ સિંહ તોમર- મેન્સ 50 મીટર રાઈફલ 3 પોઝીશન (શુટિંગ)- સિલ્વર મેડલ
33. કિરણ બાલિયાન (શોટપુટ)- બ્રોન્ઝ
34. સરબજોત સિંહ અને દિવ્યા ટીએસ, 10 મીટર એર પિસ્તોલ મિક્સ્ડ ઈવેન્ટ (શુટિંગ)- સિલ્વર મેડલ
35. રોહન બોપન્ના અને ઋતુજા ભોસલે, મિક્સ્ડ ડબલ્સ (ટેનિસ)- ગોલ્ડ મેડલ

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More