Home> Sports
Advertisement
Prev
Next

ગુજરાતમા ઓલિમ્પિકના આયોજનને લઈને મોટા અપડેટ, ફ્રાન્સના મહેમાનોની થઈ એન્ટ્રી

Gujarat Mission Olympic 2036 : વર્ષ 2036ના ઓલિમ્પિક માટે ગુજરાત તમામ પ્રકારે તૈયારી કરી રહ્યું છે, આ માટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ફ્રાન્સથી આવેલા રાજદૂત સાથે મુલાકાત કરી, કારણ કે આ વર્ષે ઓલિમ્પિક ફ્રાન્સમા યોજાવાની છે  

ગુજરાતમા ઓલિમ્પિકના આયોજનને લઈને મોટા અપડેટ, ફ્રાન્સના મહેમાનોની થઈ એન્ટ્રી

Sports News : ગુજરાત હવે ઓલિમ્પિકની તૈયારીમાં લાગી ગયું છે. ગુજરાતના આંગણે હવે ઓલિમ્પિક રમાશે. ત્યારે ગુજરાતમાં આ માટે આલિશાન તૈયારીઓ આરંભી દેવાઈ છે. ત્યારે આ પહેલા એક મોટા અપડેટ સામે આવ્યા છે. ભારત 2036માં ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે બિડ કરવાની યોજના બનાવી રહ્યું છે. ફ્રાન્સ આ વર્ષે 26 જુલાઈથી 11 ઓગસ્ટ સુધી પેરિસમાં ઓલિમ્પિકનું આયોજન કરશે. ભારતમાં ફ્રાંસના રાજદૂત ડૉ. થિયરી મથાઉએ હાલમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન, બંને પક્ષોએ રાજ્યમાં ઓલિમ્પિક ગેમ્સના આયોજનમાં આ યુરોપિયન દેશની કુશળતાનો ઉપયોગ કરવાની રીતો પર ચર્ચા કરી હતી.

ભારત 2036માં ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે બિડ કરવાની યોજના બનાવી રહ્યું છે. ફ્રાન્સ આ વર્ષે 26 જુલાઈથી 11 ઓગસ્ટ સુધી પેરિસમાં ઓલિમ્પિકનું આયોજન કરશે. ગુજરાત સરકાર દ્વારા જાહેર કરાયેલા નિવેદન મુજબ, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાજદૂત મથાઉ સાથેની બેઠકમાં, જો ભારતની બિડ સફળ થાય તો 2036માં ગુજરાતમાં ઓલિમ્પિક ગેમ્સનું આયોજન કરવા માટે ફ્રાન્સની કુશળતાનો ઉપયોગ કરવાની ચર્ચા કરી હતી.

દુનિયામાં પહેલીવાર કોઈ રોબોટે કરી આત્મહત્યા, માણસ કરતા પણ બદતર હતું જીવન

નિવેદન અનુસાર, ગુજરાતના મુખ્યમંત્રીએ ઓલિમ્પિકની યજમાની માટે જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને અન્ય સુવિધાઓમાં ફ્રાન્સની સમજ અને કૌશલ્યનો ઉપયોગ કરવા માટે ગુજરાતે ઊંડો રસ દર્શાવ્યો હતો. મુખ્યમંત્રી એ પણ જાણવા માગે છે કે આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇવેન્ટ સિવાય લાંબા ગાળાના ઉદ્દેશ્યો કેવી રીતે પૂર્ણ કરી શકે છે.

fallbacks

 

ઓલિમ્પિક માટે ગુજરાતે બનાવ્યું ગોલિમ્પિક
ઓલિમ્પક 2036 ના આયોજન માટે SPV ને ગોલિમ્પિક નામ આપવામાં આવ્યું છે. અર્થાત ગુજરાત ઓલિમ્પિક પ્લાનિંગ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ. આ શબ્દ સાથે ગુજરાત વૈશ્વિક સ્તરે સ્પોર્ટસ એક્ટિવિટી કરશે. ગોલિમ્પિક અંતર્ગત અમદાવાદમાં 3 હજાર મકાનોનું એક ગામ ઉભું કરવામાં આવશે. જે મોટેરા પાસે તૈયાર થશે. કુલ 236 એકરમાં આ ગામ બનીને તૈયાર થશે. મીટિંગમાં સ્પોર્ટસ એન્ક્લેવનો માસ્ટર પ્લાન પણ રજૂ કરાયો હતો. સાથે જ ગોલિમ્પિક SPV નું રજિસ્ટ્રેશન થઈ ચૂક્યું છે. હવે પછી આ દ્વારા જ ઓલિમ્પિક ગેમ્સના આયોજન અને અમલીકરણ થશે. 

નોકરીઓ આપવામાં મોટા શહેરો કરતા નાના શહેરો આગળ નીકળ્યા, ગુજરાતના 3 શહેરો ટોચમાં

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More