Home> Sports
Advertisement
Prev
Next

World Cup 2019: ભારતની ટીમ પાક સામે રમે કે નહીં? ગંભીરે આપ્યો આ જવાબ

પુલવામા હુમલા બાદ ઘણા ભારતીય ખેલાડીઓએ પાકિસ્તાન વિરુદ્ધ યોજાનારા મેચના બહિષ્કારની માગ કરી રહ્યાં છે. 
 

  World Cup 2019: ભારતની ટીમ પાક સામે રમે કે નહીં? ગંભીરે આપ્યો આ જવાબ

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ના ઘણા અધિકારીઓ અને ઘણા પૂર્વ ખેલાડીઓએ આગામી વિશ્વકપમાં પાકિસ્તાન વિરુદ્ધ રમાનારા મેચનો બહિષ્કાર કરવાની માગ કરી રહ્યાં છે. તેમણે કહ્યું કે, પુલવામા હુમલા બાદ પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સમુદાયથ અલગ-થલગ કરી દેવું જોઈએ. આ ક્રમમાં જ્યારે ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરે પોતાનો મત વ્યક્ત કર્યો છે. 

ભારતે વિશ્વકપમાં પાકિસ્તાન સામે રમવુ જોઈે કે નહીં? તેના પર ગૌતમ ગંભીરે કહ્યું, આ બીસીસીઆઈએ નક્કી કરવાનું છે. વ્યક્તિગત રૂપથી પાકિસ્તાન સાથે રમત ટાળવામાં કશું ખોટુ નથી. મારા માટે બે પોઈન્ટ જરૂરી નથી, મારા માટે ક્રિકેટ રમતની તુલનામાં જવાન મહત્વપૂર્ણ છે. દેશ પહેલા આવે છે. 

ગંભીરે કહ્યું, ભલે ભારતે વિશ્વકપ ફાઇનલમાં પાકિસ્તાન સામે રમવું પડે. જો તમે ફાઇનલમાં પહોંચી જાવ તો મને લાગે છે કે દેશે તે માટે પણ તૈયાર રહેવું જોઈએ. સમાજના કેટલાક ભાગમાં કોઈપણ પ્રકારની પ્રતિક્રિયા ન હોવી જોઈએ, જે તે કહેવા લાગ્યા કે તમે રમત અને રાજનીતિની તુલના ન કરી શકો. 

વિરાટે પણ આપ્યું હતું નિવેદન
ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ પુલવામામાં શહીદ જવાનોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતા કહ્યું કે, વિશ્વકપમાં પાકિસ્તાન સામે મેચને લઈને દેશની સરકાર અને ભારતીય ક્રિકેટ બોર્ડ જે નિર્ણય કરશે, તે અમને મંજૂર હશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More