Home> Sports
Advertisement
Prev
Next

રોનાલ્ડોના કેરિયર વિશે કોચે આપ્યું મહત્વનું નિવેદન

ફીફા વિશ્વકપ 2018ના પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં ઉરુગ્વે સામે 2-1થી પરાજય થતા પોર્ટુગલની ટીમ વિશ્વકપમાંથી બહાર થઈ ગઈ છે.   

રોનાલ્ડોના કેરિયર વિશે કોચે આપ્યું મહત્વનું નિવેદન

સોચી (રૂસ): ફીફા વિશ્વ કપના ટાઇટલની દોડમાંથી બહાર થઈ ગયેલી પોર્ટુગલની રાષ્ટ્રીય ટીમના  મુખ્ય કોચ ફર્નાંદો સાંતોસે કહ્યું કે, તેમને આશા છે કે, સ્ટાર ખેલાડી ક્રિસ્ટિયાનો રોનાલ્ડો હજુપણ રાષ્ટ્રીય ટીમ સાથે જોડાયેલો રહેશે. સાંતોસનું માનવું છે કે પોર્ટુગલની ટીમમાં રોનાલ્ડોની સફર હજુ પણ બાકી છે. 

ઉરુગ્વે વિરુદ્ધ શનિવારે મોડી રાત્રે રમાયેલી મેચમાં 2-1થી મળેલી હારને કારણે પોર્ટુગલ વિશ્વ કપમાંથી બહાર થઈ ગઈ છે. રોનાલ્ડોએ પોર્ટુગલની રાષ્ટ્રીય ટીમ માટે અત્યાર સુધી કુલ 154 મેચ રમી છે જેમાં 85 ગોલ કર્યા છે. પોર્ટુગલને પ્રી-ક્વાર્ટર ફાઇનલ સુધી પહોંચાડવામાં રોનાલ્ડોની ભૂમિકા મહત્વની છે. 

FIFA વર્લ્ડ કપ: આર્જેન્ટીના બહાર થતા શું નિવૃતી લેશે લિયોનેલ મેસી?

સાંતોસે કહ્યું, નિશ્ચિત રીતે હા. રોનાલ્ડોએ હજુ ફુટબોલને ઘણું બધું આપવાનું છે. સપ્ટેમ્બરમાં ટૂર્નામેન્ટ છે. સૂઈએફએ નેશનલ લીગ. અમને આશા છે કે રોનાલ્ડો ટીમની સાથે સામેલ થશે. રાષ્ટ્રીય ટીમમાં તેની સફર બાકી છે. તે યુવા ખેલાડીઓના વિકાસમાં મદદ કરી શકે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More