Home> Sports
Advertisement
Prev
Next

World Cup: પૂર્વ ક્રિકેટરોએ ભારત-ન્યૂઝીલેન્ડ સેમિફાઇનલમાં 'ધીમી' પિચની કરી ટીકા

પૂર્વ ક્રિકેટરોએ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વિશ્વ કપ સેમિફાઇનલ માટે ઉપયોગ કરવામાં આવેલી પિચની ટીકા કરી છે. ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો પરંતુ ધીમી પિચ પર રન બનાવવા મુશ્કેલ હતા. 

World Cup: પૂર્વ ક્રિકેટરોએ ભારત-ન્યૂઝીલેન્ડ સેમિફાઇનલમાં 'ધીમી' પિચની કરી ટીકા

માન્ચેસ્ટરઃ પૂર્વ ક્રિકેટરોએ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વિશ્વ કપ સેમિફાઇનલ માટે ઉપયોગ કરવામાં આવેલી પિચની ટીકા કરી છે. ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો પરંતુ ધીમી પિચ પર રન બનાવવા મુશ્કેલ હતા. વરસાદને કારણે મેચ રોકાયા સુધી કીવી ટીમે 46.1 ઓવરમાં 5 વિકેટ પર 211 રન બનાવી લીધા હતા. ઓસ્ટ્રેલિયાના પૂર્વ બેટ્સમેન માર્ક વોએ ટ્વીટર પર પિચની ટીકા કરી છે. 

વોએ કહ્યું, 'ઓલ્ડ ટ્રેફર્ડની પિચ સારી નથી. તે ઘણી ધીમી હતી. જો ન્યૂઝીલેન્ડ 240 રન બનાવી તો મુકાબલો બરાબરીનો થશે.' ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસને 97 બોલમાં 67 રન બનાવ્યા, જ્યારે રોસ ટેલર 85 બોલમાં 67 રન બનાવી રમી રહ્યો છે. ઈંગ્લેન્ડના પૂર્વ ક્રિકેટર માર્ક બાઉચરે કહ્યું, આ વિશ્વકપમાં પિચો કચરાની જેમ રહી છે. 

તેમણે કહ્યું, તેમાં અંતિમ પાંચ ઓવર રોમાંચક હોઈ શકે છે પરંતુ બાકી 95 ઓવર ખૂબ ખરાબ. ઈંગ્લેન્ડના પૂર્વ ક્રિકેટર ગ્રીમ ફોવલેરે કહ્યું, વિશ્વ કપ સેમિફાઇનલની વિકેટ કેટલી બેકાર હતી. આઈસીસીએ પરંતુ તે વાતથી ઇનકાર કર્યો કે મેદાનકર્મિઓને ધીમી પિચ બનાવવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. 

આઈસીસીએ એક નિદેવનમાં કહ્યું, અમે આઈસીસી ટૂર્નામેન્ટો માટે સર્વશ્રેષ્ઠ પિચ બનાવવાના આદેશ આપ્યા છે. આ વનડે ક્રિકેટ માટે ઈંગ્લેન્ડની સ્થિતિમાં સર્વશ્રેષ્ઠ પિચ હતી. આઈસીસી કોઈપણ ટીમને લાભ કે નુકસાન પહોંચાડવા માટે કોઈ પ્રકારના આદેશ આપતી નથી. 

વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More