Home> Sports
Advertisement
Prev
Next

સૌરવ ગાંગુલીએ એશિયા કપ રદ્દ કરવાની જાહેરાત કરી, તો શું રમાશે IPL


ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ જાહેરાત કરી કે એશિયા કપ રદ્દ થઈ ચુકયો છે. તેનું આયોજન સપ્ટેમ્બરમાં થવાનો હતો. 

સૌરવ ગાંગુલીએ એશિયા કપ રદ્દ કરવાની જાહેરાત કરી, તો શું રમાશે IPL

નવી દિલ્હીઃ બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ બુધવાર (8 જુલાઈ)એ જાહેરાત કરી કે એશિયા કપ 2020 રદ્દ થઈ ગયો છે. આ જાહેરાત આજે યોજાનારી એશિયન ક્રિકેટ કાઉન્સિલની 9 જુલાઈએ યોજાનારી બેઠકના એક દિવસ પહેલા કરવામાં આવી હતી. 

ગાંગુલીએ આ નિર્ણય વિશે વધુ સ્પષ્ટતા કરી નથી. તેમણે કહ્યું, એશિયા કપ રદ્દ થઈ ગયો છે. ગાંગુલીએ તે નથી જણાવ્યું કે, શું આ નિર્ણય એશિયા ક્રિકેટ કાઉન્સિલે લીધો છે અથવા નહીં. તેમણે એક સમાચાર ચેનલ સાથે ઈન્સ્ટાગ્રામ લાઇવ ચેટ પર કહ્યું, તે કહેવુ મુશ્કેલ છે કે શું આ ભારતની પ્રથમ આંતરરાષ્ટ્રીય સિરીઝ હશે કે નહીં. અમે અમારી તૈયારી કરી ચુક્યા છીએ પરંતુ સરકારના નિયમો વિશે કંઇ ન કરી શકીએ. અમે કોઈ ઉતાવળમાં નથી. ખેલાડીઓનું સ્વાસ્થ્ય અમારી પ્રાથમિકતા છે. અમે સ્થિતિ પર નજર રાખી રહ્યાં છીએ. 

ભારત પ્રથમ પ્રાથમિકતા, આશા કરુ છું 2020માં આઈપીએલનું આયોજન થશેઃ ગાંગુલી  

આ ટૂર્નામેન્ટ યૂનાઇટેડ અરબ અમીરાતમાં સપ્ટેમ્બરમાં થવાની હતી. પાકિસ્તાન આ ટૂર્નામેન્ટનું યજમાન હતું પરંતુ ભારતે પાકિસ્તાન જવાનો ઇનકાર કરી દીધો હતો. ત્યારબાદ યજમાની બદલવામાં આવી હતી. બીસીસીઆઈએ પહેલા કહ્યું હતું કે, તેમને તે વાત પર કોઈ પ્રશ્ન નથી કે પાકિસ્તાન આ ટૂર્નામેન્ટનું વાસ્તવિક યજમાન રહે પરંતુ આ ટૂર્નામેન્ટ કોઈ અન્ય દેશમાં કરાવવામાં આવે તો. 

ગાંગુલીએ બીસીસીઆઈનું તે વલણ પણ સ્પષ્ટ કર્યું કે, આઈસીસી દ્વારા આ વર્ષે વર્લ્ડ ટી20 પર નિર્ણય લીધા બાદ આ વર્ષે આઈપીએલ રમાઇ શકે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More